૨.૦૮
આરોગ્ય-વીમોથી આર્થસ પ્રતિક્રિયા
આર્જેન્ટાઇટ
આર્જેન્ટાઇટ (Argentite : Silver Glance) : ચાંદીનું મહત્વનું ખનિજ. રાસાયણિક બંધારણ : Ag2S (સિલ્વર સલ્ફાઇડ, ચાંદી 87.1 %, ગંધક 12.9 %). સ્ફટિક વર્ગ : આઇસોમેટ્રિક. સ્ફટિકો મોટે ભાગે ઑક્ટાહેડ્રલ તેમજ ક્યૂબિક સ્વરૂપોવાળા હોય છે, ક્યારેક વિરૂપ આકારવાળા, ક્યારેક જાલાકાર રેખાઓવાળા કે તંતુમય, ક્વચિત્ જથ્થામય કે આવરણ તરીકે પણ મળે. રંગ :…
વધુ વાંચો >આર્જેન્ટીના
આર્જેન્ટીના : દક્ષિણ અમેરિકામાં અગ્નિખૂણે ઍટલાન્ટિક મહાસાગરને કિનારે આવેલો બીજા ક્રમે મોટો દેશ. તે આશરે 220 00´થી 550 00´ દ. અ. અને 560 30´થી 730 30´ પ. રે. વચ્ચે આશરે 27,66,654 ચોકિમી. વિસ્તાર આવરી લે છે. 9 જુલાઈ 1816ના રોજ સ્વતંત્ર થયેલ આ દેશ બે ધારાગૃહો ધરાવે છે. તેનું સમવાહી પ્રજાસત્તાક…
વધુ વાંચો >આર્ટ નૂવો
આર્ટ નૂવો (Art Nouveau) : નૂતન કલાશૈલી એવો અર્થ આપતી ફ્રેન્ચ સંજ્ઞા. સ્થાપત્ય, સુશોભન, ચિત્ર અને શિલ્પ એ બધી કલાઓમાં એક નવી સંમિશ્રિત શૈલીનો પ્રસાર 1890 પછી થયો. ચિત્રકારો અને શિલ્પીઓએ કુદરતનું અનુકરણ તજી દીધું, જૂની પદ્ધતિઓ અવગણવામાં આવી. 1861માં વિલિયમ મૉરિસે ઇંગ્લૅન્ડના હસ્તકલા-ઉદ્યોગમાં કાપડની ડિઝાઇનો અને પુસ્તકના સુશોભનમાં નવી શૈલી…
વધુ વાંચો >આર્ટિકલ્સ ઑવ્ ઍસોસિયેશન
આર્ટિકલ્સ ઑવ્ ઍસોસિયેશન (Articles of Association) : જૉઇન્ટ સ્ટૉક કંપનીના આંતરિક વહીવટી અને વ્યવસ્થાના નિયમો તથા તેનાં ધારાધોરણોનો રજિસ્ટર્ડ દસ્તાવેજ. આર્ટિકલ્સ ઑવ્ એસોસિયેશનમાં સામાન્યત: નીચેની બાબતો અંગેના નિયમોનો સમાવેશ થાય છે : (ક) કંપનીની શૅરમૂડી : વિવિધ પ્રકારના શૅરમાં તેની ફાળવણી, મૂડીમાં પરિવર્તન કે તેની પુનર્રચના વગેરે; (ખ) કંપનીના શૅર…
વધુ વાંચો >આર્ટેબૉટ્રિસ
આર્ટેબૉટ્રિસ (Artabotrys) : જુઓ લીલો ચંપો
વધુ વાંચો >આર્ડેનનું જંગલ (ફ્રાંસ)
આર્ડેનનું જંગલ (ફ્રાંસ) : ફ્રાન્સની ઈશાન બાજુએ અને અગ્નિ બેલ્જિયમના લક્ઝમ્બર્ગ પ્રાંતમાં મ્યુસ નદીની ખીણમાં આવેલો જંગલાચ્છાદિત ઉચ્ચપ્રદેશ. બેલ્જિયમની બાજુએ તે 694 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. આ વિસ્તાર પશ્ચિમ યુરોપના માર્ગ પર આવેલો હોવાથી અહીં ઘણાં ખૂનખાર યુદ્ધો થયેલાં છે. અહીં રેતીખડકો, સ્લેટ, ચૂનાખડકો અને ક્વાર્ટ્ઝ-શિરાઓ આવેલી હોવાથી જમીન…
વધુ વાંચો >આર્ડેનનું જંગલ (ઈન્ગલેન્ડ)
આર્ડેનનું જંગલ (ઈન્ગલેન્ડ) : ઇંગ્લૅંડના વૉરવિકશાયર અને પશ્ચિમ મિડ્લૅન્ડ્ઝમાં આવેલો જંગલ-વિસ્તાર. આ જંગલવિસ્તાર આશરે 30 કિમી. લાંબો અને 20 મી. પહોળો છે. તે સ્ટ્રૅટફર્ડ-અપૉન-એવનથી ઉત્તર તરફ બર્મિંગહામ સુધી વિસ્તરેલો છે. આ વિસ્તાર એક સમયે આજના કરતાં પણ ઘણો મોટો હતો. તેણે શેક્સપિયરને ‘As You Like It’ નાટક લખવા માટેની પાર્શ્વભૂમિરૂપ…
વધુ વાંચો >આર્તો, આન્તોનિન
આર્તો, આન્તોનિન (Artaud, Antonin) (જ. 4 સપ્ટેમ્બર 1896 , માર્સેઈલ, ફ્રાન્સ; અ. 4 માર્ચ 1948, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેન્ચ નાટ્યકાર, કવિ, અભિનેતા. એમણે પરાવાસ્તવવાદી (surrealistic) આંદોલનની સૈદ્ધાંતિક ભૂમિકા પૂરી પાડી. એમણે શિષ્ટ પ્રણાલિકાગત, મધ્યમવર્ગપરક રંગભૂમિ (થિયેટર) ની જગ્યાએ ‘આતંકની રંગભૂમિ’ (થિયેટર ઑવ્ ક્રુઅલ્ટી) સ્થાપવાનો પ્રયાસ કર્યો. આ વૈકલ્પિક રંગભૂમિનો હેતુ…
વધુ વાંચો >આર્થસ પ્રતિક્રિયા
આર્થસ પ્રતિક્રિયા (Arthus Reaction) : મૉરિસ આર્થસ નામના ફ્રેંચ શરીર-ક્રિયાવિજ્ઞાની(physiologist)ના નામથી જાણીતી ત્વરિત અતિસંવેદનશીલતા (hypersensitivity)નો એક પ્રકાર. જ્યારે પ્રાણીશરીરમાં ચામડીની નીચે પ્રતિક્ષેપન (injection) દ્વારા દ્રાવ્ય પ્રતિજન (antigen) દાખલ કરવામાં આવે છે ત્યારે તે પ્રાણીશરીરમાં આવેલ પ્રતિદ્રવ્ય (antibody) સાથે પ્રક્રિયા કરતાં પ્રતિજન-પ્રતિદ્રવ્ય પ્રકારનો સંકીર્ણ પદાર્થ બને છે, જે રક્તવાહિનીઓમાં અવક્ષિપ્ત થાય…
વધુ વાંચો >આરોગ્યશિક્ષણ
આરોગ્યશિક્ષણ : આરોગ્યપ્રદ ટેવો કેળવવા માટે અપાતું શિક્ષણ. આરોગ્યશિક્ષણના ત્રણ મુખ્ય હેતુઓ : (1) સામાન્ય પ્રજાને આરોગ્ય સંદેશો પહોંચાડવો તે. રોગ અને મૃત્યુને સામાન્યત: કુદરતી પ્રક્રિયાના ભાગ રૂપે ગણીને નિ:સહાય બેસી રહેવાને બદલે મોટા ભાગના રોગો અટકાવી શકાય છે અથવા તેની અસર ઓછી કરી શકાય છે, એવી વૈજ્ઞાનિક સમજ સામાન્ય…
વધુ વાંચો >આરોગ્યસેવાઓ અને તબીબી વ્યવસાય
આરોગ્યસેવાઓ અને તબીબી વ્યવસાય આરોગ્યસેવાઓ એટલે મુખ્યત્વે આરોગ્યની જાળવણી અને વૃદ્ધિ કરવાનાં વિવિધ પગલાં લેવાનો કાર્યક્રમ. આરોગ્યની જાળવણી માટે અને રોગ, વિકાર કે વિકૃતિ ઉત્પન્ન થયે તેની સારવારની વ્યવસ્થા માટે સ્થપાયેલી અને કાર્યરત સંસ્થાઓ આરોગ્યસેવાઓ અને તબીબી વ્યવસાયના ભાગરૂપ છે. સંભવિત રોગ, વિકાર કે વિકૃતિને થતાં અટકાવવાં તેમજ સમાજના સર્વે…
વધુ વાંચો >આરોચક (અરોચક, અરુચિ)
આરોચક (અરોચક, અરુચિ) : ખાવાપીવાની રુચિ ન થાય તે રોગ. વાત, પિત્ત અને કફને કોપાવનાર ખોરાક, શોક, ભય, અતિલોભ, ક્રોધ, અપથ્ય ભોજન વગેરે આ રોગનાં કારણો ગણાય છે. ભૂખ ન લાગવી અને મોઢામાં ખોરાકનો ખરો સ્વાદ ન જણાવો તે આ રોગનાં લક્ષણો છે. હિંગાષ્ટક ચૂર્ણ, ચિત્રકાદિ ચૂર્ણ, લવણ-ભાસ્કર ચૂર્ણ, અજમોદાદિ…
વધુ વાંચો >આરોહી અને અવરોહી પાતબિન્દુઓ
આરોહી અને અવરોહી પાતબિન્દુઓ : ચન્દ્ર, ગ્રહ યા ધૂમકેતુની દક્ષિણથી ઉત્તર તરફ જતાં ક્રાન્તિવૃત્તને જે બિન્દુમાં કાપે તે આરોહી પાતબિન્દુ અને તેનાથી ઊલટી દિશામાં જતાં કાપે તે અવરોહી પાતબિન્દુ. સૂર્ય, ચન્દ્ર, ગ્રહો અને ધૂમકેતુઓ આકાશમાં જે માર્ગે ફરતા દેખાય છે તે તેમના કક્ષામાર્ગ છે. સૂર્યના વાર્ષિક આકાશી માર્ગને ક્રાન્તિવૃત્ત કહેવામાં…
વધુ વાંચો >આર્કટ
આર્કટ : ભારતના તમિળનાડુ રાજ્યમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 120 50´ ઉ. અ. અને 790 16´ પૂ. રે. તે રાજ્યના ઈશાન ભાગમાં વેલ્લોર જિલ્લાના આર્કટ તાલુકામાં પાલાર નદી પર આવેલું છે. જે સમુદ્રની સપાટીથી 164 મી. જળ ઊંચાઈએ સ્થિતિ છે. જેનો વિસ્તાર 13.64 ચો. કિ. મી. છે. કોરોમાંડલ કિનારાનો…
વધુ વાંચો >આર્કટિક મહાસાગર
આર્કટિક મહાસાગર : પૃથ્વીના ઉત્તર ધ્રુવ વિસ્તાર પર પથરાયેલો વિશ્વનો નાનામાં નાનો મહાસાગર. તે યુરોપ, એશિયા તથા ઉત્તર અમેરિકાની ઉત્તરે આવેલો છે. તેનો કુલ વિસ્તાર 14,090,000 ચોરસ કિમી. છે. ઉત્તર દિશાના છેક છેડા પર આવેલા આ મહાસાગરને સૂર્યની ઉષ્મા ખૂબ જ અલ્પ પ્રમાણમાં મળતી હોવાથી સમગ્ર વર્ષ દરમિયાન તે બરફના…
વધુ વાંચો >આર્કટૉટિસ
આર્કટૉટિસ : લૅટિન Arctotis grandis L. કુળ Asteraceae (Compositae). સહસભ્યો : સૂરજમુખી, ગુલદાઉદી, ડેહલિયા, ભાંગરો વગેરે. એક કે દ્વિવર્ષાયુ, નાનો 40-60 સેમી. સુધી પથરાતો 50 સેમી. સુધી ઊંચો વધતો શિયાળુ મોસમી ફૂલછોડ. લાંબી ડાળીઓમાંથી ભૂરાશ પડતાં સફેદ પુષ્પો (જર્બેરા જેવાં) લટકતાં રહે છે. તેની પાંખડીઓ નીચે જોડાયેલી અને ઉપરથી છૂટી…
વધુ વાંચો >આર્કિગ્રામ
આર્કિગ્રામ (1961) : સ્થાપત્યની નૂતન વિચારસરણી ધરાવતું યુવાન બ્રિટિશ સ્થપતિઓનું એક જૂથ. 1961માં બ્રિટનની સ્થાપત્યશાળાઓના વિદ્યાર્થીઓ અને વ્યાખ્યાતાઓના વિચારમંથનમાંથી એક જ વિચારસરણી ધરાવતા ‘આર્કિગ્રામ’ નામના જૂથનો જન્મ થયેલો. તે વિચારસરણીનો પહેલો ગ્રંથ આર્કિટેકચરલ ટેલિગ્રામ તરીકે પ્રકાશિત થયેલો (1961), તેના પરથી આર્કિગ્રામ નામ પ્રચલિત થયેલું. આ યુવાનોનાં જૂથો રીજન્ટ સ્ટ્રીટ પૉલિટૅકનિક,…
વધુ વાંચો >આર્કિમીડીઝ
આર્કિમીડીઝ (જ. ઈ. પૂ. 290, સિરેક્યૂઝ; અ. ઈ. પૂ. 212) : પ્રાચીન ગ્રીક સંસ્કૃતિનો સૌથી મહાન ગણિતજ્ઞ અને શોધક. કારકિર્દીની શરૂઆતમાં થોડો સમય તે ઇજિપ્તમાં રહ્યા હતા, પણ મુખ્યત્વે તેમણે આખું જીવન સિરેક્યૂઝમાં જ ગાળ્યું હતું. ત્યાંના રાજા હીરોન(બીજા)ના તે અંગત મિત્ર હતા. આર્કિમીડીઝના જીવન અંગે ઘણી વિગતો મહદંશે દંતકથા…
વધુ વાંચો >