૧.૩૦
અંતરીક્ષ આયુર્વિજ્ઞાનથી અંતર્નિરીક્ષણ
અંતર્ગૃહ
અંતર્ગૃહ : જુઓ, સ્થાપત્યકલા.
વધુ વાંચો >અંતર્દહન એન્જિનો
અંતર્દહન એન્જિનો (internal combustion engines) પ્રચાલકો(prime movers)નો એક પ્રકાર, જેમાં દહનખંડમાં ઇંધન-હવાના મિશ્રણના વિસ્ફોટન દ્વારા ઊર્જા ઉત્પન્ન કરી યાંત્રિક શક્તિ મેળવવામાં આવે છે. ઉષ્માનો ઉપયોગ કરીને યાંત્રિક શક્તિ મેળવવાનાં યંત્રો ઉષ્મા-એન્જિનો (heat engines) તરીકે ઓળખાય છે. દટ્ટા(piston)વાળા સિલિન્ડર કે ટર્બાઇનમાં અલગ ઉત્પન્ન કરાયેલી વરાળ દાખલ કરીને યાંત્રિક શક્તિ મેળવવા માટેનાં…
વધુ વાંચો >અંતર્નિરીક્ષણ
અંતર્નિરીક્ષણ : અંતર્મુખ થઈને પોતાના મનમાં ચાલતા વ્યાપારોનું અવલોકન કરવું તે. ચિંતામગ્ન રહેવું, વિચારોમાં ખોવાઈ જવું કે કલ્પનાવિહાર કરવો તે અંતર્નિરીક્ષણ નથી. અંતર્નિરીક્ષણ એટલે તટસ્થ અને ચોકસાઈપૂર્વક પોતાના અંગત મનોવ્યાપારોનું અવલોકન કરવું અને તેને આધારે તેનું યથાતથ નિવેદન કરવું કે નોંધ કરવી. તે મનોવિજ્ઞાનની એક જૂનામાં જૂની પદ્ધતિ છે. અંતર્નિરીક્ષણનો…
વધુ વાંચો >અંતરીક્ષ આયુર્વિજ્ઞાન
અંતરીક્ષ આયુર્વિજ્ઞાન : પૃથ્વીની આસપાસ નજીકમાં અલ્પાવકાશ અને દૂર શૂન્યાવકાશ છે. વચમાંના વિસ્તારને અંતરીક્ષ તરીકે ઓળખવામાં આવે છે. અંતરીક્ષમાં યાત્રીની શારીરિક પ્રક્રિયાઓમાં અનુભવાતા ફેરફારો તેમજ તેના સ્વાસ્થ્યરક્ષણ અંગેના શાસ્ત્રને અંતરીક્ષ આયુર્વિજ્ઞાન કહે છે. યાત્રીને અપાતી વિવિધ તાલીમ, તબીબી ઉપકરણોનો ઉપયોગ અને સ્વાસ્થ્ય માટે ભૂમિમથકેથી અપાતું માર્ગદર્શન, સફરની સફળતાના પાયામાં છે.…
વધુ વાંચો >અંતરીક્ષ ઉડ્ડયન
અંતરીક્ષ ઉડ્ડયન : જુઓ, અંતરીક્ષ અન્વેષણો.
વધુ વાંચો >અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર
અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર (SAC) : અમદાવાદનું અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર (Space Application Centre). એ ભારતીય અંતરીક્ષ સંશોધન સંગઠન(Indian Space Research Organisation – ISRO)નાં ચાર મુખ્ય કેન્દ્રોમાંનું એક છે. અધિક વસ્તી ધરાવતા અને વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થતી નૈસર્ગિક સંપત્તિનો પૂરેપૂરો ઉપયોગ ન થતો હોય તેવા ભારત જેવા દેશની ઘણી સમસ્યાઓ અંતરીક્ષ-વિજ્ઞાન અને…
વધુ વાંચો >અંતરીક્ષ કાર્યક્રમો
અંતરીક્ષ કાર્યક્રમો : જુઓ, અંતરીક્ષ અન્વેષણો.
વધુ વાંચો >અંતરીક્ષ ખગોળવિજ્ઞાન
અંતરીક્ષ ખગોળવિજ્ઞાન (space astronomy) : તારા, ગ્રહ અને નિહારિકા જેવા ખગોળીય પદાર્થોનો પૃથ્વીના વાતાવરણની બહારથી કરેલો અવલોકનાત્મક અભ્યાસ. ખગોળીય પદાર્થોમાંથી આવતા વીજ-ચુંબકીય પ્રકાશનું પૃથ્વીની સપાટી પરથી અવલોકન કરવાથી એ પદાર્થોના અમુક ભૌતિક ગુણધર્મો વિશે માહિતી મળી શકે છે; પરંતુ, પૃથ્વીની સપાટી પરથી વીજ-ચુંબકીય વર્ણપટના ફક્ત દૃશ્યમાન, અંશત: પાર-રક્ત તથા રેડિયો-વિસ્તારના…
વધુ વાંચો >અંતરીક્ષ ટેલિસ્કોપ
અંતરીક્ષ ટેલિસ્કોપ : જુઓ, ટેલિસ્કોપ.
વધુ વાંચો >અંતરીક્ષ મથક
અંતરીક્ષ મથક (space station) : પૃથ્વીથી લગભગ 300-400 કિમી.ની ઊંચાઈ પર કક્ષામાં ફરતી વૈજ્ઞાનિક પ્રયોગશાળા, જેમાં ત્રણથી ચાર માનવીઓ લાંબા સમય સુધી રહીને જુદા જુદા વૈજ્ઞાનિક પ્રયોગો કરી શકે છે. અમેરિકાનાં ‘સ્કાયલૅબ’ (1973) અને ‘સ્પેસ-શટલ’ (1981થી ચાલુ) તથા રશિયાનાં ‘સોયુઝ’ (1967-1971), સેલ્યુટ’ (1971-1986) (1982માં પ્રક્ષેપિત થયેલું છેલ્લું ‘સેલ્યુટ7’ 1986 પછી…
વધુ વાંચો >અંતરીક્ષમાં લશ્કરી કામગીરી
અંતરીક્ષમાં લશ્કરી કામગીરી : તા. 12 એપ્રિલ, 1961ના દિવસે સોવિયેત રશિયન સંઘના કઝાખસ્તાન રાજ્યમાંથી યુરી ગૅગારિન ‘વસ્ટોક’ નામના રૉકેટ વડે અવકાશમાં ચઢીને પૃથ્વીની આસપાસ ભ્રમણકક્ષામાં ગયો અને પૃથ્વીની એક પ્રદક્ષિણા કરીને હેમખેમ પાછો આવ્યો ત્યારે અવકાશના લશ્કરીકરણનો આરંભ થઈ ગયો એમ કહી શકાય. તે પહેલાં બંને પ્રતિસ્પર્ધી મહાસત્તાઓ અમેરિકા અને…
વધુ વાંચો >અંતરીક્ષમાં વસાહત
અંતરીક્ષમાં વસાહત : અંતરીક્ષમાં માનવ-વસાહત ઊભી કરવા અંગેની યોજના અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીના વિજ્ઞાની જિરાર્ડ ઓ’નીલે સૌપ્રથમ રજૂ કરી હતી. આ યોજનાનો મૂળભૂત વિચાર એ હતો કે પૃથ્વીની સીમિત નૈસર્ગિક સંપત્તિ પર મહદ્અંશે આધાર રાખ્યા સિવાય અંતરીક્ષમાં નિરંતર મળતી સૌર ઊર્જા અને ચંદ્રની ધરતીમાંથી મળતાં દ્રવ્યોનો ઉપયોગ કરીને જ એક સ્વાવલંબી…
વધુ વાંચો >અંતરીક્ષમાં સૌર ઊર્જા મથકો
અંતરીક્ષમાં સૌર ઊર્જા મથકો : દુનિયાની વધતી જતી વસ્તી અને ઝડપી ઉદ્યોગીકરણને પહોંચી વળવા કોલસો, કુદરતી તેલ અને ગૅસ જેવાં ખનિજ-બળતણનો જથ્થો મર્યાદિત હોવાથી ભવિષ્ય માટે અનેક પ્રકારના ઊર્જાસ્રોત ઉપલબ્ધ થાય તે માટે સૂર્યશક્તિનો વ્યાવહારિક ઉપયોગ કરવા અંગે ઘણા દેશોમાં સંશોધન થઈ રહ્યું છે અને તેને અંગે કેટલાંક સાધનો પણ…
વધુ વાંચો >