૧૧.૦૨

પશુસંવર્ધનથી પળ્ળૂ

પશુસંવર્ધન

પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…

વધુ વાંચો >

પશ્ચકંપો (aftershocks)

પશ્ચકંપો (aftershocks) : મુખ્ય ભૂકંપ પછીનાં-અનુગામી કંપનો. મુખ્ય ભૂકંપને અનુસરતાં અને એક જ કે નજીકના કેન્દ્રમાંથી ઉત્પન્ન થતાં રહેતાં પશ્ચાદ્વર્તી કંપનોને પશ્ચકંપો કહે છે. સામાન્ય રીતે તો મુખ્ય ભૂકંપ થયા પછી અસંખ્ય કંપ થતા રહે છે, જેમની પ્રત્યેકની તીવ્રતા સમય જતાં ક્રમશ: ઘટતી જાય છે. આવા શ્રેણીબંધ પશ્ચકંપો ઘણા દિવસો…

વધુ વાંચો >

પશ્ચાત્-સ્ફુરણ (phosphorescence)

પશ્ચાત્–સ્ફુરણ (phosphorescence) : ખનિજોમાં જોવા મળતી પ્રકાશીય ઘટના. કુદરતમાં મળતાં કેટલાંક ખનિજો ગરમ કર્યા પછીથી, ઘસ્યા પછીથી અથવા સૂર્યપ્રકાશમાં કે એક્સ-કિરણોમાં કે પારજાંબલી કિરણોમાં કે વીજવિકિરણમાં રાખ્યા પછીથી દૃશ્ય પ્રકાશનું ઉત્સર્જન કરે છે. આ ઘટના પશ્ચાત્-સ્ફુરણ તરીકે ઓળખાય છે, તેને સ્ફુરસંદીપ્તિ પણ કહેવાય છે. ફ્લોરસ્પાર ખનિજના અમુક પ્રકારોનું ચૂર્ણ કરીને…

વધુ વાંચો >

પશ્ચિમ એશિયા

પશ્ચિમ એશિયા : એક જમાનામાં મધ્યપૂર્વ તરીકે ઓળખાતા દેશોનો વિસ્તાર. હકીકતની દૃષ્ટિએ વિચારીએ તો કોઈ પણ ભૌગોલિક વિસ્તાર માટે ‘પશ્ચિમ એશિયા’ એવો શબ્દપ્રયોગ સ્પષ્ટપણે વપરાતો જણાતો નથી. ઓગણીસમી સદીમાં આ માટે ‘મધ્યપૂર્વના દેશો’ એવો શબ્દપ્રયોગ થતો હતો; પરંતુ ‘મધ્ય-પૂર્વ’માં કયા દેશોનો સમાવેશ કરવો તે અંગે તે સમય દરમિયાન પણ અભ્યાસીઓમાં…

વધુ વાંચો >

પશ્ચિમ ઑસ્ટ્રેલિયા

પશ્ચિમ ઑસ્ટ્રેલિયા : ઑસ્ટ્રેલિયા ખંડના પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય. ઑસ્ટ્રેલિયાનાં બધાં રાજ્યોમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ તે સૌથી મોટું રાજ્ય છે. તેનો કુલ વિસ્તાર આશરે 25,25,500 ચોકિમી. જેટલો છે, જે સમગ્ર ખંડનો લગભગ 2 ભાગ આવરી લે છે. આશરે 13oથી 35o દ. અક્ષાંશ અને 112o થી 127o પૂ. રેખાંશ વચ્ચે વિસ્તરેલા આ…

વધુ વાંચો >

પશ્ચિમ ગોદાવરી

પશ્ચિમ ગોદાવરી : આંધ્રપ્રદેશ રાજ્યના 26 જિલ્લાઓમાંનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લાની પૂર્વે ગોદાવરી નદી, પશ્ચિમે એલુરુ જિલ્લો, ઉત્તરે રાજાહમુન્દ્રી અને ક્રિશ્ના જિલ્લો તેમજ બંગાળનો ઉપસાગર આવેલા છે. આ જિલ્લાની ભૂમિ સમતળ પરંતુ થોડી ઢોળાવવાળી છે. તે પૂર્વઘાટની ટેકરીઓ અને બંગાળના ઉપસાગરની વચ્ચે આવેલો…

વધુ વાંચો >

પશ્ચિમ ઘાટ (Western Ghats) (ભૂસ્તરીય)

પશ્ચિમ ઘાટ (Western Ghats) (ભૂસ્તરીય) : ભારતીય દ્વીપકલ્પના પશ્ચિમ કિનારાની અંદર તરફ 21 ઉ. અક્ષાંશથી 12o ઉ. અક્ષાંશ સુધી અરબી સમુદ્રના કિનારાને લગભગ સમાંતર અખંડિતપણે વિસ્તરેલી સહ્યાદ્રિ પર્વતમાળા. દક્ષિણમાં નીલગિરિ પર્વતોમાં તે ભળી જાય છે અને ત્યાંથી આગળ પાલઘાટના માર્ગને વટાવી અનામલાઈની ટેકરીઓને સ્વરૂપે દ્વીપકલ્પના છેક દક્ષિણ છેડા સુધી ચાલુ રહેતી…

વધુ વાંચો >

પશ્ચિમ ચંપારણ

પશ્ચિમ ચંપારણ : જુઓ ચંપારણ.

વધુ વાંચો >

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ પૂર્વ ભારતમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 210  30′ ઉ. અ.થી 270  15′ ઉ. અ. અને 850  45′ પૂ. રે.થી 890 50′ પૂ. રે. વચ્ચે આવેલું છે. આ રાજ્યનું ક્ષેત્રફળ લગભગ 88,752 ચોકિમી. જેટલું છે અને ઉત્તરે હિમાલયની તળેટીથી દક્ષિણે બંગાળના ઉપસાગર સુધી વિસ્તરેલું છે. ઉત્તરે સિક્કિમ…

વધુ વાંચો >

પશ્ચિમ-યુરોપીય ચલચિત્ર

પશ્ચિમ–યુરોપીય ચલચિત્ર : ફ્રાન્સ, જર્મની, ઇટાલી, ગ્રીસ અને સ્વીડન જેવા પશ્ચિમ યુરોપના દેશોનાં ચલચિત્રો. વિશ્વનાં ચલચિત્રો પર યુરોપીય ચલચિત્રોનો પ્રભાવ પ્રારંભથી રહ્યો છે. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં યુરોપીય ચલચિત્રો આંતરરાષ્ટ્રીય બજાર પર પ્રભુત્વ ધરાવતાં હતાં. બીજા વિશ્વયુદ્ધે યુરોપીય ચિત્ર-ઉદ્યોગ પર બહુ મોટા પ્રમાણમાં અસર કરી. યુદ્ધ ચાલુ હતું તે દરમિયાન અથવા…

વધુ વાંચો >

પહેલવી ભાષા અને સાહિત્ય

Jan 2, 1999

પહેલવી ભાષા અને સાહિત્ય : પ્રાચીન ફારસી ઝંદ ભાષામાંથી ઉદભવેલી ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. મહાન સિકંદરના આક્રમણે (ઈ. પૂ. 331) ઈરાનનું પ્રાચીન સામ્રાજ્ય નષ્ટ થયું. તે પછી સાસાનિયન સામ્રાજ્ય(ઈ. સ. 226-641)ના પ્રભુત્વ તળે રાષ્ટ્રનું પુનર્નિર્માણ થયું. આ સમય દરમિયાન ઈરાનની પ્રાચીન સંસ્કૃતિનું દ્યોતક સ્વરૂપ પ્રગટ કરનાર ભાષા તે પહેલવી.…

વધુ વાંચો >

પહેલવી મોહમ્મદ રેઝા શાહ

Jan 2, 1999

પહેલવી, મોહમ્મદ રેઝા શાહ (જ. 26 ઑક્ટોબર 1919, તહેરાન; અ. 27 જુલાઈ 1980, કેરો) : 1941થી 1979 સુધી ઈરાનના શાહ. 1925ની સાલમાં ઈરાનમાં રેઝા શાહ પહેલવી, પહેલવી સલ્તનતના સ્થાપક બન્યા. તેઓ લશ્કરના અધિકારી હતા. મોહમ્મદ રેઝા, રેઝા શાહ પહેલવીના જ્યેષ્ઠ પુત્ર હતા. મોહમ્મદ રેઝાનું ભણતર સ્વિટ્ઝર્લૅન્ડમાં થયેલું અને તેઓ 1935ની…

વધુ વાંચો >

પળ્ળૂ

Jan 2, 1999

પળ્ળૂ : તમિળ નાટકનું પ્રાચીન સ્વરૂપ. વિદ્વાનોના મત પ્રમાણે ‘પન્નિરુ પાટ્ટિયલ’ નામના વ્યાકરણગ્રંથમાં જેનો ઉલ્લેખ છે તે ઉળત્તિપાટુ (કૃષિગીત) સમય જતાં પળ્ળૂ કહેવાયું. એમાં વિશેષત: ખેડૂતોના સામાજિક જીવનનું ચિત્રણ થયેલું હોય છે. એમાંની કથાની રૂપરેખા આવી હોય છે : ખેડૂત સ્ત્રીઓમાં અંદરઅંદર વિખવાદ અને ઉગ્ર બોલાચાલી થાય, જમીનદાર પાસે જઈને…

વધુ વાંચો >