૧૦.૦૫
નહેરુ (નેહરુ), બી. કે.થી નાઇટ્રોજનસ્થાપન (nitrogen fixation)
નહેરુ (નેહરુ) બી. કે.
નહેરુ (નેહરુ), બી. કે. (જ. 4 સપ્ટેમ્બર 1909, અલ્લાહાબાદ, ઉ.પ્ર.; અ. 31 ઑક્ટોબર 2001, કસૌલી, હિમાચલપ્રદેશ) : ભારતીય રાજપુરુષ. આખું નામ બ્રિજકિશોર નહેરુ. બ્રિજલાલ અને રામેશ્વરી નહેરુના પુત્ર. બી.એસસી. સુધીનું તેમનું શિક્ષણ અલ્લાહાબાદ ખાતે થયું. ત્યારબાદ તેમણે લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાંથી અર્થશાસ્ત્રમાં બી.એસસી.ની ડિગ્રી હાંસલ કરી. તેઓ બેલિઓલ કૉલેજ(ઑક્સફર્ડ)માંથી પણ…
વધુ વાંચો >નહેરુ (નેહરુ), મોતીલાલ
નહેરુ (નેહરુ), મોતીલાલ (જ. 6 મે 1861, આગ્રા; અ. 6 ફેબ્રુઆરી 1931, અલ્લાહાબાદ) : પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, સ્વાતંત્ર્યસેનાની અને ભારતના અગ્રણી રાજપુરુષ. પિતા ગંગાધર 1857ના બળવા પહેલાં દિલ્હીના કોટવાલ હતા. ત્યાંથી આગ્રા સ્થળાંતર કર્યું. મોતીલાલના જન્મના ત્રણ મહિના અગાઉ પિતાનું અવસાન થવાથી મોટા ભાઈ નંદલાલ સાથે અલ્લાહાબાદ રહેવા ગયા. મૅટ્રિક પાસ…
વધુ વાંચો >નહેરુ (નેહરુ), રામેશ્વરી
નહેરુ (નેહરુ), રામેશ્વરી (જ. 10 ડિસેમ્બર 1886, લાહોર; અ. 7 નવેમ્બર 1966) : અગ્રણી સામાજિક કાર્યકર. પંજાબમાં ઉછેર. પિતા દીવાનબહાદુર રાજા નરેન્દ્રનાથ પંજાબના અગ્રણી રાજકીય નેતા હતા. તેઓ સંયુક્ત પંજાબની વિધાનસભામાં પણ ચૂંટાયા હતા. શરૂઆતનું શિક્ષણ પરિવારમાં જ થયું. સોળમા વર્ષે બ્રિજલાલ નહેરુ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં. બ્રિજલાલ મોતીલાલ નહેરુના…
વધુ વાંચો >નહેરુ (નેહરુ) સ્ટેડિયમ
નહેરુ (નેહરુ) સ્ટેડિયમ : નવી દિલ્હીના લોદી માર્ગ પાસે આવેલું અદ્યતન સુવિધાઓ ધરાવતું રમતગમતનું સ્ટેડિયમ. 15 એકર જમીન પર 60,254 પ્રેક્ષકોને સમાવતું આ સ્ટેડિયમ નવમા એશિયાઈ રમતોત્સવનું મુખ્ય કેન્દ્ર હતું. એ એશિયાઈ રમતોત્સવના ઉદ્ઘાટન અને સમાપનનો ભવ્ય કાર્યક્રમ અહીં યોજાયો હતો. પં. જવાહરલાલ નહેરુના નામ સાથે સંકળાયેલા આ વિશાળ સ્ટેડિયમમાં…
વધુ વાંચો >નળ સરોવર
નળ સરોવર : અમદાવાદથી નૈર્ઋત્ય તરફ 59.55 કિમી.ના અંતરે અમદાવાદ-સુરેન્દ્રનગરની જિલ્લા સરહદ નજીક અમદાવાદ જિલ્લામાં આવેલું સરોવર. ભૌગોલિક સ્થાન : 22° 48´ ઉ.અ. અને 72° 03´ પૂ. રે.. તેનું કુલ ક્ષેત્રફળ 126.11 ચોકિમી. છે. લંબાઈ 32 કિમી. અને પહોળાઈ 6 કિમી જેટલી છે. આ સરોવર સાવ છીછરું છે. વર્ષના મોટા…
વધુ વાંચો >નળાખ્યાન
નળાખ્યાન (1686) : મધ્યકાલીન ગુજરાતી કવિવર પ્રેમાનંદરચિત આખ્યાન. મૂળ મહાભારતના આરણ્યક પર્વમાંના નલોપાખ્યાનના કથાવસ્તુનો મધ્યકાલીન જૈન કવિઓએ ઉપયોગ કર્યા પછી આખ્યાન રૂપે જૈનેતર કવિઓમાં ઈસવી સનની પંદરમી સદીના ઉત્તરાર્ધથી સોળમી સદીના પૂર્વાર્ધ દરમિયાન થઈ ગયેલા ભાલણે તેનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. પોતાના 30 કડવાંના ‘નળાખ્યાન’માં એણે જણાવ્યા પ્રમાણે શ્રીહર્ષના ‘નૈષધીયચરિત’…
વધુ વાંચો >નંગા પર્વત
નંગા પર્વત : પશ્ચિમ હિમાલયમાં આવેલાં ઉન્નત ગિરિશિખરો પૈકીનું એક. હિમાલયનાં ઊંચાં શિખરોમાં તેનું નવમું સ્થાન છે. તેની ઊંચાઈ 8,126 મીટર છે. ભૌગોલિક સ્થાન : 35° 15´ ઉ. અ. અને 74° 36´ પૂ. રે.. ભૂમિતળથી ટોચ સુધીની ઊંચાઈના સંદર્ભમાં જોતાં તે સંભવત: દુનિયાભરનું સૌથી વધુ ઊંચાઈ ધરાવતાં શિખરો પૈકીનું એક…
વધુ વાંચો >નંદકુમાર મહારાજા
નંદકુમાર, મહારાજા (આશરે અઢારમી સદીનો ઉત્તરાર્ધ) : બંગાળના નવાબ મીરજાફરનો દીવાન. બંગાળનો પ્રતિષ્ઠિત અને વગદાર બ્રાહ્મણ. સમાજના ઉચ્ચ ગણાતા લોકોનો સંપર્ક તે ધરાવતો હતો. બંગાળમાંથી મુસલમાનોના અમલનો નાશ કરવા તે ઉત્સુક હતો. બંગાળમાં સિરાજુદ્દૌલાના સમયથી થયેલા બધા રાજ્યપલટામાં તેણે મહત્વનો ભાગ ભજવ્યો હતો. બંગાળના ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્ઝે (1772-1785) મીરકાસિમને…
વધુ વાંચો >નંદબત્રીસી
નંદબત્રીસી : મધ્યકાલીન ગુજરાતી કવિ શામળે રચેલી પદ્યવાર્તા. શામળ ‘નંદબત્રીસી’ને અંતે કહે છે : ‘કામિનીને જીતી જેહણે, જુગ બાધો જિત્યો તેહણે, છેલ્લો અક્ષર કહું છું સહી પરનારી સંગ કરવો નહીં.’ દૃઢ બદ્ધમૂલ શંકાનો કીડો એક વાર ચિત્તમાં પેઠા પછી માનવીના સત્વને કેવો તો કોરી ખાય છે તે આ કથાનો વિષય…
વધુ વાંચો >નંદ, ભારદ્વાજ
નંદ, ભારદ્વાજ (જ. 1948, મદપુરા, જિ. બાડમેર, રાજસ્થાન) : રાજસ્થાની નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર તથા હિંદી કવિ અને વિવેચક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘સામ્હી ખુલતૌ મારગ’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી હિંદી સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી અને 1971થી પત્રકારત્વ અપનાવ્યું. જોધપુરથી પ્રકાશિત…
વધુ વાંચો >નાઇટ્રિક ઍસિડ
નાઇટ્રિક ઍસિડ : એક પ્રબળ અકાર્બનિક ખનિજ (mineral) ઍસિડ. સૂત્ર HNO3. શુદ્ધ નાઇટ્રિક ઍસિડ રંગવિહીન પ્રવાહી છે. તેનું ઉ.બિંદુ 83° સે., બાષ્પદબાણ 62 મિમી.(25° સે.), શ્યાનતા 0.761 સેપો.(25° સે.), ઘનતા 1.52 (25° સે.), અને ઠારબિંદુ –47° સે. છે. તેના ઉપર પ્રકાશ પડવાથી તેમાંથી NO2 ઉત્પન્ન થવાને લીધે તેનું દ્રાવણ પીળા…
વધુ વાંચો >નાઇટ્રીકરણ (nitrification)
નાઇટ્રીકરણ (nitrification) : સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિજ અને પ્રાણિજ અવશિષ્ટ દ્રવ્ય તેમજ મૃત અવશેષોમાંના એમોનિયાનું ઉપચયન કરી નાઇટ્રેટમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા. એમોનિયામાંથી નાઇટ્રેટ બનવાની પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. નાઇટ્રીકરણ વિશેની માહિતી 1877માં સૌપ્રથમ સ્ક્લોશિંગ અને મુન્ટ્ઝ નામના વૈજ્ઞાનિકોએ મેળવી હતી. જ્યારે વિનોગ્રાડ્સ્કીએ આ પ્રક્રિયા માટે જવાબદાર બૅક્ટેરિયાની શોધ કરી હતી.…
વધુ વાંચો >નાઇટ્રેટ
નાઇટ્રેટ : નાઇટ્રિક ઍસિડમાંથી મેળવાતાં સંયોજનોના બે વર્ગો (ક્ષારો અને એસ્ટરો) પૈકીનું ગમે તે એક સંયોજન. ક્ષારો (દા. ત., NH4NO3) આયનિક સંયોજનો હોય છે અને તેમાં નાઇટ્રેટ ઋણાયન (NO3–) તરીકે હોય છે. એસ્ટરો નાઇટ્રિક ઍસિડના સહસંયોજક સંયોજનો હોય છે અને તેમની સંરચના R-O-NO2 હોય છે, જેમાં R એ એક કાર્બનિક…
વધુ વાંચો >નાઇટ્રેટ ઑર્ગૅનિક (આયુર્વિજ્ઞાન)
નાઇટ્રેટ ઑર્ગૅનિક (આયુર્વિજ્ઞાન) : હૃદયની નસો સંકોચાવાથી થતા દુખાવાની સારવારમાં વપરાતું ઔષધ. હૃદયના સ્નાયુની નસોમાં જ્યારે લોહી ઓછા પ્રમાણમાં વહે તો તેને હૃદ્-સ્નાયુની અલ્પરુધિરવાહિતા (myocardial ischaemia) કહે છે. તેનાથી થતા હૃદયના રોગને અલ્પરુધિરવાહી હૃદયરોગ (ischaemic heart disease) કહે છે. તેમાં કામ કરતાં કે બેઠાં બેઠાં છાતીમાં દુખાવો થાય તો તેને…
વધુ વાંચો >નાઇટ્રેશન
નાઇટ્રેશન : એક અથવા વધુ નાઇટ્રોસમૂહ (NO2) પ્રક્રિયક અણુમાં ઉમેરાઈને નાઇટ્રોસંયોજનો બનાવતી રાસાયણિક પ્રક્રિયા. આ નાઇટ્રોસમૂહ પ્રક્રિયામાં રહેલા કાર્બન, ઑક્સિજન કે નાઇટ્રોજન સાથે જોડાઈ અનુક્રમે નાઇટ્રો-પૅરેફિન/નાઇટ્રો ઍરોમૅટિક, એસ્ટર કે નાઇટ્રો-એમાઇન સંયોજનો બનાવે છે : –NO2 સમૂહનું ‘C’ સાથેનું જોડાણ ઉપર દર્શાવેલી પ્રત્યેક પ્રક્રિયામાં નાઇટ્રોસમૂહ હાઇડ્રોજન પરમાણુને ખસેડીને પ્રક્રિયક સાથે જોડાય…
વધુ વાંચો >નાઇટ્રોગ્લિસરીન (ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ)
નાઇટ્રોગ્લિસરીન (ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ) : નાઇટ્રોજનનું 18.5 % જેટલું ઊંચું પ્રમાણ ધરાવતું પ્રબળ નાઇટ્રોવિસ્ફોટક અને ડાઇનમાઇટનો મુખ્ય ઘટક. રાસાયણિક સૂત્ર C3H5(ONO2)3. 1846માં ઇટાલિયન રસાયણજ્ઞ અસ્કાનિયો સોબ્રેરોએ 10° સે. અથવા તેથી નીચા તાપમાને રહેલા સાંદ્ર નાઇટ્રિક અને સલ્ફયુરિક ઍસિડના મિશ્રણમાં ધીમે ધીમે ગ્લિસરીન ઉમેરતા જઈ તે મેળવેલું. નાઇટ્રોગ્લિસરીન, ઍસિડ મિશ્રણ ઉપર ઉપલા…
વધુ વાંચો >નાઇટ્રોજન
નાઇટ્રોજન : આવર્તક કોષ્ટકના 15મા (અગાઉ VB) સમૂહનું સૌથી ઓછું વજન ધરાવતું રાસાયણિક અધાતુ તત્વ. સંજ્ઞા N. પરમાણુક્રમાંક 7 અને પરમાણુભાર 14.0067. વનસ્પતિ અને પ્રાણીના શરીરનું એક અગત્યનું તત્વ. તેની શોધ માટેનું માન એડિનબરોના ઔષધશાસ્ત્રના વિદ્યાર્થી ડૅનિયલ રુધરફર્ડ (1772) (વૉલ્ટર સ્કૉટના ભત્રીજા), અંગ્રેજ રસાયણશાસ્ત્રી જૉસેફ પ્રિસ્ટલી, હેન્રી કૅવેન્ડિશ અને સ્વીડિશ…
વધુ વાંચો >નાઇટ્રોજન-ચક્ર (nitrogen cycle)
નાઇટ્રોજન-ચક્ર (nitrogen cycle) : કુદરતી જૈવિક, અને રાસાયણિક પ્રક્રમો દ્વારા પૃથ્વી પરનાં વાતાવરણ, પાણી, જમીન અને વનસ્પતિ તેમજ પ્રાણીસૃષ્ટિ વચ્ચે નાઇટ્રોજનનું વિવિધ સ્વરૂપે સતત પરિવહન. પર્યાવરણમાં રાસાયણિક તત્વોનાં વિવિધ ચક્રો પૈકીનું તે એક મુખ્ય ચક્ર છે. તેમાં એમોનીકરણ (ammonification), એમોનિયાનું પરિપાચન (assimilation), નાઇટ્રીકરણ (nitrification), નાઇટ્રેટનું પરિપાચન, નાઇટ્રોજન સ્થિરીકરણ અથવા સ્થાપન…
વધુ વાંચો >નાઇટ્રોજનના ઑક્સાઇડો
નાઇટ્રોજનના ઑક્સાઇડો : નાઇટ્રોજનનાં ઑક્સિજન સાથેનાં રાસાયણિક સંયોજનો. હવામાં આ બંને તત્વો હાજર હોવા છતાં સીધાં જોડાઈ શકતાં નથી; પરંતુ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સંયોજાય છે. નાઇટ્રોજનના અનેક ઑક્સાઇડ જાણીતાં છે. નીચેના કોષ્ટકમાં જાણીતા ઑક્સાઇડ તેમનાં બંધારણો તથા બનાવવાની રીતો તથા પ્રત્યેકના ઉપચયન-આંક દર્શાવ્યા છે. નાઇટ્રસ ઑક્સાઇડ તથા નાઇટ્રિક ઑક્સાઇડ :…
વધુ વાંચો >નાઇટ્રોજન સ્થાપક જીવાણુ (nitrogen fixing bacteria)
નાઇટ્રોજન સ્થાપક જીવાણુ (nitrogen fixing bacteria) : હવામાં રહેલ નાઇટ્રોજનનું અપચયન કરી તેને સંકીર્ણ પદાર્થમાં ફેરવવાની ક્ષમતા ધરાવતા સૂક્ષ્મજીવો. ડાયેઝોટ્રૉફ નામે ઓળખાતા આ બૅક્ટેરિયાનો સમૂહ મુક્ત નાઇટ્રોજન(N2)ને એમોનિયા(NH3)માં ફેરવી શકે છે. વીજળી(lightning), પારજાંબલી કિરણો અને દહનને લીધે સ્થિરીકરણ થતું હોય છે. પણ જેટલું વૈશ્વિક સ્થિરીકરણ માત્ર જૈવિક પ્રક્રિયાને આભારી હોય…
વધુ વાંચો >