ખંડ ૫

કિઓન્જારથી ક્રિમોના

કિઓન્જાર

કિઓન્જાર (Keonjhar) : ઓડિસાના ઉત્તરભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 11’થી 22o 10′ ઉ. અ. અને 85o 11’થી 86o 22′ પૂ.રે. વચ્ચેનો 8337 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ ઝારખંડ રાજ્યનો પશ્ચિમ સિંગભૂમ જિલ્લો, પૂર્વ તરફ મયૂરભંજ, બાલેર અને…

વધુ વાંચો >

કિકુમારો

કિકુમારો (જ. આશરે 1780, જાપાન; અ. 1820 પછી, જાપાન) : જાપાનની પ્રસિદ્ધ કાષ્ઠછાપ ચિત્રકલા (woodcut printing) ઉકિયો-ઈ(Ukio-E)નો ચિત્રકાર. પ્રસિદ્ધ ચિત્રકાર કિતાગાવા ઉતામારોનો તે શિષ્ય હતો. ગુરુની પેઠે કિકુમારો પણ ગેઇશા યુવતીઓ અને ટોકિયોના પોશીબારાની વેશ્યાવાડાની રૂપજીવિનીઓના આલેખનમાં સફળ થયો. વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત અને ભભકાદાર વસ્ત્રો પરિધાન કરેલી ગેઇશા યુવતીઓ અને…

વધુ વાંચો >

કિગાલી

કિગાલી : મધ્ય આફ્રિકાના રાજ્ય રુઆન્ડાની રાજધાની. મધ્ય આફ્રિકામાં 1962માં ‘યુનાઇટેડ નૅશન્સ ટ્રસ્ટ ટેરિટરી ઑવ્ રુઆન્ડા-બુરુન્ડીમાંથી રુઆન્ડા છૂટું પડી નવું રાષ્ટ્ર બન્યું. લગભગ 1,000થી 1,500 મી.ની ઊંચાઈ ધરાવતા પહાડી વિસ્તારની વચમાં આશરે એકાદ હજાર મી.ની ઊંચાઈ ધરાવતું આ પાટનગર 1º.57′ દ.અ. અને 30º.04′ પૂ.રે. પર આવેલું છે. દેશના મધ્યભાગમાં આવેલું…

વધુ વાંચો >

કિચલુ ડૉ. સૈફુદ્દીન

કિચલુ, ડૉ. સૈફુદ્દીન (જ. 15 જાન્યુઆરી 1888; અમૃતસર, પંજાબ; અ. 9 ઑક્ટોબર 1963, ન્યૂ દિલ્હી) : ભારતના સ્વાતંત્ર્યસેનાની તથા રાષ્ટ્રવાદી મુસ્લિમ રાજનીતિજ્ઞ. કાશ્મીરી મુસ્લિમ કુટુંબમાં જન્મ. માધ્યમિક શિક્ષણ અમૃતસરમાં, કૉલેજશિક્ષણ આગ્રા તથા અલીગઢમાં લીધુ. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી બી.એ., લંડન યુનિવર્સિટીમાંથી બાર-ઍટ-લૉ તથા જર્મનીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. 1915માં અમૃતસરમાં વકીલાત સાથે…

વધુ વાંચો >

કિઝીલકુમનું રણ

કિઝીલકુમનું રણ : જુઓ રણ.

વધુ વાંચો >

કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના-અમેરિકા

કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના, અમેરિકા : અમેરિકાની આધુનિક ઉપકરણોથી સુસજ્જ રાષ્ટ્રીય વેધશાળા. કોઈ એક જ સ્થળે અહીં જેટલાં તથા અહીં છે તેવાં ઉપકરણો ભાગ્યે જ જોવા મળે. આ વેધશાળા ખરા અર્થમાં રાષ્ટ્રીય છે, કારણ કે અમેરિકાની ઘણી બધી શિક્ષણ અને સંશોધન સંસ્થાઓ તેમજ સ્ટીવર્ડ, મૅકગ્રો હિલ, નૅશનલ સોલર…

વધુ વાંચો >

કિડ ટોમસ

કિડ ટોમસ (જ. 6 નવેમ્બર 1558, બેપ્ટિઝમ, લંડન; અ. 30 ડિસેમ્બર 1594, લંડન) : એલિઝાબેથન યુગના અંગ્રેજી નાટ્યકાર. લંડનની મર્ચન્ટ ટેલર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને થોડો સમય દસ્તાવેજ-લેખક તરીકેનો વ્યવસાય કર્યો. સમકાલીન નામી નાટ્યકાર માર્લો સાથે તેમને ગાઢ મૈત્રી હતી. તેમની કૃતિઓમાં ‘ધ સ્પૅનિશ ટ્રૅજેડી’ (1592) ખૂબ ખ્યાતિ પામેલું નાટક…

વધુ વાંચો >

કિડલૅન્ડ ફિન

કિડલૅન્ડ, ફિન (જ. 1 ડિસેમ્બર 1943, નોર્વે-) : વર્ષ 2004 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા નૉર્વેજિયન અર્થશાસ્ત્રી. તેમણે તથા તેમના પીએચ.ડી.ના માર્ગદર્શક અમેરિકન અર્થશાસ્ત્રી એડ્વર્ડ પ્રેસકૉટને સંયુક્ત રીતે આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રના ચાવીરૂપ ગણાય તેવાં બે ક્ષેત્રો (key areas) એટલે વ્યાપારચક્રો ઉદ્ભવવાનાં કારણો અને તેમને પહોંચી…

વધુ વાંચો >

કિડવાઈ રફી અહમદ

કિડવાઈ, રફી અહમદ (જ. 18 ફેબ્રુઆરી 1894, મસૌલી, જિ. બારાબંકી, ઉત્તરપ્રદેશ; અ. 24 ઑક્ટોબર 1954, નવી દિલ્હી) : સ્વાતંત્ર્ય-સૈનિક, કૉંગ્રેસી નેતા અને દેશમાંથી હિંમતપૂર્વક માપબંધી દૂર કરનાર કેન્દ્ર સરકારના અન્નખાતાના મંત્રી. આશરે એક હજાર વર્ષ અગાઉ, તેમના પૂર્વજ કાજી કિડવા મહંમદ ગઝનીના રસાલા સાથે ભારત આવ્યા હતા. 1918માં અલીગઢની એમ.એ.ઓ.…

વધુ વાંચો >

કિતાઈ રોનાલ્ડ બ્રૂક્સ

કિતાઈ, રોનાલ્ડ બ્રૂક્સ (Kitaj, Ronald Brooks) (જ. 29 ઑક્ટોબર 1932, ક્લીવલૅન્ડ, ઓહાયો, અમેરિકા; અ. 21 ઑક્ટોબર 2007, લોસ એન્જલિસ, કૅલિફોર્નિયા, યુ. એસ.) : આધુનિક જીવનનું આલેખન કરનાર અમેરિકન ચિત્રકાર. તેમનો જન્મ મૂળ હંગેરીથી આવી અમેરિકામાં વસેલા પરિવારમાં થયો હતો. બ્રિટિશ પૉપ કલાના વિકાસમાં તેમનો મહત્વનો ફાળો છે. 1951થી 1955 સુધી…

વધુ વાંચો >

કૅન્સર અંડપિંડ(ovary)નું

Jan 14, 1993

કૅન્સર, અંડપિંડ(ovary)નું : સ્ત્રીઓના જનનપિંડ(gonad)નું કૅન્સર થવું તે. અંડપિંડનો આકાર ફોલેલી બદામ જેવો હોય છે. તે શ્રોણીગુહા(pelvic cavity)ના ઉપલા ભાગમાં અંડવાહિનીઓ અથવા અંડનળીઓ(fallopian tubes)ના દૂરના છેડે આવેલા હોય છે. કેડનાં હાડકાંની વચ્ચેની બખોલ જેવા પેટના પોલાણના નીચલા ભાગને શ્રોણી (pelvis) કહે છે. અંડપિંડ પહોળા તંતુબંધ (broad ligament) અને અંડપિંડી તંતુબંધ…

વધુ વાંચો >

કૅન્સર અંત:સ્રાવી (endocrine) ગ્રંથિઓનું

Jan 14, 1993

કૅન્સર, અંત:સ્રાવી (endocrine) ગ્રંથિઓનું : અંત:સ્રાવી કોષોનું કૅન્સર થવું તે. જેમાંથી કોઈ રસ ઝરે તે પેશી કે અવયવને ગ્રંથિ (gland) કહે છે. તે 2 પ્રકારની હોય છે – નલિકારહિત (ductless) અને નલિકાવાળી. નલિકારહિત ગ્રંથિને અંત:સ્રાવી ગ્રંથિ પણ કહે છે. તેનો રસ કોઈ નળી દ્વારા બહાર આવતો નથી પરંતુ તેનો રસ…

વધુ વાંચો >

કૅન્સર ઔષધચિકિત્સા : જુઓ કૅન્સર.

Jan 14, 1993

કૅન્સર ઔષધચિકિત્સા : જુઓ કૅન્સર.

વધુ વાંચો >

કૅન્સરઔષધો : જુઓ કૅન્સર.

Jan 14, 1993

કૅન્સરઔષધો : જુઓ કૅન્સર.

વધુ વાંચો >

કૅન્સરકારકો : જુઓ કૅન્સર.

Jan 14, 1993

કૅન્સરકારકો : જુઓ કૅન્સર.

વધુ વાંચો >

કૅન્સર ગર્ભાવરણનું (choriocarcinoma)

Jan 14, 1993

કૅન્સર, ગર્ભાવરણનું (choriocarcinoma) : ગર્ભનાં આવરણો-(chorion)ની પેશીનું કૅન્સર થવું તે. ગર્ભને પોષણ મળી રહે તે માટે ગર્ભપોષક પેશી(gestational trophoblast)નો વિકાસ થાય છે. આ પોષકપેશીના રોગોને ગર્ભપોષક પેશીય રોગ (gestational trophoblastic disease, GTD) કહે છે. તેમાં 4 વિકારોનો સમાવેશ થાય છે – (1) બહુકોષ્ઠાર્બુદ (hydatidiform mole), (2) ઓર-સ્થાની ગાંઠ (placental site…

વધુ વાંચો >

કૅન્સર ગર્ભાશય-કાય અને અંડનળીનું

Jan 14, 1993

કૅન્સર, ગર્ભાશય-કાય અને અંડનળીનું : ગર્ભાશય-કાય(body of uterus)નું કૅન્સર થવું તે. તેને ગર્ભાશયાંત:સ્તર(endometrium)નું કૅન્સર પણ કહે છે. ગર્ભાશયના મુખ્ય 3 ભાગ છે : મુખ્ય પોલાણવાળો ભાગ અથવા કાય (body), અંડનળીઓ અને ગર્ભાશય-ગ્રીવા (cervix). ગર્ભાશયમાંના પોલાણની આસપાસની સપાટી બનાવતા પડને ગર્ભાશયાંત:સ્તર (endometrium) કહે છે, જ્યારે તેની આસપાસના સ્નાયુવાળા પડને ગર્ભાશય-સ્નાયુસ્તર (myometrium)…

વધુ વાંચો >

કૅન્સર ગર્ભાશયના મુખ(ગ્રીવા)(uterine cervix)નું

Jan 14, 1993

કૅન્સર, ગર્ભાશયના મુખ(ગ્રીવા)(uterine cervix)નું : ગર્ભાશયની ગ્રીવા અથવા મુખનું કૅન્સર થવું તે. તેને અંગ્રેજીમાં ટૂંકમાં કૅન્સર સર્વિક્સ પણ કહે છે. સ્ત્રીઓનાં અંદરનાં જનનાંગો(genitalia)માં મુખ્ય અવયવો છે : અંડપિંડ (ovary), ગર્ભાશય (uterus) અને  યોનિ (vagina). ગર્ભાશયના મુખ્ય ત્રણ ભાગ છે : ગર્ભાશય-કાય (body of uterus), બે અંડવાહિનીઓ અથવા અંડનળીઓ (fallopian tubes)…

વધુ વાંચો >

કૅન્સર ગુદામાર્ગ(anal canal)નું

Jan 14, 1993

કૅન્સર, ગુદામાર્ગ(anal canal)નું : અમેરિકામાં દર વર્ષે 6,000 નવા દર્દીઓ આ રોગથી પીડાય છે. 50 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓ અને ખાસ કરીને સ્ત્રીઓમાં તે વધુ જોવા મળે છે. તેનું કારણ જાણી શકાયું નથી પરંતુ ગુદામાર્ગમાં શોથ (inflammation) કે મસા(piles)ને કારણે જો લાંબા ગાળાનું ક્ષોભન (irritation) રહે તો ગુદામાર્ગનું કૅન્સર થવાની…

વધુ વાંચો >

કૅન્સર ચામડીનું

Jan 14, 1993

કૅન્સર, ચામડીનું : ચામડીનું કૅન્સર થવું તે. ચામડી શરીરનું બહારનું આવરણ બનાવે છે. તેમાં વિવિધ પ્રકારનાં કૅન્સર વિકસે છે. દા.ત. તલીય કોષ (basal cell)  કૅન્સર, શલ્કસમ કોષ (squamous cell) કૅન્સર, કૃષ્ણકોષી કૅન્સર (malignant melanoma), ત્વકીય લસિકાર્બુદ (cutaneous lymphoma) તથા કાપોસીનું માંસાર્બુદ (Kaposi’s sarcoma). અમેરિકામાં તેનું પ્રમાણ સૌથી વધુ છે. વસ્તીરોગવિદ્યા…

વધુ વાંચો >