ખંડ ૨૨

સઆદત યારખાન ‘રંગીન’થી સાગ

સઆદત યારખાન ‘રંગીન’

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સઆલિબી

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સઈદ નફીસી

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સકરટેટી (ખડબૂચું)

સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…

વધુ વાંચો >

સકાળ

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સક્કારી બાલાચાર્ય

સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…

વધુ વાંચો >

સલ્ફર ચક્ર

Jan 15, 2007

સલ્ફર ચક્ર : સલ્ફરયુક્ત અવસાદી (sedimentary) ચક્ર. વાતાવરણમાં તે H2S, SO2 જેવા વાયુ સ્વરૂપે અને મૃદામાં સલ્ફેટ, સલ્ફાઇડ અને કાર્બનિક-સલ્ફર-સ્વરૂપે મળી આવે છે. વાતાવરણમાં રહેલો SO2 વાયુ જ્વાળામુખી દ્વારા અને વનસ્પતિઓને બાળવાથી ઉત્પન્ન થાય છે. જોકે અશ્મી-બળતણમાં રહેલા સલ્ફાઇડ અને કાર્બનિક-Sના ઑક્સિડેશન દ્વારા વિપુલ જથ્થામાં ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે…

વધુ વાંચો >

સલ્ફર ટ્રાયૉક્સાઇડ

Jan 16, 2007

સલ્ફર ટ્રાયૉક્સાઇડ : સલ્ફ્યુરિક ઍસિડના ઉત્પાદનમાં ઉપયોગી એવો ગંધક(સલ્ફર)નો એક અગત્યનો ઑક્સાઇડ. સૂત્ર SO3 [સલ્ફર(VI) ઑક્સાઇડ]. બનાવવાની પદ્ધતિઓ : મોટા પાયા પર સલ્ફર ટ્રાયૉક્સાઇડનું ઉત્પાદન 400°થી 665° સે. તાપમાને સલ્ફર ડાયૉક્સાઇડના ઉદ્દીપકીય (catalytic) ઉપચયન દ્વારા મેળવાય છે. ઉદ્દીપક તરીકે વૅનેડિયમ પેન્ટૉક્સાઇડ (V2O5) વપરાય છે. જોકે આ માટે પ્લૅટિનમ ધાતુ, નિકલ…

વધુ વાંચો >

સલ્ફર ડાયૉક્સાઇડ [સલ્ફર (IV) ઑક્સાઇડ]

Jan 16, 2007

સલ્ફર ડાયૉક્સાઇડ [સલ્ફર (IV) ઑક્સાઇડ] : ગંધક(sulphur)નું ઑક્સિજન સાથેનું વાયુરૂપ સંયોજન. સૂત્ર SO2. વ્યાપારી દૃષ્ટિએ તેનું મોટા પાયા પર ઉત્પાદન ગંધકને હવામાં બાળીને અથવા પાયરાઇટ (FeS2) જેવા અયસ્કોના ભૂંજન (roasting) દ્વારા કરવામાં આવે છે. S + O2 → SO2 4FeS2 + 11O2 → 2Fe2O3 + 8SO2 સલ્ફ્યુરિક ઍસિડના ઉત્પાદન માટે…

વધુ વાંચો >

સલ્ફાઇટ

Jan 16, 2007

સલ્ફાઇટ : અસ્થાયી એવા સલ્ફ્યુરસ ઍસિડ (H2SO3)માંથી મેળવાતા ક્ષાર (salt) અથવા એસ્ટર (ester). ક્ષારો ટ્રાઇ-ઑક્સોસલ્ફેટ(VI) આયન  ધરાવે છે, જેમાં ઑક્સો-એનાયનમાંના સલ્ફરનો ઉપચયનાંક (oxidation number) +4 હોય છે. આ ઉપચયનાંક સલ્ફરના વિવિધ ઉપચયનાંકોની પરાસમાં વચ્ચેનો છે. આથી સલ્ફાઇટ ક્ષારો સંજોગો પ્રમાણે ઉપચયનકર્તા (oxidant) તેમજ અપચયનકર્તા (reductant)  એમ બંને રીતે વર્તી શકે…

વધુ વાંચો >

સલ્ફાઇડ (sulphide)

Jan 16, 2007

સલ્ફાઇડ (sulphide) : સલ્ફરનાં વધુ વિદ્યુત-ધનાત્મક (electropositive) તત્ત્વો સાથેનાં અકાર્બનિક સંયોજનો (દા.ત., સોડિયમ સલ્ફાઇડ) અથવા બે હાઇડ્રોકાર્બન સમૂહ સાથે જોડાયેલ S-સમૂહ ધરાવતાં કાર્બનિક સંયોજનો. અધાતુ તત્ત્વો સાથેના સલ્ફરનાં સંયોજનો સહસંયોજક પ્રકારનાં હોય છે; દા.ત., હાઇડ્રોજન સલ્ફાઇડ, H2S. ધાતુઓ S2 આયન ધરાવતા આયનિક સલ્ફાઇડ આપે છે. આમ તે H2Sનાં લવણો (salts)…

વધુ વાંચો >

સલ્ફાઇડ-સમૃદ્ધિ-નિક્ષેપો

Jan 16, 2007

સલ્ફાઇડ–સમૃદ્ધિ–નિક્ષેપો : ભૂપૃષ્ઠમાં ઓછી ઊંડાઈએ ઑક્સીભૂત નિક્ષેપોમાંથી ટપકી ટપકીને જમાવટ પામતા પરિણામી નિક્ષેપો. ઑક્સીભૂત વિભાગમાંથી સ્રવીને ધાત્વિક દ્રાવણો જ્યારે ભૂગર્ભ જળસપાટીથી નીચે તરફ પહોંચે છે ત્યારે ત્યાં મુક્ત ઑક્સિજનની ઉપલબ્ધિ ન હોવાથી, સ્રાવદ્રવ્ય પરિણામી સલ્ફાઇડ (secondary sulphide) સ્વરૂપે જમા થાય છે. ઑક્સીભૂત વિભાગમાંથી છૂટાં પડેલાં ધાત્વિક દ્રવ્યો અહીં અગાઉથી અસ્તિત્વ…

વધુ વાંચો >

સલ્ફેટ

Jan 16, 2007

સલ્ફેટ : સલ્ફ્યુરિક ઍસિડ સાથે સંબંધિત ક્ષાર (લવણ, salt) અથવા એસ્ટર (ester). કાર્બનિક સલ્ફેટ સંયોજનોનું સૂત્ર R2SO4 છે; જેમાં R એ કાર્બનિક સમૂહ છે. સલ્ફેટ ક્ષારો એવાં સંયોજનો છે કે જેમાં સલ્ફ્યુરિક ઍસિડમાંથી મળતો સલ્ફેટ આયન,  , હોય છે. સલ્ફેટ આયન એ સલ્ફર ધરાવતો એવો ઑક્સો-એનાયન (oxoanion) છે કે જેમાં…

વધુ વાંચો >

સલ્ફોનેમાઇડ (sulphonamide)

Jan 16, 2007

સલ્ફોનેમાઇડ (sulphonamide) : કાર્બસલ્ફર (organosulphur) સંયોજનો પૈકી સલ્ફોનેમાઇડો (sulphonamido) (SO2NH2) સમૂહ ધરાવતાં સંયોજનોનો એક વર્ગ. તેઓ સલ્ફોનિક ઍસિડોનાં એમાઇડ સંયોજનો છે. સલ્ફોનેમાઇડો સમૂહમાંના નાઇટ્રોજન પર જુદા જુદા પરિસ્થાપકો (substituents) દાખલ કરવાથી સલ્ફા-ઔષધો (sulpha-drugs) તરીકે ઓળખાતાં વિવિધ ઔષધો મળે છે. 1934માં જર્મન વૈજ્ઞાનિક ગેરહાર્ડ ડૉમાગ્ક દ્વારા સ્ટ્રૅપ્ટોકોકાઈ(streptococci)નો ચેપ લાગેલા ઉંદરોને પ્રોન્ટોસિલ…

વધુ વાંચો >

સલ્ફોનેમાઇડો (Sulphonamides) (ઔષધશાસ્ત્ર)

Jan 16, 2007

સલ્ફોનેમાઇડો (Sulphonamides) (ઔષધશાસ્ત્ર) : રાસાયણિક સમૂહ – SO2NH2 ધરાવતાં સંયોજનો. જે કોઈ સંયોજન આ સમૂહ ધરાવતું હોય અને ખાસ કરીને જીવાણુ દ્વારા લાગતા ચેપના ઉપચાર માટે વપરાતું હોય તે સલ્ફોનેમાઇડ કહેવાય છે. કેટલાંક બહુમૂત્રલો (diuretics) તથા મધુપ્રમેહ માટે વપરાતાં ઔષધોનો પણ આમાં સમાવેશ કરાય છે. જીવાણુ દ્વારા લાગતા ચેપ સામે…

વધુ વાંચો >

સલ્ફોનેમાઇડો (આયુર્વિજ્ઞાન)

Jan 16, 2007

સલ્ફોનેમાઇડો (આયુર્વિજ્ઞાન) : સલ્ફોનેમિડો (SO2NH2) જૂથ ધરાવતા સૂક્ષ્મજીવો સામે સક્રિય રસાયણો. કેટલાક સૂક્ષ્મજીવો સામે સક્રિય ન હોય તેવાં રસાયણોમાં પણ આ સલ્ફોનેમિડો જૂથ આવેલું છે; દા.ત., સલ્ફોનાયલયુરિયાઝ (પ્રતિ-મધુપ્રમેહ ઔષધો), બેન્ઝોથાયાઝિડ અને તેના સંજનિતો (congeners) જેવા કે ફ્યુરોસેમાઇડ અને એસેટાઝોલેમાઇડ (મૂત્રવર્ધકો, diuretics) અને સલ્થિયેમ (આંચકીરોધક અથવા પ્રતિ-અપસ્માર, anticonvulsant અથવા antiepileptic). આમ…

વધુ વાંચો >