૧.૦૬
અડાસનો ગોળીબારથી અણુનીતિ
અડાસનો ગોળીબાર
અડાસનો ગોળીબાર : અડાસ ગામે થયેલો ગોળીબાર (1942). ખેડા જિલ્લાના આણંદ તાલુકાનું અડાસ ગામ. અઢારમી ઑગસ્ટ 1942નો દિવસ. ‘હિંદ છોડો’ના ઐતિહાસિક ઠરાવનો અગિયારમો દિવસ. ‘કરેંગે યા મરેંગે’નો સંદેશો દેશના ખૂણે ખૂણે વ્યાપી ગયો હતો. રાષ્ટ્રીય નેતાઓની ધરપકડ સાથે વડોદરાના ચોત્રીસ યુવાનો ગ્રામજાગૃતિ માટે નીકળ્યા. બાજવા પહોંચ્યા. ત્યાંથી ગાડીમાં નાવલી ગયા.…
વધુ વાંચો >અડિગ, ગોપાલ કૃષ્ણ
અડિગ, ગોપાલ કૃષ્ણ (જ. 18 ફેબ્રુઆરી 1918, મોગરી; અ. 14 નવેમ્બર 1992, બેંગાલુરુ, કર્ણાટક) : આધુનિક કન્નડ કવિ. મૈસૂર વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી વિષય લઈને એમ.એ.ની પદવી મેળવી. મૈસૂર વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજીનું અધ્યાપન કર્યું. ઉડૂપીમાં પૂર્ણયજ્ઞ મહાવિદ્યાલયના આચાર્ય. કન્નડ ત્રૈમાસિકના સંપાદક. સ્વાતંત્ર્યોત્તર કન્નડ સાહિત્ય પર અડિગનો વ્યાપક પ્રભાવ હતો. ‘ભાવતરંગ’ (1946); ‘કુટ્ટવેવુનાચુ’ (1948);…
વધુ વાંચો >અડિલાબાદ(Adilabad) જિલ્લો
અડિલાબાદ(Adilabad) જિલ્લો :તેલંગણા રાજ્યના 33 જિલ્લામાંનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન – આબોહવા – અર્થતંત્ર : આ જિલ્લો 19 40´ ઉ. અ. અને 78 31´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેનો વિસ્તાર 16,128 ચો. કિમી. છે. આ જિલ્લાની ઉત્તરે મહારાષ્ટ્રના યવતમાલ અને ચંદ્રપુર જિલ્લા, પૂર્વે કોમરામ ભીમ જિલ્લો, નૈઋત્યે મનચેરિયલ જિલ્લો, દક્ષિણે નિરમલ…
વધુ વાંચો >અડિવિ બાપ્પીરાજુ
અડિવિ બાપ્પીરાજુ (જ. 8 ઑક્ટોબર 1895, સરી પલ્લે, ભીમાવરમ, જિ. ગોદાવરી; અ. 22 સપ્ટેમ્બર 1952) : અર્વાચીન તેલુગુ કવિ. ગીતકાર, ગાયક, ચિત્રકાર, વાર્તાકાર તથા નવલકથાકાર પણ ખરા. વિવિધ કલાઓ પ્રત્યે નાનપણથી જ આકર્ષણ. ભારતમાં ભમીને એમણે મંદિરોની શિલ્પકલા અને ગુફાઓની ચિત્રકલાનું અધ્યયન કર્યું હતું. એમણે ગાંધીજીના સત્યાગ્રહ આંદોલનમાં ભાગ લઈને…
વધુ વાંચો >અડોની
અડોની (Adoni) : આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાનું મહત્ત્વનું શહેર. ભૌગોલિક સ્થાન – આબોહવા : આ શહેર 15 37´ ઉ. અ. અને 77 16´પૂ. રે. પર સ્થિત છે. સમુદ્રની સપાટીથી 435 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેનો વિસ્તાર 38.16 ચો.કિમી. જેટલો છે. વસ્તીની દૃષ્ટિએ આંધ્રપ્રદેશમાં તેનો ક્રમ 13મો છે. અહીંની આબોહવા ઉષ્ણકટિબંધીય પ્રકારની છે. ઉનાળામાં…
વધુ વાંચો >અઢારસો તેર(1813)નું ખતપત્ર
અઢારસો તેર(1813)નું ખતપત્ર : ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઘડેલો ભારતીય ભાષા-સાહિત્ય-સંસ્કૃતિના વિકાસ માટે ફરજિયાત જોગવાઈ કરતો ધારો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈ. સ. 1600માં ઇંગ્લૅન્ડમાં કરવામાં આવી હતી. એ કંપનીનો મુખ્ય ઉદ્દેશ ભારત સહિત પૂર્વના દેશોમાં વ્યાપાર કરવાનો હતો. દેખીતી રીતે નફો કરવાના હેતુથી સ્થપાયેલ એક વ્યાપારી પેઢીને શિક્ષણ સાથે પ્રત્યક્ષ…
વધુ વાંચો >અઢારસો સત્તાવન(1857)નો સ્વાતંત્ર્યસંગ્રામ
અઢારસો સત્તાવન(1857)નો સ્વાતંત્ર્યસંગ્રામ બ્રિટિશ શાસન વિરુદ્ધ હિંદી લશ્કરના સિપાઈઓએ કરેલો બળવો. બરાકપુર છાવણીની 34મી પલટણના મંગલ પાંડેએ અંગ્રેજ અધિકારીઓ પર ગોળીબારો કર્યા. મેરઠના હિન્દી સૈનિકોએ 10મી મે 1857ના રોજ કેટલાક અંગ્રેજોની હત્યા કરીને બળવાની શરૂઆત કરી. ગુજરાતમાં : ભારતમાં 1857ના વિપ્લવ માટેનાં લગભગ બધાં જ પરિબળો અને કારણો ગુજરાતના વિપ્લવમાં…
વધુ વાંચો >અણખી, રામસરૂપ
અણખી, રામસરૂપ (જ. 28 ઑગસ્ટ 1932, ધૌલા, જિ. સંગરૂર, પંજાબ; અ. 14 ફેબ્રુઆરી 2010, બરનાલા) : પંજાબી નવલકથાકાર. ‘કોઠે ખડકસિંહ’ નામની તેમની કૃતિને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે પંજાબીમાં એમ. એ.ની ડિગ્રી મેળવવા ઉપરાંત શિક્ષણના વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી. શાળાના શિક્ષક તરીકે જીવન સમર્પિત કરી દીધું.…
વધુ વાંચો >અણજોડ
અણજોડ (1953) : હરચરણસિંહની રંગમંચ પર અનેક વાર સફળતાથી ભજવાયેલી કજોડાવિષયક પંજાબી નાટ્યરચના. ‘અણજોડ’નો અર્થ થાય છે ‘કજોડું’. આ કૃતિ કરુણાન્તિકા છે. ક્રમે ક્રમે નાયિકાની ઉપર ગુજરતો ત્રાસ વધતો જાય છે. એમાં નાયિકાના મનોભાવનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ હોવાથી એકોક્તિઓ પણ સારા પ્રમાણમાં આવે છે; જોકે રંગમંચ પર એની સફળ રજૂઆત થઈ…
વધુ વાંચો >અણબિયામા
અણબિયામા (1942) : આધુનિક પંજાબી લઘુનવલ. આધુનિક પંજાબી લેખક ગુરુબક્ષસિંહ ‘પ્રીતલડી’ની આ લઘુનવલ છે. આ કૃતિમાં લગ્નની સમસ્યાનું નિરૂપણ છે. નાયિકા પ્રભા પ્રચલિત સામાજિક મૂલ્યોની અવગણના કરીને એના સહાધ્યાયી ચિત્તરંજનની જોડે જેલમાં એક રાત વિતાવે છે, અને એ એની પત્ની હોય એમ વર્તે છે. વિધિવત્ લગ્ન કર્યા વિના એના બાળકની…
વધુ વાંચો >અણુઘૂર્ણન
અણુઘૂર્ણન (molecular rotation) : પ્રકાશક્રિયાશીલ પદાર્થના વિશિષ્ટ ઘૂર્ણન ને તેના અણુભારથી ગુણતાં મળતી સંખ્યા. અહીં અણુઘૂર્ણન અને MW અણુભાર છે. અણુઘૂર્ણનની આ રીતે મેળવેલી કિંમત ઘણી ઊંચી હોવાથી સમીકરણની જમણી બાજુને 1૦૦ વડે ભાગીને આ કિંમત દર્શાવવામાં આવે છે. ધ્રુવીભૂત પ્રકાશના તલને એક અથવા બીજી દિશામાં ફેરવવાના ગુણધર્મને પ્રકાશક્રિયાશીલતા કહેવામાં…
વધુ વાંચો >