ખંડ ૧૬

માળોથી મ્હારાં સોનેટ

માળો (Nest)

માળો (Nest) : હંગામી ધોરણે રહેવા, ઈંડાંને સુરક્ષિત જગ્યાએ મૂકવા અને બચ્ચાંની દેખભાળ કરવા મોટાભાગે પક્ષીઓ વડે બંધાતાં આશ્રયસ્થાનો. જીવનું અસ્તિત્વ ટકાવવાની સહજવૃત્તિ પ્રત્યેક પ્રાણીમાં હોય છે; દાખલા તરીકે, અંડપ્રસવી પક્ષીઓ માળો બાંધવા માટે જાણીતાં છે. માળાને લીધે તેમનાં વિમોચન કરેલાં ઈંડાંને પૂરતું રક્ષણ મળે છે અને તેમના સેવન માટે…

વધુ વાંચો >

માંકડ (bed-bug)

માંકડ (bed-bug) : માનવ ઉપરાંત અન્ય પ્રાણીઓના શરીરમાંથી લોહી ચૂસી જીવન પસાર કરનાર એક બાહ્ય પરોપજીવી નિશાચરી કીટક. કીટક તરીકે તેનું વર્ગીકરણ અર્ધપક્ષ (hemiptera) શ્રેણીના સિમિલિડે કુળમાં થાય છે. ભારત સહિત ઉષ્ણ કટિબંધ પ્રદેશમાં વસતા માંકડનાં શાસ્ત્રીય નામો Cimex rotundus અને Cimex hemipterus છે. યુરોપ જેવા સમશીતોષ્ણ પ્રદેશમાં વસતા માંકડને…

વધુ વાંચો >

માંકડ, ડોલરરાય રંગીલદાસ

માંકડ, ડોલરરાય રંગીલદાસ (જ. 23 જાન્યુઆરી 1902, જંગી, વાગડ, જિ. કચ્છ; અ. 29 ઑગસ્ટ 1970, અલિયાબાડા) : ગુજરાતીના વિવેચક, સંશોધક, કવિ અને કેળવણીકાર. ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક. 1920માં મૅટ્રિક. 1924માં કરાંચીમાં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી. એ.. 1927માં એમ. એ.. 1923થી ’27 કરાંચીમાં ભારત સરસ્વતી મંદિરમાં શિક્ષક અને આચાર્ય. 1927થી ’47 ડી.…

વધુ વાંચો >

માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ

માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ (જ. 13 ફેબ્રુઆરી 1928, પાળિયાદ, જિ. ભાવનગર; અ. 5 નવેમ્બર 2022, ગાંધીનગર) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, અનુવાદક, બાલસાહિત્યકાર અને કટારલેખક. અભ્યાસ ઇન્ટર સાયન્સ સુધીનો. આરંભે બોટાદની હાઈસ્કૂલમાં દસેક વર્ષ શિક્ષક તરીકે કાર્ય. તે પછી માત્ર લેખનકાર્યનો જ વ્યવસાય તરીકે સ્વીકાર. દરમિયાન સુરેન્દ્રનગરમાં નિવાસ. ગુજરાત સાહિત્ય અકાદમી,…

વધુ વાંચો >

માંકડ, વિનુ

માંકડ, વિનુ (જ. 12 એપ્રિલ 1917, જામનગર; અ. 21 ઑગસ્ટ 1978, મુંબઈ) : ભારતના ઉત્કૃષ્ટ ઑલરાઉન્ડર અને પોતાના જમાનામાં વિશ્વના અગ્રિમ ઑલરાઉન્ડરોમાંનો એક. ‘વિનુ’ માંકડનું સાચું નામ મૂળવંતરાય હિંમતરાય માંકડ હતું; પરંતુ શાળામાં તેઓ ‘વિનુ’ના નામે જાણીતા હતા અને પછીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટવિશ્વમાં ‘વિનુ માંકડ’ના નામે જ વિખ્યાત બન્યા હતા. તેમની…

વધુ વાંચો >

માંકડ, હરિલાલ રંગીલદાસ

માંકડ, હરિલાલ રંગીલદાસ (જ. 29 જુલાઈ 1897, વાંકાનેર, સૌરાષ્ટ્ર; અ. 27 જુલાઈ 1955, અલિયાબાડા, જિ. જામનગર) : ગુજરાતના પુરાતત્વવિદ અને વહાણવટાના અભ્યાસી તથા આજીવન શિક્ષક. જામસાહેબના પ્રામાણિક, સંસ્કારી અને સાહસિક કારભારી કુટુંબમાં જન્મ. પિતા રંગીલદાસ રેવાશંકર માંકડ. માતા ઉમિયાગૌરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ, જાણીતા સાક્ષર-સંશોધક ડોલરરાય માંકડ તથા ગાલીચાકામના નિષ્ણાત…

વધુ વાંચો >

માંકડું (Macaque)

માંકડું (Macaque) : કદમાં મોટાં અને મજબૂત શરીરવાળાં લાલ મુખધારી વાંદરાંની એક જાત. કેટલીક જાતનાં માંકડાંનું વજન 15 કિલોગ્રામ કરતાં વધારે હોઈ શકે છે. માંકડાના વાળ તપખીરિયા કે રાખોડી રંગના, જ્યારે મોઢું અને નિતંબ (rump) રંગે લાલ હોય છે. આવાં લક્ષણોને લીધે તેમને અન્ય વાંદરાંથી સહેલાઈથી જુદાં પાડી શકાય છે.…

વધુ વાંચો >

માંગરોળ

માંગરોળ : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મત્સ્ય-ઉદ્યોગ માટે જાણીતું લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 21° 07´ ઉ. અ. અને 70 07´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 566 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માણાવદર, પૂર્વે કેશોદ અને માળિયા તાલુકાઓ, દક્ષિણે…

વધુ વાંચો >

માંગરોળ – મોટા મિયાં

માંગરોળ – મોટા મિયાં : સૂરત જિલ્લાનો તાલુકો  તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 25´ ઉ. અ. અને 73° 15´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. મોટા મિયાંની દરગાહના કારણે આ તાલુકાનું ઉપર પ્રમાણેનું નામ પડેલું છે. તેનો કુલ વિસ્તાર 78,367 હેક્ટર છે. તાલુકામાં…

વધુ વાંચો >

માંડણ

માંડણ : જુઓ પ્રબોધ બત્રીશી

વધુ વાંચો >

મુખરજી, ગીતા

Feb 7, 2002

મુખરજી, ગીતા (જ. 8 જાન્યુઆરી 1924, જેસોર, હાલના બાંગ્લાદેશમાં; અ. 4 માર્ચ 2000, નવી દિલ્હી) : પીઢ મહિલા અગ્રણી સાંસદ અને જાણીતાં સામ્યવાદી નેતા. શાળાજીવનમાં તેમની કારકિર્દી તેજસ્વી હતી. કૉલકાતાની આશુતોષ કૉલેજમાં પ્રવેશ મેળવી ગરીબો તથા અવગણાયેલા વર્ગોના જીવનમાં રસ લેતાં લેતાં મનોમન કારકિર્દીનો રાહ નક્કી કરી લીધો અને 15…

વધુ વાંચો >

મુખરજી પ્રણવ

Feb 7, 2002

મુખરજી પ્રણવ (જ. 11 ડિસેમ્બર 1935, મિરાતી, બીરભૂમ જિલ્લો, પશ્ચિમ બંગાળ; અ. 31 ઑગસ્ટ 2020, ન્યૂ દિલ્હી) : ભારતના 13મા રાષ્ટ્રપ્રમુખ (25 જુલાઈ 2012થી), પ્રથમ પંક્તિના રાજકારણી. તેમનું બાળપણ મિરાતીમાં પસાર થયું હતું. ત્યાં કિરનાહર શાળામાં માથે દફતર લઈ નદી પાર કરી શાળામાં પહોંચતા. આ સામાન્ય માનવે ભારતના રાષ્ટ્રપ્રમુખ સુધીની…

વધુ વાંચો >

મુખરજી, ભૂદેવ

Feb 7, 2002

મુખરજી, ભૂદેવ (જ. 22 ફેબ્રુઆરી, 1827 કૉલકાતા ; અ. 15 મે 1894 કૉલકાતા) : જાણીતા બંગાળી રાજકારણી અને લેખક. હિંદુ કૉલેજમાં તેમણે શિક્ષણ મેળવ્યું હતું. માઇકલ મધુસૂદન દત્ત તેમના સહાધ્યાયી હતા. વિવિધ શાળાઓમાં તેમણે શિક્ષણકાર્ય કર્યું અને ત્યારબાદ શાળાઓના વધારાના ઇન્સ્પેક્ટર (additional inspector) બન્યા. શૈક્ષણિક સુધારાઓ માટેના હંટર પંચના તેઓ…

વધુ વાંચો >

મુખરજી, મીનાક્ષી

Feb 7, 2002

મુખરજી, મીનાક્ષી (જ. 3 ઑગસ્ટ 1937, કૉલકાતા, પશ્ચિમ બંગાળ; અ. 16 સપ્ટેમ્બર, 2009, કૉલકાતા) : ભારતીય અંગ્રેજી લેખક. તેમને તેમના વિવેચનગ્રંથ ‘ધ પેરિશેબલ એમ્પાયર : એસેઝ ઑન ઇન્ડિયન રાઇટિંગ ઇન ઇંગ્લિશ’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પટણા યુનિવર્સિટીમાંથી એમ.એ.; પેનસિલ્વેનિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પુણે…

વધુ વાંચો >

મુખરજી, મીરાં

Feb 7, 2002

મુખરજી, મીરાં (જ. 12 મે 1923, કોલકાતા; અ. 27 જાન્યુઆરી 1998 કૉલકાતા) : આધુનિક ભારતીય મહિલા-શિલ્પી. 14 વરસની ઉંમરે ‘ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઓરિયેન્ટલ આર્ટ’માં દાખલ થયાં અને ત્યાં 1941 સુધી અભ્યાસ કર્યો. 1947માં ‘દિલ્હી પૉલિટેકનિક’માં જોડાઈ ત્યાંથી શિલ્પમાં ડિપ્લોમા મેળવ્યો. આ પછી શાંતિનિકેતનમાં કાર્યશીલ ઇન્ડોનેશિયન ચિત્રકાર એફૅન્ડી હેઠળ બે વરસ…

વધુ વાંચો >

મુખરજી, મૃણાલિની

Feb 7, 2002

મુખરજી, મૃણાલિની (જ. 1949, મુંબઈ) : આધુનિક ભારતીય મહિલા-શિલ્પી; પ્રસિદ્ધ ચિત્રકારો બિનોદબિહારી મુખરજી તથા લીલા મુખરજીનાં પુત્રી. 1965થી 1972 સુધી વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરી પ્રો. કે. જી. સુબ્રમણ્યનના માર્ગદર્શન હેઠળ ભીંતચિત્રનો પોસ્ટ-ડિપ્લોમા મેળવ્યો. અભ્યાસકાળ દરમિયાન જ મૃણાલિનીએ સૂતર, કંતાન, શણ અને નેતર જેવા વાનસ્પતિક…

વધુ વાંચો >

મુખરજી, રાધાકમલ

Feb 7, 2002

મુખરજી, રાધાકમલ (જ. 1888, બરહામપુર, જિ. મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળ; અ. 24 ઑગસ્ટ 1968) : અગ્રણી કેળવણીકાર અને લેખક. તેમણે માધ્યમિક શિક્ષણ બરહામપુરમાં અને ઉચ્ચ શિક્ષણ કોલકાતામાં લીધું હતું. તેઓ 1921થી 1952 સુધી લખનૌ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના પ્રોફેસર હતા. ત્યારબાદ 1955થી 1957 દરમિયાન તેઓ લખનૌ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર હતા. તેમણે 40…

વધુ વાંચો >

મુખરજી, રાધાકુમુદ

Feb 7, 2002

મુખરજી, રાધાકુમુદ (જ. 1880, બરહામપુર, જિ. મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળ; અ. 9 સપ્ટેમ્બર 1963, કૉલકાતા, પશ્ચિમ બંગાળ) : પ્રસિદ્ધ ભારતીય ઇતિહાસકાર અને રાજનીતિજ્ઞ. માધ્યમિક શિક્ષણ બરહામપુરમાં લીધા બાદ તેઓ કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી 1901માં બી. એ. થયા. તે પછી ઇતિહાસ વિષય સાથે એમ.એ. થયા અને એ જ વરસે અર્થશાસ્ત્રમાં કૉબ્ડન મેડલ મેળવ્યો.…

વધુ વાંચો >

મુખરજી, રામકૃષ્ણ

Feb 7, 2002

મુખરજી, રામકૃષ્ણ (જ. 1919) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભારતીય સમાજશાસ્ત્રી. વર્તમાન સમાજશાસ્ત્રના વિકાસમાં તેમનું અનેકવિધ પ્રદાન છે. કૉલકાતા યુનિવર્સિટીમાંથી 1941માં એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ કરવા ગયા અને ત્યાં 1948માં પીએચ.ડીની પદવી મેળવી. કૉલકાતાની ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં સમાજવૈજ્ઞાનિક રીતે વર્ષો સુધી સંશોધન અને લેખન કર્યું. માત્ર…

વધુ વાંચો >

મુખરજી, વિનોદવિહારી

Feb 7, 2002

મુખરજી, વિનોદવિહારી (જ. 7 ફેબ્રુઆરી 1904, બેહલા, પશ્ચિમ બંગાળ; અ. 11 નવેમ્બર 1980, દિલ્હી) : બંગાળ શૈલીના કલાકાર. બંગાળી કુટુંબમાં જન્મ અને ઉછેર. બચપણ બીમારીઓમાં વીત્યું. 1917માં શાંતિનિકેતન આવ્યા અને 1919માં અહીં કલાનો અભ્યાસ શરૂ કર્યો; થોડા જ વખતમાં કલા ગુરુ નંદલાલ બોઝના પટ્ટશિષ્ય બની શક્યા. અભ્યાસ પૂરો કર્યા પછી…

વધુ વાંચો >