ખંડ ૧૩

બક પર્લથી બોગોટા

બક, પર્લ

બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…

વધુ વાંચો >

બકરાં

બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…

વધુ વાંચો >

બકસર

બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન :  તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…

વધુ વાંચો >

બકા

બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…

વધુ વાંચો >

બકાન લીમડો

બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…

વધુ વાંચો >

બકુલ

બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…

વધુ વાંચો >

બકુલબનેર કવિતા

બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…

વધુ વાંચો >

બકુલાદેવી

બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…

વધુ વાંચો >

બકુલેશ

બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ.  અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…

વધુ વાંચો >

બકોર પટેલ

બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…

વધુ વાંચો >

બુંદી

Jan 23, 2000

બુંદી : રાજસ્થાનના અગ્નિ ખૂણામાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 24° 59´ 11´´થી 25° 53´ 11´´ ઉ. અ. અને 75° 19´ 30´´થી 76° 19´ 30´´ પૂ. રે. વચ્ચેનો આશરે 5,550 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનો આકાર અનિયમિત સમલંબચોરસ જેવો છે. તેની ઉત્તરે ટૉક જિલ્લો; ઈશાન, પૂર્વ અને…

વધુ વાંચો >

બૂચ

Jan 23, 2000

બૂચ : દ્વિદળી વર્ગમાં આવેલા બિગ્નોનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Millingtonia hortensis Linn. f. (હિં. બં., आकाशनीम, नीम चमेली, मीनी-चम्बेली; મ. આકાશ નીમ્બ, નીમી-ચમ્બેલી; ગુ. બૂચ, લટક ચમેલી, આકાશ લીમડો; અં. ઇડિયન કૉર્ક ટ્રી, ટ્રી જૅસ્મિન) છે. તે એક એકલ પ્રરૂપ (monotypic) પ્રજાતિ છે અને બર્મા અને મલાયાની…

વધુ વાંચો >

બૂચ, અરવિંદ

Jan 23, 2000

બૂચ, અરવિંદ (જ. 20 ફેબ્રુઆરી 1920, જૂનાગઢ, ગુજરાત; અ. 28 જુલાઈ 1998, અમદાવાદ) : અગ્રણી ગાંધીવાદી મજૂર-નેતા અને  મજૂર મહાજન સંઘના પૂર્વ પ્રમુખ. પિતા નવરંગલાલ અને માતા લજ્જાબહેન. પત્નીનું નામ પુષ્પાબહેન. પુણેની ર્ફ્ગ્યુસન કૉલેજમાંથી 1941માં વિજ્ઞાનના સ્નાતક થયા બાદ તુરત પોરબંદરની મહારાણા મિલમાં જોડાયા. 1942માં તેઓ મજૂર મહાજન સંઘમાં દાખલ…

વધુ વાંચો >

બૂચ, ગજેન્દ્રરાય ગુલાબરાય

Jan 23, 2000

બૂચ, ગજેન્દ્રરાય ગુલાબરાય (જ. 15 સપ્ટેમ્બર 1902, વસાવડ, જિ. રાજકોટ; અ. 17 નવેમ્બર 1927, સૂરત) : ગુજરાતી કવિ. જ્ઞાતિએ વડનગરા નાગર. પિતા જસદણમાં પોલીસ સુપરિન્ટેન્ડન્ટ, તેથી પ્રાથમિક કેળવણી જસદણમાં, માધ્યમિક કેળવણી ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલ તથા ગિરાસિયા કૉલેજમાં. ઉચ્ચ કેળવણી જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં. 1919માં મૅટ્રિક, 1923માં બી.એ., સંસ્કૃત ઓનર્સ સાથે પ્રથમ…

વધુ વાંચો >

બૂચ, ચંદ્રશંકર અમૃતલાલ

Jan 23, 2000

બૂચ, ચંદ્રશંકર અમૃતલાલ : જુઓ સુકાની

વધુ વાંચો >

બૂચ, જન્મશંકર મહાશંકર

Jan 23, 2000

બૂચ, જન્મશંકર મહાશંકર : જુઓ લલિત

વધુ વાંચો >

બૂચ, નટવરલાલ પ્રભુલાલ

Jan 23, 2000

બૂચ, નટવરલાલ પ્રભુલાલ (જ. 19 ઑક્ટોબર 1906, પોરબંદર) : ગુજરાતી કવિ ને હાસ્યકાર. મૂળ વતન ગોંડલ. મૅટ્રિક્યુલેશન (1923). સંસ્કૃત અને અંગ્રેજી સાથે ર્ફ્ગ્યુસન કૉલેજ, પુણેથી બી.એ. (1927); સંસ્કૃત વિષય સાથે એમ.એ. (1929); રાષ્ટ્રભાષા કોવિદ. 1930થી 1939 દરમિયાન દક્ષિણામૂર્તિ વિનયમંદિર અને 1939થી 1948 દરમિયાન ઘરશાળા હાઈસ્કૂલ, ભાવનગરમાં અંગ્રેજીના શિક્ષક; 1948થી 1958…

વધુ વાંચો >

બૂચ, હસિત (કાન્ત) હરિરાય 

Jan 23, 2000

બૂચ, હસિત (કાન્ત) હરિરાય  (જ. 26 એપ્રિલ 1921, જૂનાગઢ; અ. 14 મે 1989, વડોદરા) : ગુજરાતી કવિ, વિવેચક, નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર. જ્ઞાતિએ નાગર ગૃહસ્થ. મૅટ્રિક્યુલેશન 1938. ઉચ્ચ શિક્ષણ વડોદરા કૉલેજમાં. 1942માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને વડોદરા કૉલેજમાં ફેલો. 1944માં મુખ્ય વિષય ગુજરાતી સાથે એમ.એ. અને કે. હ.…

વધુ વાંચો >

બૂટ, જૅસી બૅરન ટ્રેન્ટ (સર)

Jan 23, 2000

બૂટ, જૅસી બૅરન ટ્રેન્ટ (સર) (જ. 1850; નૉટિંગહૅમ, ઇંગ્લૅન્ડ, અ. 1931) : અતિજાણીતા દવા-ઉત્પાદક. 13 વર્ષની વયે તેમને તેમના પિતાની ઔષધદ્રવ્યોની દુકાન વારસામાં મળી. ઉત્સાહ, ખંત અને ધીરજથી તેમણે પોતાના વ્યવસાયને વિકસાવવાનો સતત પુરુષાર્થ કર્યો. 1877માં તેમણે નૉટિંગહૅમમાં કેમિસ્ટ તરીકેની પોતાની સૌપ્રથમ દુકાન શરૂ કરી. 1892માં તેમણે મોટા પાયે દવા-ઉત્પાદન…

વધુ વાંચો >

બૂટપૉલિશ : હિંદી ચલચિત્ર

Jan 23, 2000

બૂટપૉલિશ : હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1954. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : આર. કે. ફિલ્મ્સ; નિર્માતા : રાજ કપૂર; દિગ્દર્શક : પ્રકાશ અરોડા; કથા-પટકથા-સંવાદ : ભાનુ પ્રતાપ; ગીત : શૈલેન્દ્ર, હસરત જયપુરી, સરસ્વતીકુમાર ‘દીપક’; છબિકલા : તારા દત્ત; સંગીત : શંકર-જયકિશન; મુખ્ય કલાકારો : બેબી નાઝ, રતનકુમાર, ડૅવિડ, ચાંદ બુર્ક,…

વધુ વાંચો >