ક્રોમ ફટકડી : જાંબલી (violet) અથવા માણેક જેવા લાલ રંગનો સ્ફટિકીય દ્વિસલ્ફેટ ક્ષાર, K2SO4,Cr2(SO4)3.24 H2O. સંઘટક સલ્ફેટોને સમાણુક (equimolar) જથ્થામાં ઓગાળી, સ્ફટિકીકરણ દ્વારા મેળવી શકાય છે. પાણીમાં દ્રાવ્ય પણ આલ્કોહૉલમાં અદ્રાવ્ય છે. સાપેક્ષ ઘનતા, 1.826; ગ.બિં., 89° સે. 100° સે તાપમાને 10H2O જ્યારે 400° સે. એ 12H2O ગુમાવે છે. દ્વિક્ષારમાં પાણીના 6 અણુઓ પ્રત્યેક ક્રોમિયમ(III) આયન આસપાસ આવેલા હોય છે, જ્યારે બાકીના સલ્ફેટ આયનો સાથે હાઇડ્રોજન-આબંધિત (hydrogen bonded) હોય છે.

ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ