ક્રૅનાખ, લુકાસ (જ. 1472, ક્રોનેખ, જર્મની; અ. 1533, વીમાર, જર્મની) : ખ્રિસ્તી ધાર્મિક વિષયો અને ગ્રેકોરોમન પુરાકથાઓના આલેખન માટે જાણીતા જર્મન બરોક-ચિત્રકાર. પોતાના પિતા પાસે તેઓ ચિત્રકલા શીખ્યા. સેક્સનીના ઇલેક્ટરે તેમની વીમાર ખાતે

લુકાસ ક્રૅનાખ

દરબારી ચિત્રકાર તરીકે 1504માં નિમણૂક કરી. અહીં લ્યૂથર સાથે તેમની મુલાકાત થઈ, જે મિત્રતામાં પરિણમી. તેમને ધાર્મિક પ્રચાર માટે ક્રેનાખે કાષ્ઠછાપ ચિત્રો બનાવી આપ્યાં. લ્યૂથરનાં ઘણાં વ્યક્તિચિત્રો એમણે તૈલરંગો વડે ચીતર્યાં. ગ્રેકો-રોમન પુરાકથાઓમાંથી વિનસ આદિ નગ્ન દેવીઓને રતિભાવ સાથે આલેખી. બાઇબલની પ્રતો માટે કાષ્ઠ છાપચિત્રો બનાવ્યાં, જેની ઉપર મહાન જર્મન ચિત્રકાર ડ્યૂરરનો પ્રભાવ જોવા મળે છે.

અમિતાભ મડિયા