ઉગ્રાદિત્યાચાર્ય (નવમી સદી)

January, 2004

ઉગ્રાદિત્યાચાર્ય (નવમી સદી) : આયુર્વેદના ‘કલ્યાણકારક’ ગ્રંથના કર્તા. તે જૈનાચાર્ય નન્દિ આચાર્યના શિષ્ય ગણાય છે. જૈન ધર્મની અસરને કારણે મધના સ્થાને ગોળ કે સાકરનો ઉપયોગ તેમણે સૂચવ્યો છે. આ ગ્રંથમાં શાલાક્યતંત્રના કર્તા પૂજ્યપાદ, શલ્યતંત્રના કર્તા પાત્રસ્વામી, વિષતંત્ર અને ભૂતવિદ્યાના કર્તા સિદ્ધસેન, કૌમારભૃત્યના કર્તા દશરથગુરુ અને રસાયણવાજીકરણના કર્તા સિંહનાદ વગેરે જૈન ગ્રંથકારોનો ઉલ્લેખ છે.

શોભન વસાણી