ઇન્દ્રાવતી : ગોદાવરી નદીની એક મહત્વની ઉપનદી. ઓરિસા રાજ્યના કોરાપુટ જિલ્લાના ઉત્તર-પૂર્વમાં તેનું ઊગમસ્થાન છે. તે ભારતનાં ત્રણ અન્ય રાજ્યોમાંથી વહે છે. છત્તીસગઢના બસ્તર, મહારાષ્ટ્રના ચંદ્રપુર તથા આંધ્રપ્રદેશના કરીમગંજ જિલ્લાઓ તે પોતાના માર્ગમાં આવરી લે છે. નદીનો નીચાણનો ભાગ મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર રાજ્યો વચ્ચેની સરહદ નિર્ધારિત કરે છે. આંધ્રપ્રદેશના અનિકેશા ગામની પૂર્વે ગોદાવરી નદી સાથે તેનો સંગમ થાય છે. છત્તીસગઢના બસ્તર જિલ્લાનું વડું મથક જગદાલપુર તેના માર્ગ પરનું મહત્વનું નગર છે. નદીની કુલ લંબાઈ આશરે 480 કિમી. છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે