આદિત્યાણા : ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં સિમેન્ટ ઉદ્યોગ માટે જાણીતા નગર રાણાવાવથી લગભગ 3 કિમી. દૂર આવેલું ગામ. અહીંના આજુબાજુના પ્રદેશમાંથી સફેદ ઇમારતી પથ્થરો તેમજ ચૂનાના પથ્થરો પ્રાપ્ત થતા હોવાથી ખડકસંપત્તિને કારણે આ ગામ વિકસ્યું છે.

વસ્તી : 15,634 (1991). તેની આસપાસનો સમૃદ્ધ ખેત અને ખનિજપ્રદેશ સમગ્ર જિલ્લામાં વિખ્યાત છે. ખાસ કરીને અહીં સફેદ ખડી (માટી) આધારિત લખવાના ચાક બનાવવાનો ઉદ્યોગ સારા પ્રમાણમાં વિકસ્યો છે. તેની નજીક પુરાણપ્રસિદ્ધ જાંબુવંતીની ગુફાઓ જોવાલાયક છે.

મહેશ મ. ત્રિવેદી