અલાસ્કાનો અખાત

January, 2001

અલાસ્કાનો અખાત : યુનાઇટેડ સ્ટેટ્સના અલાસ્કા રાજ્યની દક્ષિણે આવેલો અખાત. એલ્યુશિયન ટાપુઓની કમાન આ અખાતનું અગત્યનું ભૂમિલક્ષણ છે. અલાસ્કાનાં અગત્યનાં બંદરોમાં એન્કોરેજ મુખ્ય છે. અલાસ્કાની રાજધાની જૂનો કૅનેડાની સરહદ ઉપર અલાસ્કાના અખાતના કિનારે આવેલી છે. ઉત્તર પ્રશાંત મહાસાગરના એક ભાગ રૂપે આવેલા આ અલાસ્કાના અખાતની પશ્ચિમ બાજુથી વિખ્યાત આંતરરાષ્ટ્રીય તિથિરેખા (International Date Line) પસાર થાય છે. વિસ્તાર : 15,33,000 ચોકિમી.

મહેશ મ. ત્રિવેદી