અભિશપ્ત ગંધર્વ

January, 2001

અભિશપ્ત ગંધર્વ : ઊડિયા નવલિકાસંગ્રહ. નીલમણિ શાહુ રચિત આ વાર્તાસંગ્રહને 1984નો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલો. નીલમણિ શાહુ સ્વાતંત્ર્યોત્તર કાળના યુવાન લેખક છે. એમની આ વાર્તાઓમાં, મધ્યમ અને નીચલા થરનાં પાત્રો લીધાં છે. વાર્તાઓ ગ્રામીણ અને નગરજીવન બંનેનું ચિત્રણ કરે છે. કેટલીક વાર્તાઓમાં સામ્યવાદનો પ્રભાવ દેખાય છે. પૌરાણિક પાર્શ્વભૂમિમાં પણ કેટલીક વાર્તાઓ લખાઈ છે. લેખકની દૃષ્ટિ સૂક્ષ્મવેધી છે, અને આસપાસના જીવનની ઘટનાઓમાં વાર્તાતત્વ ક્યાં પ્રચ્છન્ન પડ્યું છે તે એમની ચકોર દૃષ્ટિ પકડી પાડે છે અને તેને તેઓ રસપૂર્ણ રીતે નિરૂપે છે.

જાનકીવલ્લભ મોહન્તી