અંબિકા (નદી)

February, 2001

અંબિકા (નદી) : દક્ષિણ ગુજરાતની એક મહત્વની નદી. ડાંગ જિલ્લામાં સાપુતારાની ટેકરીઓમાંથી નીકળીને આ નદી વઘઈ અને ચીખલીની ઉત્તરે થઈ ગણદેવી નજીક ખંભાતના અખાતને મળે છે. આ નદીની લંબાઈ આશરે 64.36 કિમી. જેટલી છે. ધરમપુરના ડુંગરમાંથી નીકળતી ખરેરા નદી બીલીમોરા પાસે આ નદીને મળે છે.

AmbikaRiverKharel

અંબિકા નદી

સૌ. "AmbikaRiverKharel" | CC BY-SA 4.0

દક્ષિણ ગુજરાતના ડાંગર અને શેરડી તેમજ બાગાયત ખેતીવાળા પ્રદેશોને આ નદી દ્વારા સિંચાઈની સુવિધા પ્રાપ્ત થાય છે. આ નદીએ બનાવેલાં કાંપનાં મેદાનો ખેતીવાડી માટે ઉત્તમ છે. ગણદેવીની આસપાસનો પ્રદેશ આ નદીને કારણે શેરડીની ખેતી માટે પ્રખ્યાત છે.

મહેશ મ. ત્રિવેદી