Writing materials

ઑફસેટ મુદ્રણ

ઑફસેટ મુદ્રણ : મુદ્રણની ત્રણ મુખ્ય પ્રચલિત પદ્ધતિઓ(લેટરપ્રેસ, ઑફસેટ, ગ્રેવ્યોર)માંની એક મુદ્રણ-પદ્ધતિ. એની શોધ એલોઈ સેન્ફેલેન્ડરે 1797માં શિલામુદ્રણ (lithography) તરીકે કરી હતી. મુદ્રણ માટે બે સપાટીની જરૂર હોય છે, છાપભાગ (image area) અને કોરો રાખવાનો ભાગ (non-image area). લેટરપ્રેસ-પદ્ધતિમાં છાપભાગ એકસરખી ઊંચી સપાટી પર અને કોરો રાખવાનો ભાગ એકસરખી નીચી…

વધુ વાંચો >

કેલિગ્રાફી : જુઓ, સુલેખનકળા.

કેલિગ્રાફી : જુઓ, સુલેખનકળા

વધુ વાંચો >

ગ્રંથપ્રકાશન-ઉદ્યોગ

ગ્રંથપ્રકાશન-ઉદ્યોગ : પુસ્તકો, ચોપાનિયાં અને છાપાં-સામયિકો જેવી છાપેલી વસ્તુ તૈયાર કરવાની અને વેચવાની પ્રવૃત્તિ. પ્રાચીન કાળમાં નાને પાયે શરૂ થયેલી આ કામગીરી આજે એક વિશાળ અને અટપટા ઉદ્યોગ તરીકે વિકસેલી છે. સંસ્કૃતિ ઉપર તેનો જે પ્રભાવ પડેલો છે તેનો અંદાજ કાઢવાનું શક્ય નથી. નિરક્ષરતાનું ધોરણ નીચું આવતું જાય છે, મનુષ્યને…

વધુ વાંચો >

ટાઇપરાઇટર

ટાઇપરાઇટર : કળ દબાવવાથી બીબાની છાપ પાડીને સુઘડ લખાણ છપાય તેવી વ્યવસ્થાવાળું યંત્ર. વિશ્વના બધા દેશોનાં કાર્યાલયોમાં આ ઉપકરણનો ઉપયોગ થાય છે. પશ્ચિમના દેશોમાં તો ઘણાં ઘરોમાં પણ ટાઇપરાઇટર વપરાય છે. લેખકો તેમની હસ્તપ્રત ટાઇપ કરીને તૈયાર કરે છે. ટાઇપરાઇટર વેપારધંધામાં સૌથી વધારે વપરાતું યંત્ર છે. અઢારમી અને ઓગણીસમી સદીમાં…

વધુ વાંચો >

ટાંક

ટાંક : જુઓ, લેખનસામગ્રી

વધુ વાંચો >

ટાંકણી

ટાંકણી : જુઓ, લેખનસામગ્રી

વધુ વાંચો >

પેન્સિલ

પેન્સિલ : જુઓ લેખનસામગ્રી

વધુ વાંચો >

બિરો, લૅડિસ્લૉ જોસ

બિરો, લૅડિસ્લૉ જોસ (જ. 1899, હંગેરી; અ. 1985) : હંગેરીના સંશોધક. તે એક સામયિકમાં કામગીરી બજાવતા હતા ત્યારે ઝડપથી સુકાય તેવી શાહીની જરૂરત તેમના મનમાં ઠસી ગઈ. 1940માં તે આર્જેન્ટીના ગયા અને ત્યાં બૉલપૉઇન્ટ વિકસાવવાનો પોતાનો ખ્યાલ પ્રસ્તુત કર્યો. આ ખ્યાલ છેવટે એક ખૂબ ઝળહળતી અને ક્રાંતિકારી સફળતામાં પરિણમ્યો. એક…

વધુ વાંચો >

બીચ, આલ્ફ્રેડ એલી

બીચ, આલ્ફ્રેડ એલી (જ. 1 સપ્ટેમ્બર 1826, સ્પ્રિંગફિલ્ડ, મૅસેચૂસેટ્સ; અ. 1 જાન્યુઆરી 1896, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના એક ખ્યાતનામ શોધક તથા પ્રકાશક. તેમના પિતાનું નામ મોઝેસ યેલ તથા માતાનું નામ નૅન્સી ડે હતું. બીચ જ્યારે મૅસેચૂસેટ્સમાં આવેલી મોનસન એકૅડેમીમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના પિતાએ ‘ન્યૂયૉર્ક સન’ નામનું પ્રકાશન ખરીદી…

વધુ વાંચો >

મૉરિસન, સ્ટૅન્લી

મૉરિસન, સ્ટૅન્લી (જ. 6 મે, 1889, વૅન્સ્ટીડ, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 11, ઑક્ટોબર 1967) : બ્રિટનના નિપુણ ટાઇપોગ્રાફર તથા વિદ્વાન. પ્રારંભમાં તેઓ લંડનમાં કારકુન તરીકે નોકરી કરતા હતા. પછી 1923–44 તથા 1947 –59 દરમિયાન કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસના ટાઇપોગ્રાફિકલ સલાહકાર તરીકે હતા. 1923થી તેઓ મૉનોટાઇપ કૉર્પોરેશનમાં પણ સલાહકાર તરીકે સેવા આપતા રહ્યા.…

વધુ વાંચો >