Vasudev Vaman Shastri Khare-a pivotal Marathi historian-writer-Sanskrit scholar-academician-known for Maratha historical records.

ખરે, વાસુદેવ શાસ્ત્રી

ખરે, વાસુદેવ શાસ્ત્રી (જ. 5 ઑગસ્ટ 1858, ગુહાગર, રત્નાગિરિ જિલ્લો; અ. 11 જૂન 1924, મિરજ) : વિખ્યાત ઇતિહાસસંશોધક તથા મરાઠી ગ્રંથકાર. પરંપરાગત પદ્ધતિ દ્વારા સતારાના અનંત શાસ્ત્રી ગજેન્દ્રગડકરના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત ભાષા અને સાહિત્યનો અભ્યાસ. 1878માં પુણે આવ્યા અને જૂના ગ્રંથોના જીર્ણોદ્ધારના કાર્યને સમર્પિત સામયિક ‘કાવ્યેતિહાસસંગ્રહ’ના સંસ્કૃત વિભાગના સંપાદનકાર્યમાં જોડાયા.…

વધુ વાંચો >