આયંગર, સુષમા (જ. 9 જૂન 1963 વડોદરા) : કચ્છની મહિલાઓના વિકાસ અને સશક્તીકરણ માટે સમર્પિત સમાજસેવિકા. વડોદરા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક થઈ અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી એમ.એસ.ની પદવી મેળવી. કારકિર્દીના આરંભે કયું ક્ષેત્ર હાથ ધરવું તેની વિમાસણમાં હતાં ત્યારે મહિલાસેવાની તીવ્ર આંતરિક ઇચ્છાશક્તિથી પ્રેરાઈ સામાજિક ક્ષેત્રે કામની શરૂઆત કરી. આ માટે તેમણે હસ્તકૌશલ્યમાં…
વધુ વાંચો >