Sociology (General)

ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય (Historical Perspective)

ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય (Historical Perspective) : ઇતિહાસની અનેક વ્યાખ્યાઓ અપાઈ છે, પરંતુ સર્વસંમત બાબત એ છે કે તે પરિવર્તન, ખાસ કરીને માનવજાતમાં વખતોવખત આવેલાં પરિવર્તનોનું અધ્યયન કરે છે. પ્રત્યેક સમાજ, સંસ્થા, વસ્તુ કે ઘટનાનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એનું કેવળ વર્તમાન સ્વરૂપ જ જાણવું-સમજવું પૂરતું નથી, તેના અતીતનો પણ ઠીક…

વધુ વાંચો >

છાત્રપીડન (Ragging)

છાત્રપીડન (Ragging) : ઉચ્ચશિક્ષણની સંસ્થાઓમાં પ્રથમ વાર પ્રવેશ મેળવનારા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ‘આવકારવાના ઉદ્દેશ’થી તેમની સાથે જૂના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા અશોભનીય વ્યવહારનું કૃત્ય. ભારતની સર્વોચ્ચ અદાલતે આવાં કૃત્યોને માનવઅધિકારોનું હનન કહીને વખોડી કાઢ્યાં છે અને તેની નાબૂદી માટે કડક આદેશ આપ્યા છે. ઉપરાંત, વર્ષ 2005માં રાજ્યસભામાં આ બદી પર પ્રતિબંધ મૂકવા…

વધુ વાંચો >

દવે, જુગતરામ

દવે, જુગતરામ (જ. 1 સપ્ટેમ્બર 1892, વઢવાણ; અ. 14 માર્ચ 1985, વેડછી) : ગાંધીવાદી રચનાત્મક કાર્યકર અને સ્વાતંત્ર્યસેનાની. સૌરાષ્ટ્રના ઝાલાવાડ(સુરેન્દ્રનગર જિલ્લો)ની ભૂમિમાં મૂળ વીરમગામથી લખતર જઈને વસેલા એક સંસ્કારી પરિવારમાં તેમનો જન્મ. પિતાનું નામ ચીમનલાલ અને માતાનું નામ ડાહીબહેન. જુગતરામભાઈના પિતા ઝાલાવાડથી મુંબઈ નોકરી માટે ગયેલા, ત્યાં પ્લેગનો રોગ ફાટી…

વધુ વાંચો >

દાસ, ચિત્તરંજન (દેશબંધુ)

દાસ, ચિત્તરંજન (દેશબંધુ) (જ. 5 નવેમ્બર 1870, કૉલકાતા, બંગાળ; અ. 16 જૂન 1925, દાર્જિલિંગ) : ‘દેશબંધુ’ તરીકે જાણીતા બંગાળના પીઢ રાષ્ટ્રીય નેતા. તેમનો અભ્યાસ કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં પૂરો કરીને (1890) આઇ.સી.એસ.ની પરીક્ષા માટે ઇંગ્લૅન્ડ ગયા. પરંતુ તેમાં સફળતા ન મળતાં ઇનર ટેમ્પલમાંથી કાયદાની પરીક્ષા પાસ કરીને બૅરિસ્ટર થયા (1894). તેમના…

વધુ વાંચો >

દાસ, મધુસૂદન

દાસ, મધુસૂદન (જ. 28 એપ્રિલ 1848, સત્યભામાપુર, જિ. કટક, ઓરિસા; અ. 4 ફેબ્રુઆરી 1934) : દેશભક્ત રાષ્ટ્રવાદી નેતા, સમાજ-સુધારક અને વકીલ. ‘ઉત્કલ ગૌરવ’ તરીકે તેઓ ઓરિસામાં પ્રસિદ્ધ હતા. અનેક મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢીને તેમણે પોતાનો ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખ્યો અને કલકત્તા (કૉલકાતા) યુનિવર્સિટીમાંથી એમ.એ. (અંગ્રેજી) અને બી.એલ. થયા. તેમણે પૂર્વ ભારત,…

વધુ વાંચો >

પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ

પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ ભારતીય સમાજના ઇતિહાસને તપાસીએ ત્યારે એક મહત્ત્વના પાસા ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે. આ પાસું તે જ્ઞાતિ/ધર્મ અને વ્યવસાય વચ્ચેનો સંબંધ. આ સંબંધને જ્યારે ગ્રામ અને ગ્રામસમાજ સાથે સાંકળીએ ત્યારે વ્યવસાય કે હુન્નરઉદ્યોગની પરંપરા અને તેના સાતત્યને સમજી શકાય છે. કોટિક્રમિક હિંદુ સમાજનું સંચાલન કરતી…

વધુ વાંચો >

પીંજારા

પીંજારા : જુઓ પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ

વધુ વાંચો >

બિગ્ઝ, રૉનાલ્ડ

બિગ્ઝ, રૉનાલ્ડ (જ. 1929) : નામચીન લૂંટારો–ગુનેગાર. ‘ધ ગ્રેટ ટ્રેન રૉબરી’ એ જગતભરમાં ચર્ચાયેલી સનસનાટીભરી લૂંટ લેખાઈ છે. આવી યુક્તિ અને સાહસપૂર્ણ યોજના બિગ્ઝની ગુંડા-ટોળકીએ ઘડી કાઢી હતી. લૂંટારા જે ખેતરમાં સંતાયા હતા ત્યાંથી મળેલી આંગળાંની છાપ પરથી પ્રથમ પાંચ લૂંટારા પકડાયા તેમાં બિગ્ઝનો પણ સમાવેશ થતો હતો. કાવતરું ઘડી…

વધુ વાંચો >

બિંબટંક-આહત સિક્કા પદ્ધતિ

બિંબટંક-આહત સિક્કા પદ્ધતિ : ભારતના સહુથી પ્રાચીન સિક્કા પાડવાની પદ્ધતિ. આ પદ્ધતિનો કંઈક ખ્યાલ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કૂટ-રૂપકારકના સંદર્ભમાં આપેલો છે. એમાં જણાવ્યા પ્રમાણે પહેલાં ધાતુને ભઠ્ઠીમાં મૂષા (ધાતુ ગાળવાની કુલડી)માં ઓગાળવામાં આવતી ને વિવિધ ક્ષાર વડે શુદ્ધ કરવામાં આવતી. પછી એના ઠરેલા ગઠ્ઠાને અધિકરણી (એરણ) પર મુષ્ટિકા (હથોડી) વડે ટીપીને…

વધુ વાંચો >

ભાડભુંજા

ભાડભુંજા : જુઓ પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ

વધુ વાંચો >