konkani literature

શનૈ ભાંગી, પાંડુરંગ રાજારામ

શનૈ ભાંગી, પાંડુરંગ રાજારામ (જ. 1923, કુંડઈ, ગોવા) : કોંકણી કવિ, અનુવાદક અને સંપાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ચાંફેલ્લી સાંજ’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પોર્ટુગીઝ લિસેયુનો અભ્યાસક્રમ પૂરો કર્યો. તેઓ મરાઠી ભાષાના જાણકાર છે. તેમને અંગ્રેજી તથા હિંદી ભાષાની પણ કાર્યસાધક જાણકારી છે. તેઓ…

વધુ વાંચો >

સુખથનકર દત્તારામ કૃષ્ણ

સુખથનકર, દત્તારામ કૃષ્ણ (જ. 11 ડિસેમ્બર 1924, મર્સેલા, ગોવા) : જાણીતા કોંકણી નિબંધકાર અને હાસ્યકાર. તેમને તેમના નિબંધસંગ્રહ ‘મન્ની પુનાવ’ (‘માલિની પૂર્ણિમા’) (1977) માટે 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે ગોવામાં પંજીમ ખાતેની એસ્કોલા મેડિકા નામની તબીબી કૉલેજમાંથી 1952માં તબીબી ક્ષેત્રે ‘મેડિકો સિરુર્જીઆઓ’ની ડિગ્રી મેળવી. ત્યારબાદ…

વધુ વાંચો >

હિમાલયન્ત (1976)

હિમાલયન્ત (1976) : કોંકણી સાહિત્યકાર રવીન્દ્ર કેલકર (જ. 1925, ગોવા) રચિત કૃતિ. તેમની આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીના 1977ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેઓ નામી નિબંધકાર અને ગદ્યલેખક છે. રામ મનોહર લોહિયાનાં પ્રેરણા-પ્રોત્સાહનથી તેઓ 1946માં ગોવાના મુક્ત આંદોલનમાં જોડાયા અને શિક્ષણ અધૂરું છોડવું પડ્યું. 3 વર્ષ સુધી તેમણે આંદોલનમાં ભાગ…

વધુ વાંચો >