Industry Business and Managment
અંબાણી મુકેશ
અંબાણી મુકેશ (જ 19 એપ્રિલ 1957) : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર તથા એશિયાના સૌથી ધનિકોની યાદીમાં પ્રથમ ક્રમાંકે સૂચિબદ્ધ. એશિયાના સૌથી ધનવાન વ્યક્તિઓની ફોર્બ્સ ઈન્ડિયાની ઑક્ટોબર 2023ની યાદીમાં પ્રથમ ક્રમાંકે સૂચિબદ્ધ થયેલા મુકેશ ધીરુભાઈ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર છે. ફોર્બ્સ ઇન્ડિયા મુજબ મુકેશ…
વધુ વાંચો >કોટક, ઉદય
કોટક, ઉદય (જ. 15 માર્ચ 1959, મુંબઈ) : ભારતના અગ્રણી અને સૌથી ધનિક બેંકર. દેશમાં ખાનગી ક્ષેત્રની ટોચની કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક. પરિવાર મધ્યમ વર્ગીય ગુજરાતી. સંયુક્ત પરિવારમાં ઉછેર થયો. પિતા સુરેશ કોટક અને માતા ઇન્દિરા કોટક. પરિવાર કપાસ અને અન્ય ખેત ઉત્પાદનોના વેપારમાં સંપૂર્ણપણે સંકળાયેલો છે. સુરેશ કોટક ‘કોટન મૅન…
વધુ વાંચો >ચંદરયા, મણિલાલ પ્રેમચંદ
ચંદરયા, મણિલાલ પ્રેમચંદ (જ. 1 માર્ચ, 1929 જ. નૈરોબી-) : ભારતીય મૂળના કેન્યાના ઉદ્યોગપતિ અને આફ્રિકન વ્યાપાર જગતના રાજા. તેમના પિતા સૌરાષ્ટ્રના વતની હતા, પરંતુ વેપાર માટે નૈરોબી ગયા. ત્યાં પ્રોવિઝન્સની દુકાન કરી પછી કેન્યા ગયા. તેમણે નાગરામાં પ્રોવિઝન્સ સ્ટોરની સ્થાપના કરી પછી મોમ્બાસામાં તેનો વિસ્તાર કર્યો. મણિલાલે નૈરોબી અને…
વધુ વાંચો >જિંદાલ, સજ્જન
જિંદાલ, સજ્જન (જ. 5 ડિસેમ્બર 1959, કોલકાતા) : જેએસડબલ્યુ ગ્રૂપ ઓફ કંપનીઝના ચૅરમૅન અને ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ. ગ્રૂપની વિવિધ કંપનીઓ સ્ટીલ, ખાણ-ખનીજ, ઊર્જા, સિમેન્ટ, રમતગમત, માળખાગત સુવિધા તેમજ સૉફ્ટવેર ડેવલપમેન્ટ જેવાં ક્ષેત્રોમાં કાર્યરત. પિતા ભારતીય ઉદ્યોગપતિ અને સાંસદ ઓમ પ્રકાશ જિંદાલ. માતા સાવિત્રી જિંદાલ, જેઓ વર્ષ 2021માં ભારતની ધનિક મહિલાઓમાં ટોચનું…
વધુ વાંચો >તાતા, રતન નવલ
તાતા, રતન નવલ (જ. 28 ડિસેમ્બર 1937, સૂરત, ગુજરાત; અ. 9 ઑક્ટોબર 2024, મુંબઈ, મહારાષ્ટ્ર) : તાતા જૂથના પૂર્વ અધ્યક્ષ. તેમનો જન્મ ડાયમંડ કેપિટલ સૂરતના પારસી પરિવારમાં થયેલો. માતા સૂની તાતા. પિતા નવલ તાતા. રતન દસ વર્ષના હતા ત્યારે તેમના માતા પિતા અલગ થઈ ગયેલા. તેમનાં પિતા એ સિમોન તાતા…
વધુ વાંચો >નાનજી, પ્રાણલાલ દેવકરણ
નાનજી, પ્રાણલાલ દેવકરણ (જ. 11 જૂન 1894, પોરબંદર; અ. 22 જુલાઈ 1956, મુંબઈ) : જાણીતા ઉદ્યોગપતિ, બૅન્કર અને દાતા. તેઓ શેઠ દેવકરણ નાનજીના બીજા પુત્ર હતા. 1911માં જયવતીબહેન સાથે લગ્ન. તેઓ મુંબઈમાં આવેલી દેવકરણ નાનજી બૅન્કિંગ કંપની, દેવકરણ નાનજી વીમા કંપની અને દેવકરણ નાનજી ઇન્વેસ્ટમેન્ટ કંપનીના સ્થાપક હતા. દેવકરણ નાનજીના…
વધુ વાંચો >બંગા, અજયપાલ સિંહ
બંગા, અજયપાલ સિંહ (જ. 10 નવેમ્બર 1959, પુણે, જિ. ખડકી, મહારાષ્ટ્ર) : વર્લ્ડ બૅન્ક સમૂહના અધ્યક્ષ. ભારતીય મૂળના અજય બંગા વિશ્વ બૅન્કના14મા અધ્યક્ષ બન્યા છે. વિશ્વ બૅન્કના 25 સભ્યોના કાર્યકારી બોર્ડે અજય બંગાને અધ્યક્ષના રૂપમાં પાંચ વર્ષના કાર્યકાળ માટે પસંદ કર્યા છે તેમનો કાર્યકાળ 2 જૂન 2023થી શરૂ થયો છે…
વધુ વાંચો >મહિન્દ્રા ,આનંદ
મહિન્દ્રા ,આનંદ (જ. 1 મે 1955, મુંબઈ, મહારાષ્ટ્ર) : વ્યાપારી જૂથ મહિન્દ્રા ગ્રૂપના અધ્યક્ષ. પિતા હરીશ જગદીશચંદ્ર મહિન્દ્રા ઉદ્યોગપતિ હતા. માતા ઇન્દિરા મહિન્દ્રા લેખિકા હતાં. આનંદ મહિન્દ્રાએ પોતાનું શાળાકીય શિક્ષણ લોરેન્સ સ્કૂલ, લવડેલ, તમિળનાડુમાં મેળવેલું. બાળપણથી જ ફિલ્મ બનાવવાનો શોખ હોવાથી આનંદ મહિન્દ્રાએ 1977માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ફિલ્મનિર્માણ અને વાસ્તુકલાના વિષયમાં…
વધુ વાંચો >મામણિયા, દામજીભાઈ લાલજીભાઈ (એન્કરવાલા)
મામણિયા, દામજીભાઈ લાલજીભાઈ (એન્કરવાલા) (જ. 25 સપ્ટેમ્બર 1937, કુંદરોડી, જિ. કચ્છ, અ. 29 જાન્યુઆરી 2023, મુંબઈ) : કચ્છી જૈનરત્ન, ઉદ્યોગપતિ, દાનવીર તથા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું ઉત્પાદન કરતી કંપનીના સ્થાપક. તેમના પિતા લાલજીભાઈ તેમના ગામમાં પૈસાની લેવડ-દેવડનું કામ કરતા હતા. દામજી 6 વર્ષના હતા ત્યારે તેમના પિતા મુંબઈ આવ્યા અને…
વધુ વાંચો >મિત્તલ, સુનિલ ભારતી
મિત્તલ, સુનિલ ભારતી (જ. 23 ઓક્ટોબર, 1957, લુધિયાણા, પંજાબ) : ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ, ભારતી એન્ટરપ્રાઇજિસના સ્થાપક અને ચૅરમૅન. ટેલિકોમ, વીમો, રિયલ એસ્ટેટ, મોલ્સ, હૉસ્પિટાલિટી, કૃષિ અને ફૂડ, શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં સક્રિય. તેમની મુખ્ય કંપની ભારતી એરટેલ વિશ્વની અને ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાં ગણના થાય છે, જે એશિયા અને આફ્રિકાના 18…
વધુ વાંચો >