Fashion

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન (NID)

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન (NID) : ડિઝાઇન વિષયમાં શિક્ષણ અને સેવાનું વિતરણ કરતી રાષ્ટ્રીય સ્તરની સંસ્થા. ઔદ્યોગિક ડિઝાઇન અને સંચાર (communication) જેવાં વ્યાપક લોકોપયોગી ક્ષેત્રોમાં શિક્ષણ, સંશોધન, તાલીમ અને સેવા પૂરી પાડવાના ઉદ્દેશથી 1961માં કેન્દ્ર-સરકાર દ્વારા અમદાવાદ ખાતે સ્થાપવામાં આવેલી સ્વાયત્ત રાષ્ટ્રીય સંસ્થા તે ‘રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થાન.’ તે NID તરીકે…

વધુ વાંચો >

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફૅશન ટૅક્નૉલૉજી

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફૅશન ટૅક્નૉલૉજી : વસ્ત્રનિર્માણક્ષેત્રે વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ પ્રશિક્ષણની સુવિધા પૂરી પાડતી ભારત સરકારની સંસ્થા. સ્થાપના 1992માં દિલ્હીમાં થઈ. ભારતની નિકાસોમાં કાપડનું સ્થાન પ્રથમ હોય એ પરંપરા કેટલાંક વર્ષોથી તૂટવા લાગી હતી. પરદેશોની સ્પર્ધા વધતી હતી. દેશમાં મિલો એક પછી એક બંધ પડતી જતી હતી; પણ તૈયાર વસ્ત્રોની…

વધુ વાંચો >

પગરખાં

પગરખાં : પગનાં તળિયાંને ઢાંકતું રક્ષા માટેનું તથા પાનીની શોભા માટેનું આવરણ. પગરખાંના વર્ગમાં ચાખડી, પાદુકા, ઉપાનહ, જૂતું, જોડો, મોજડી, ચંપલ, સૅન્ડલ, બૂટ, સ્લિપર વગેરેનો પણ સમાવેશ થાય છે. પગરખાંની ઉત્પત્તિ ક્યારે કેવી રીતે થઈ તે અનુમાનનો વિષય છે. કપિમાનવ (pithecanthropus) થોડો સમય વૃક્ષ પર અને થોડો સમય ધરતી પર…

વધુ વાંચો >

ફૅશન

ફૅશન : સામાજિક રૂઢિઓ અને જરૂરિયાતોને વખતોવખત આપવામાં આવતો નાવીન્યનો ઓપ, તેની લઢણો અને તેના પ્રવાહો. આ સામાજિક રૂઢિઓ અને જરૂરિયાતોમાં પહેરવેશ, ઘરેણાં, કેશકલા, શૃંગાર, રાચરચીલું, ઘરસજાવટ, ઘરમાં વપરાતાં ઉપકરણો, વાહનો, આહારની વાનગીઓ, ચિત્ર-શિલ્પ-સ્થાપત્ય, સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય, ફિલ્મની કળાઓ, વાતચીતની છટાઓ, શબ્દો અને ઉચ્ચારવાની રીત, આનંદ-પ્રમોદની પદ્ધતિઓ અને સામાજિક…

વધુ વાંચો >

મેનબૉરો

મેનબૉરો (જ. આશરે 1890, શિકાગો, ઇલિનૉઈ; અ. 1976) : અમેરિકાના ફૅશન-ડિઝાઇનર. મૂળ નામ મૅન રૂસો. તેમણે શિકાગોમાં અભ્યાસ કર્યો અને ત્યાં જ વ્યવસાય કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધમાં સેવા બજાવ્યા પછી તેઓ પૅરિસમાં રોકાઈ ગયા; ત્યાં તેઓ ખ્યાતનામ વેચાણગૃહ ‘હાર્પર્સ બાઝાર’માં ફૅશન કલાકાર તરીકે જોડાયા અને ફ્રેન્ચ સામયિક ‘વૉગ’ના તંત્રી બન્યા. 1930માં…

વધુ વાંચો >

રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા

રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા : જુઓ નૅશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન

વધુ વાંચો >