Cupressus sempervirens -an evergreen vascular plant with a very narrow-pencil-shaped crown that can grow up to 40 metres tall.
આગ્રાસરુ
આગ્રાસરુ : અનાવૃત બીજધારી વિભાગના કૉનિફરેલ્સ ગોત્રમાં આવેલા ક્યુપ્રેસેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cupressus semipervirens Linn. (ગુ. આગ્રાસરુ; અં. Italian Cypress) છે. તેના ભારતમાં થતા સહસભ્યોમાં જ્યુનિપેરસ, કૅલાઇટ્રીસ, થુજા અને લાઇબોસીડ્રસનો સમાવેશ થાય છે. કુપ્રેસસનાં વૃક્ષો વિશાળ અને સદાહરિત. છાલ પાતળી, લીસી ઊભી તિરાડો ધરાવતી અને પટ્ટીઓમાં છૂટી…
વધુ વાંચો >