Badlands-a type of dry terrain-softer sedimentary rocks-clay-rich soils have been extensively eroded by wind and water.

ખરાબો

ખરાબો : વનસ્પતિવિહીન ભાગો. પૃથ્વીની સપાટી પરના કેટલાક ભાગો લગભગ  વનસ્પતિવિહીન હોય છે, ત્યાં ઘસારાની ક્રિયાને કારણે સામાન્ય પ્રકારની ટેકરીઓ અને ખીણોને બદલે વાંકાચૂકાં સાંકડાં, ઊંડાં કોતરો અને ધારદાર ટોચ અસ્તિત્વમાં આવેલાં હોય છે. આ પ્રકારના લક્ષણવાળા જમીનવિસ્તારો ‘ખરાબો’ના નામથી ઓળખાય છે. આવા વિસ્તારોમાં મુસાફરી કરવાનું અશક્ય બની જાય છે…

વધુ વાંચો >