Azathioprine belongs to a class of drugs known as immunosuppressant used as an anti-inflammatory medicine
એઝાથાયોપ્રિમ
એઝાથાયોપ્રિમ : પ્રતિરક્ષાને દબાવનાર (immunosuppressive) દવા. તે પ્યુરિનનું સમધર્મી (analogue) રસાયણ છે, જે શરીરમાં 6 – મરક્ટોપ્યુરિનમાં રૂપાંતરિત થાય છે. ત્યારબાદ રાઇબોન્યૂક્લિ-યૉટાઇડ થાયો-ઇનોસાઇનિક ઍસિડમાં રૂપાંતરિત થઈને તેનું કાર્ય કરે છે. આ ચયાપચયી રસાયણો ડી.એન.એ.ના સંશ્લેષણમાં વપરાતા એડીનાઇન અને ગ્વાનિન બનાવવાની પ્રક્રિયા અટકાવે છે. તેને કારણે તે કોષોની સંખ્યાવૃદ્ધિ અટકાવે છે.…
વધુ વાંચો >