અશ્વત્થામા (3) (1973) : ગુજરાતી એકાંકી. લેખક મધુ રાય. મહાભારતના વિષયવસ્તુવાળું આ એકાંકી ધૃષ્ટદ્યુમ્ન દ્વારા અશ્વત્થામાના પિતા દ્રોણની છળથી હત્યા, ક્રોધી અશ્વત્થામાએ પાંડવપુત્રોની કરેલી વળતી હત્યા અને કૃષ્ણનો અશ્વત્થામા ઉપરનો શાપ નિરૂપે છે. એકાંકીની શરૂઆત નેપથ્યમાંથી સંભળાતા હજારો કાગડાઓને પીંખી ખાતા ઉલૂકના અવાજોથી થાય છે. રંગમંચનો અંધકાર એ અવાજોથી જીવંત…
વધુ વાંચો >