હેમાંગિની વસાવડા
કોશી ઑગસ્ટિન લૂઈ
કોશી, ઑગસ્ટિન લૂઈ (જ. 21 ઑગસ્ટ 1789, પૅરિસ; અ. 23 મે 1857, ફ્રાંસ) : મહાન ફ્રેંચ ગણિતશાસ્ત્રી. માતા મૅરી અને પિતા લૂઈ ફ્રાંસવાનું કોશી છઠ્ઠું સંતાન હતા. માતાપિતા ધર્મભાવનાવાળાં અને દયાવાન હતાં. ચુસ્ત ખ્રિસ્તીના આ સદગુણો તેમણે વારસામાં મેળવ્યા હતા. તેમના જન્મ વખતે ફ્રાન્સ ખૂબ નાજુક રાજકીય પરિસ્થિતિમાંથી પસાર થઈ…
વધુ વાંચો >ત્રિકોણમિતિ
ત્રિકોણમિતિ (trigonometry) : ત્રિકોણમિતીય વિધેયની મદદથી ત્રિકોણના સંઘટકો (બાજુઓ અને ખૂણાઓ) શોધવા માટે વપરાતી ગણિતની શાખા. ઇજનેરી, મોજણી, સ્થાપત્ય, વહાણવટું અને ખગોળશાસ્ત્ર જેવાં ક્ષેત્રમાં તે ભારે ઉપયોગી છે. ખગોળમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને તારાઓની ગતિનો અભ્યાસ કરવા અને અન્ય ગણતરીઓ કરવા અત્યંત પ્રાચીન કાળમાં તે શાખાનો ઉદભવ થયો. ગ્રીક ખગોળશાસ્ત્રીઓ…
વધુ વાંચો >બુલ, જ્યૉર્જ
બુલ, જ્યૉર્જ (જ. 2 નવેમ્બર 1815, લિંકન, ઇંગ્લૅન્ડ; અ. 8 ડિસેમ્બર 1864) : મહાન અંગ્રેજ ગણિતશાસ્ત્રી. જ્યૉર્જ બુલ બહુ જ ગરીબ એવા એક નાના દુકાનદારના પુત્ર હતા. શિક્ષણ માટે સારી શાળાની સગવડ પણ નહોતી મળી. એ સમયે શિક્ષિત સમાજમાં સ્થાન મેળવવા લૅટિન ભાષાની જાણકારીની આવશ્યકતા ગણાતી. તેમની શાળામાં લૅટિન શીખવાની…
વધુ વાંચો >સમીકરણના સંખ્યાત્મક ઉકેલ
સમીકરણના સંખ્યાત્મક ઉકેલ : જ્યારે સમીકરણનો સંપૂર્ણ ઉકેલ અશક્ય કે દુષ્કર હોય ત્યારે તેના બીજની નજીકની સંખ્યા શોધવાની પદ્ધતિ. વિજ્ઞાન અને ઇજનેરી પ્રશ્નોના ઉકેલ માટે બૈજિક (algebraic) તેમજ અબૈજિક (transcendental) સમીકરણોના ઉકેલ શોધવાનું જરૂરી છે; પરંતુ આવા સમીકરણના બિલકુલ ચોક્કસ (exact) ઉકેલ મેળવવાનું હંમેશાં શક્ય હોતું નથી. કેટલીક વાર ચોક્કસ…
વધુ વાંચો >