હિંમતરામ જાની

અદભુતસાગર

અદભુતસાગર : મિથિલાના રાજા બલ્લાલસેને રચેલો સંસ્કૃત ગ્રંથ. તેમાં વેદવેદાંગોથી આરંભી વિક્રમની દશમી શતાબ્દી સુધીના જ્યોતિષ, આયુર્વેદ, શુકન આદિ વિષયોનું દોહન કરીને શુભાશુભ અદભુતોનો સંગ્રહ કર્યો છે. આ ગ્રંથમાં પૃથ્વી ઉપર દેખાતા અદભુત બનાવોનાં પરિણામોનો વિચાર કરવામાં આવ્યો છે. આથી ગ્રંથનું ‘અદભુતસાગર’ નામ આપ્યું જણાય છે. આ ગ્રંથના દિવ્યાશ્રય, અંતરીક્ષાશ્રય…

વધુ વાંચો >

અધિકમાસ ­— ક્ષયમાસ

અધિકમાસ ­— ક્ષયમાસ : ઋતુઓ અને તહેવારો નિયત રીતે આવે તે માટે ભારતીય પંચાંગમાં કરવામાં આવેલી વિશિષ્ટ જોગવાઈ. ભારતીય પંચાંગોમાં તથા ધર્મશાસ્ત્રોમાં પ્રાચીન કાળથી સૌર, ચાંદ્ર, સાયન અને નાક્ષત્ર એમ ચાર પ્રકારનું કાલમાન મિશ્ર રૂપે સ્વીકારેલું છે. તેમાં સૌર અને ચાંદ્રમાસનો સમન્વય કરી ઋતુઓ અને તહેવારો નિયત રીતે આવ્યા કરે…

વધુ વાંચો >

આર્યભટ્ટ

આર્યભટ્ટ : ભારતમાં થઈ ગયેલા આ નામના બે ગણિતજ્ઞ ખગોળવેત્તાઓ. (1) આર્યભટ્ટ પ્રથમનો જન્મ ઈ. સ. 476માં થયો હતો. તે એક પ્રખર ગણિતજ્ઞ અને ખગોળવેત્તા હતા. તેમનો જન્મ કુસુમપુર નગરમાં થયો હતો. એમ મનાતું હતું કે કુસુમપુર હાલનું પટણા કે તેની નજીકનું કોઈ ગામ હશે; પરંતુ તે કદાચ દક્ષિણ ભારતના કેરળ…

વધુ વાંચો >

કાલગણના (જ્યોતિષ)

કાલગણના (જ્યોતિષ) : સૂર્યચંદ્રના ભ્રમણથી થતા દેખીતા ફેરફારના આધારે સમયની ગણતરી કરવાની પ્રાચીન ભારતીય પદ્ધતિ. પૂર્વક્ષિતિજ ઉપર સૂર્ય આવતાં તેને સૂર્યોદય કહીએ છીએ અને પશ્ચિમ ક્ષિતિજ ઉપર ગયા પછી સૂર્ય દેખાતો બંધ થવા માંડે છે તેને સૂર્યાસ્ત કહીએ છીએ. સૂર્યાસ્ત થયા પછી ફરી સૂર્યનો ઉદય થાય તેટલા સમયને રાત્રિ કહીએ…

વધુ વાંચો >

કાલસર્પયોગ

કાલસર્પયોગ : અત્યંત ચર્ચાયેલો પણ કપોલકલ્પિત મનાયેલો ગ્રહયોગ. લગભગ 1930-1940ના ગાળાથી જ્યોતિષીઓમાં કાલસર્પ નામના અશુભ યોગની ચર્ચા થાય છે. આ યોગ જ્યોતિષશાસ્ત્રના ફલિતવિભાગના પ્રાચીન ગ્રંથોમાં ક્યાંય જોવામાં આવતો નથી. કેટલાક લોકો કપોલકલ્પિત રીતે, પ્રાચીન કાળથી આ યોગ જાણવામાં હતો અને તેનું કેટલાક ગ્રંથોમાં વિવેચન છે એમ પ્રતિપાદન પણ કરે છે,…

વધુ વાંચો >

કીરો

કીરો (જ. 1865; અ. 1926) : પ્રસિદ્ધ હસ્તરેખાવિદ. મૂળ નામ લુઈ (હેમન). કીરો અથવા શીરો તેનું ઉપનામ. જિપ્સી લોકોની જેમ તે હસ્તરેખા ઉપરથી ભવિષ્યકથન કરતો. હસ્તરેખાઓ ઉપરનું એનું અધ્યયન એટલું સચોટ હતું કે તેના નામ ઉપરથી હસ્તરેખાશાસ્ત્ર ‘કીરોમન્સી’ના નામે પ્રસિદ્ધ થયેલું. એણે ભારતમાં રહી હસ્તરેખા અને ગૂઢ વિદ્યાનું અધ્યયન કરેલું.…

વધુ વાંચો >

ગર્ગ (વૃદ્ધ ગર્ગ)

ગર્ગ (વૃદ્ધ ગર્ગ) : અતિ પ્રાચીન મંત્રદ્રષ્ટા, કવિ, તત્વદર્શી અને જ્યોતિર્વિદ. ગર્ગ નામે ઓછામાં ઓછી ત્રણ વિખ્યાત વ્યક્તિઓના ઉલ્લેખ પ્રાચીન સાહિત્યમાં મળે છે. તેમાંના પ્રાચીનતમ ગર્ગનું દર્શન ઋક્સંહિતાના છઠ્ઠા મંડળનું સુડતાલીસમું સૂક્ત છે. એમનાં સૂક્તોમાં મળતી ઇન્દ્ર અને સોમની સ્તુતિઓમાં તેમનું કવિત્વ અને સૂક્ષ્મ તત્ત્વદર્શન જણાઈ આવે છે. આ ગર્ગ…

વધુ વાંચો >

ગુરુ

ગુરુ : વેદ, શાસ્ત્ર અને લૌકિક વિદ્યા ભણાવે તે સામાન્ય અર્થમાં ગુરુ કહેવાય. गुणाति उपदिशति इति गुरु: એવી આ શબ્દની વ્યુત્પત્તિ આ અર્થનું સમર્થન કરે છે. ગુ – અજ્ઞાન, રુ – રોકનાર. અજ્ઞાનને રોકનાર નિર્વચન પણ અપાયું છે. ઉપદેશના ક્ષેત્રમાં વેદ, શાસ્ત્ર, પુરાણ, કાવ્ય, અધ્યાત્મવિદ્યા, ધર્મ, વ્યવહાર અને સર્વ વિષયો…

વધુ વાંચો >

જાતક પારિજાત

જાતક પારિજાત : જ્યોતિષની જાતક શાખાનો મહત્વપૂર્ણ ગ્રંથ. વૈદ્યનાથ દૈવજ્ઞે પંદરમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં આ ગ્રંથ રચ્યો છે. જ્યોતિષશાસ્ત્રના અભ્યાસક્રમમાં તેનો સમાવેશ થયેલો છે. ગ્રંથકારે ગ્રંથારંભે પ્રતિજ્ઞા કરેલી છે કે હું ‘સારાવલી’ નામના કલ્યાણવર્માએ લખેલા ગ્રંથના આધારે અથવા તેને મૂળ તત્ત્વ તરીકે સ્વીકારીને આ ગ્રંથ લખી રહ્યો છું. કલ્યાણવર્મા (899) ગુજરાતની…

વધુ વાંચો >

તંત્રશાસ્ત્ર

તંત્રશાસ્ત્ર : તત્વ અને મંત્રાદિના વિવિધ અર્થોનો જે વિસ્તાર કરે અને સાધકનું જે ત્રાણ એટલે રક્ષણ કરે તે તંત્ર. આ અતિપ્રાચીન શાસ્ત્રને વેદની સમકક્ષ ગણવામાં આવે છે. તંત્રશાસ્ત્રનું એક નામ આગમશાસ્ત્ર છે. વેદોનું એક નામ નિગમ છે. આ બન્ને નામો ભેગાં કરીને આગમ-નિગમ રહસ્યમયશાસ્ત્ર તરીકે ઓળખાય છે. મહાદેવજીએ ઉપદેશેલું, ગિરિજાએ…

વધુ વાંચો >