હસુતાબહેન સેદાણી

અમરાવતી (1)

અમરાવતી (1) : આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીને કાંઠે આવેલી પ્રાચીન આંધ્રવંશની રાજધાની. તેનું પ્રાચીન નામ ધાન્યકટક હતું. શાતવાહન વંશના રાજા શાતકર્ણિએ ઈ. પૂ. 180માં આ નગરી વસાવી હતી. શાતવાહન રાજાઓએ અમરાવતીમાં પ્રથમ ઈ. પૂ. 200માં સ્તૂપ બંધાવેલો, પછી કુષાણ કાલમાં અહીં અનેક સ્તૂપો બન્યા. ધાન્યકટકની નજીકની પહાડીઓમાં શ્રીપર્વત (શ્રીશૈલ) કે નાગાર્જુનીકોંડ…

વધુ વાંચો >

બાવરી પંથ (સોળમી સદી)

બાવરી પંથ (સોળમી સદી) : ઉત્તર ભારતમાં બાવરીસાહેબા નામનાં સ્ત્રીસંતના નામ પરથી પ્રચલિત થયેલો એક અદ્વૈતવાદી ભક્તિપંથ. આ પંથની પરંપરાનો પ્રારંભ ગાઝીપુર જિલ્લાના પટણા નામના ગામમાં  રામાનંદજી નામના કોઈ અલગારી સંતે કર્યો હોવાનું મનાય છે. રામાનંદના શિષ્ય દયાનંદ અને પ્રશિષ્ય માયાનંદ થયા. આ ત્રણેય મહાત્માઓએ કોઈ પંથ સ્થાપવાની પ્રવૃત્તિ કરી…

વધુ વાંચો >

મંડપ (પલ્લવ)

મંડપ (પલ્લવ) : દક્ષિણ ભારતના પલ્લવ રાજ્યમાં સાતમી સદી દરમિયાન વિકસેલો વિશિષ્ટ સ્થાપત્ય-પ્રકાર. એમાં ડુંગરની અંદર ગુફાની જેમ દેવાલય કંડારવામાં આવે છે. આ શૈલોત્કીર્ણ દેવાલયને ત્યાં સામાન્ય રીતે ‘મંડપમ્’ તરીકે ઓળખવામાં આવે છે. આ શૈલીનો પ્રારંભ પલ્લવનરેશ મહેન્દ્રવર્મા(610–640)એ કરેલો અને તેના ઉત્તરાધિકારી નરસિંહવર્મા(640–668)એ એનો વિકાસ કરેલો. મહેન્દ્રવર્માએ કંડારાવેલ 14 મંડપો…

વધુ વાંચો >

માધવવાવ (વઢવાણ)

માધવવાવ (વઢવાણ) : ગુજરાતની એક ઉત્તમ વાવ. આ સુંદર વાવ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરથી 8 કિમી. દૂર આવેલા વઢવાણના પ્રાચીન નગરના મધ્યના જૂના વિસ્તારમાં આવેલી છે. લોકકથા પ્રમાણે આ વાવ ગુજરાતના વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવના મંત્રી માધવે બંધાવી હતી. વાવમાંના એક પથ્થર પર ઈ. સ. 1294નો શિલાલેખ કોતરેલો છે, જેના પરથી…

વધુ વાંચો >