હર્ષિદા દવે
અપરાધવિજ્ઞાન
અપરાધવિજ્ઞાન ગુનાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ, ગુનાઓ પર અંકુશ, ગુનેગારોને ફરમાવવામાં આવતી સજાઓનું સ્વરૂપ વગેરે બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. અપરાધ એટલે કોઈ પણ સમુદાયે જે તે સ્થળે અને સમયે વિધિવત્ અપનાવેલ અને અમલમાં મૂકેલ કાયદાનું ઉલ્લંઘન. માત્ર સામાજિક અને સાંસ્કારિક મૂલ્યોના સંદર્ભમાં વ્યક્તિના અપેક્ષિત વર્તનને કાયદાનું નામ આપી શકાય નહિ. એ અપરાધની…
વધુ વાંચો >આદિમ જૂથો
આદિમ જૂથો : આદિમ એટલે આરંભ, ઉદભવ અથવા સંસ્કૃતિનો ઉષ:કાળનો સમય. આદિમ એટલે પ્રથમ અથવા પ્રાથમિક એવો શબ્દાર્થ થાય છે. અંગ્રેજી ભાષામાં આદિમ માટે ‘primitive’ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. આ શબ્દ લૅટિન ભાષાના ‘primitivus’ શબ્દ ઉપરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ પ્રાચીન કે પહેલાંનું એવો થાય છે. વેબ્સ્ટરના શબ્દકોશ પ્રમાણે…
વધુ વાંચો >થર્નવાલ્ડ રિચાર્ડ
થર્નવાલ્ડ રિચાર્ડ (જ. 18 સપ્ટેમ્બર 1869, વિયેના; અ. 19 જાન્યુઆરી 1954, બર્લિન) : જર્મનીના વિદ્વાન માનવશાસ્ત્રી. તેઓ તેમના સામાજિક સંસ્થાઓના તુલનાત્મક અભ્યાસ માટે જાણીતા છે. સમાજમાનવશાસ્ત્ર વિશેના તેમના સમૃદ્ધ વિચારો ક્ષેત્રકાર્ય દ્વારા કરેલા વિવિધ સમુદાયો વિશેના અભ્યાસોની ફલશ્રુતિ છે. તેમણે સોલોમન ટાપુઓ અને માઇક્રોનેશિયાના અભ્યાસો 1906થી 1909 તથા 1932માં કર્યા…
વધુ વાંચો >પારસન્સ ટૉલકૉટ
પારસન્સ, ટૉલકૉટ (જ. 13 ડિસેમ્બર 1902, કૉલારાડો સ્પ્રિંગ્ઝ, કૉલારાડો, યુ.એસ.; અ. 8 મે 1979, મ્યૂનિક, વેસ્ટ જર્મની) : જાણીતા અમેરિકન સમાજશાસ્ત્રી. પિતા એડ્વર્ડ પારસન્સ એ જ શહેરના ધાર્મિક સમુદાયના મિનિસ્ટર હતા. તેમણે સામાજિક સુધારક તરીકે સામાજિક સુધારણાના આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું આખું કુટુંબ સામાજિક સુધારણાના રંગે રંગાયેલું હતું.…
વધુ વાંચો >પ્રચાર
પ્રચાર : સમગ્ર સમાજ કે તેના કોઈ વિભાગ પર માનસિક તેમજ બૌદ્ધિક નિયંત્રણ પ્રસ્થાપિત કરવા માટેનું સાધન. તેના દ્વારા પ્રતીકોના હેતુપૂર્વક સુવ્યવસ્થિત ઉપયોગ વડે લોકોનાં મનોવલણો, વિચારો અને મૂલ્યોનું નિયંત્રણ કરીને નિર્ધારિત લક્ષ્ય(target)ને પૂર્વનિશ્ચિત દિશામાં વાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે તેનાથી અસર પામતી વ્યક્તિ કે…
વધુ વાંચો >પ્રશ્નાવલી
પ્રશ્નાવલી : વિશાળ સમુદાયના લોકો પાસેથી માહિતી એકત્રિત કરવાની ઝડપી અને સરળ પદ્ધતિ. સામાજિક વિજ્ઞાનોમાં વ્યવસ્થિત અને પદ્ધતિસરનાં અભ્યાસ-સંશોધન કરવા માટે તેનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ અન્ય વિદ્યાક્ષેત્રોમાં પણ ઉપયોગી છે. આ પદ્ધતિનો સર્વપ્રથમ ઉપયોગ હૉરેસ મૅને 1847માં કર્યો હતો. હવે સંશોધન કરવા માટે આ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ થાય…
વધુ વાંચો >બળાત્કાર
બળાત્કાર : સ્ત્રીની ઇચ્છા તથા સંમતિ વગર બળજબરીથી તેની સાથે કરવામાં આવતો જાતીય સંબંધ. ભારતીય દંડસંહિતાની કલમ 375 મુજબ 16 વર્ષથી નાની ઉંમરની કન્યા સાથે તેની ઇચ્છા વિરુદ્ધ, તેની સંમતિ (consent) વિના કે અયોગ્ય રીતે મેળવાયેલી સંમતિ સાથે અથવા 15 વર્ષ કે તેથી નાની પત્ની સાથે કરાયેલો જાતીય સંબંધ બળાત્કાર…
વધુ વાંચો >બાલ-અપરાધ અને કાયદો
બાલ-અપરાધ અને કાયદો : બાલઅપરાધ : સગીર વયની વ્યક્તિ દ્વારા અવારનવાર જાણ્યે-અજાણ્યે કરવામાં આવતા ગુનાઓ. અપરાધ એટલે રાષ્ટ્રના કાયદા દ્વારા નિષિદ્ધ થયેલ કાર્ય. તે માટે નિર્ધારિત સજા કે દંડ પણ હોય છે. બાલ-અપરાધ એ બાળકે કરેલું એવું સમાજવિરોધી ગેરવર્તન છે, જેની સામે કાનૂની કાર્યવાહી કરવાનું અનિવાર્ય થઈ પડે છે. વિવિધ…
વધુ વાંચો >બાલકલ્યાણ
બાલકલ્યાણ : બાળકના સર્વાંગી વિકાસને સ્પર્શતી વિભાવના. વિશ્વના તમામ દેશોમાં વસતાં બાળકો વિશ્વના ભાવિ નાગરિકો અને સમાજવ્યવસ્થાના પ્રણેતાઓ છે. શારીરિક, માનસિક તથા સામાજિક રીતે સ્વસ્થ બાળકો વિશ્વની સાચી સંપત્તિ છે. યુનોએ તથા વિશ્વના તમામ દેશોએ બાલકલ્યાણનું આયોજન કરેલ છે. બાલકલ્યાણ અંગેના ખ્યાલ બાળકના સર્વાંગીણ વિકાસ સાથે સંકળાયેલ છે. માનવ- કલ્યાણની…
વધુ વાંચો >ભટ્ટ, ઇલાબહેન રમેશભાઈ
ભટ્ટ, ઇલાબહેન રમેશભાઈ (જ. 7 સપ્ટેમ્બર 1933, અમદાવાદ; અ. 2 નવેમ્બર 2022, અમદાવાદ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સામાજિક કાર્યકર. તેમણે ગુજરાત યુનિવર્સિટીની સ્નાતક તથા કાયદાની પદવી પ્રાપ્ત કરી હતી. ઇઝરાયલમાંથી લેબર ઍન્ડ કો-ઑપરેટિવનો ડિપ્લોમા મેળવ્યો હતો. 1955થી 1959 દરમિયાન તેમણે સામાજિક કાર્યકર તરીકે તથા 1961થી 1968 દરમિયાન સરકારી લેબર ડિપાર્ટમેન્ટમાં એમ્પ્લૉયમેન્ટ-…
વધુ વાંચો >