હરિહરિહરિવાહન

હરિહરિહરિવાહન

હરિહરિહરિવાહન : બોધિસત્વ અવલોકિતેશ્વરનું વિશિષ્ટ મૂર્તિ સ્વરૂપ. શ્વેતવર્ણનું આ સ્વરૂપ ષડ્ભુજ છે. તેમના વાહનમાં સિંહ, ગરુડ અને વિષ્ણુને દર્શાવ્યા છે. ‘સાધનમાલા’માં જણાવ્યા પ્રમાણે તેમના મસ્તકે જટામુકુટ અને શરીરે સુંદર વસ્ત્રાલંકારો ધારણ કરેલાં હોય છે. જમણી બાજુના એક હાથમાં તથાગતનું સ્વરૂપ, બીજા હાથમાં અક્ષમાલા અને ત્રીજો હાથ વ્યાખ્યાન મુદ્રામાં હોય છે.…

વધુ વાંચો >