સૂ. ગી. દવે

ચૅડવિક, સર જેમ્સ

ચૅડવિક, સર જેમ્સ (જ. 20 ઑક્ટોબર 1891, મૅન્ચેસ્ટર, ઇંગ્લૅન્ડ; અ. 24 જુલાઈ 1974, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : ન્યુટ્રૉનની શોધ માટે 1935ના વર્ષનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર વિજ્ઞાની. શરૂઆતનો અભ્યાસ મૅન્ચેસ્ટર ગ્રામર સ્કૂલમાં. 1911માં યુનિવર્સિટી ઑવ્ મૅન્ચેસ્ટરમાંથી સ્નાતક થયા પછી તે જ યુનિવર્સિટીમાં એમ.એસસી. માટે જોડાઈ 1911થી 1913 દરમિયાન સર અર્નેસ્ટ રૂધરફર્ડના…

વધુ વાંચો >

ચેમ્બરલિન, ઓઇન

ચેમ્બરલિન, ઓઇન (જ. 10 જુલાઈ 1920, સાન ફ્રાન્સિસ્કો, યુ. એસ.; અ. 28 ફેબ્રુઆરી 2006, બર્કલે, કૅલિફૉર્નિયા) : એમિલિયો સર્જે સાથે પ્રતિ-પ્રોટૉન(antiproton)ની શોધ માટે 1959નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અમેરિકન ભૌતિકશાસ્ત્રી. પિતા એડવર્ડ ચેમ્બરલિન વિખ્યાત રેડિયોલૉજિસ્ટ હતા. 1941માં ડાર્ટમથ કૉલેજમાંથી સ્નાતક થયા.  1942–45 દરમિયાન પરમાણુ બૉમ્બના વિકાસ માટેના ‘મૅનહટન પ્રૉજેક્ટ’…

વધુ વાંચો >

ચેરેન્કવ, પાવેલ એલેક્સિયેવિચ

ચેરેન્કવ, પાવેલ એલેક્સિયેવિચ (જ. 15 જુલાઈ 1904, વૉરૉનેઝ, રશિયા; અ. 6 જાન્યુઆરી 1990, રશિયા) : ‘ચેરેન્કવ અસર’ની શોધ માટે 1958માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર રશિયન ભૌતિકશાસ્ત્રી. તેમનો જન્મ ખેડૂત કુટુંબમાં થયો હતો. 1928માં વૉરૉનેઝ યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈને સોવિયેટ યુનિયનના મૉસ્કોમાં ‘એકૅડેમી ઑવ્ સાયન્સ’ના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં સંશોધનકાર્ય શરૂ કર્યું.…

વધુ વાંચો >

ચેરેન્કવ વિકિરણ

ચેરેન્કવ વિકિરણ : અત્યંત ઝડપી વિદ્યુતભારિત કણ, કોઈ પારદર્શક, અવાહક કે ઘન માધ્યમમાંથી, તે માધ્યમમાંની પ્રકાશની ઝડપ કરતાં વધુ ઝડપે પસાર થાય ત્યારે ઉદભવતો પ્રકાશ. ન્યૂક્લિયર રિઍક્ટર જળમાં, સક્રિય બળતણ ઘટકો નજીક જોવા મળતી વાદળી દીપ્તિ (glow) આ પ્રકારના વિકિરણનું ઉદાહરણ છે. ચેરેન્કવ વિકિરણનું ઉત્સર્જન, ધ્વનિ કરતાં પણ વધુ ઝડપે…

વધુ વાંચો >

ચૉપર (chopper)

ચૉપર (chopper) : સિગ્નલ પરિપથ(signal circuit)ને નિશ્ચિત સમયાંતરે ચાલુ-બંધ કરતી એક વિદ્યુત-યાંત્રિક રચના. સિગ્નલ પરિપથ ઉપરાંત પ્રકાશ-વૈદ્યુત, ઇલેક્ટ્રૉનિક અને ટ્રાન્ઝિસ્ટર પરિપથમાં ચૉપર યાંત્રિકીય કાર્ય કરે છે. પહેલાંના સમયમાં કૅમેરામાં પ્રકાશનું નિયંત્રણ કરવા માટે વપરાતી ઑપ્ટિકલ શટર(optical shutter)ની રચના ચૉપરને મળતી આવે છે. ચૉપર શબ્દ ચૉપિંગ (chopping interruption-રુકાવટ) પરથી આવેલો છે.…

વધુ વાંચો >

ઝીમન અસર

ઝીમન અસર (Zeeman effect) : ચુંબકીય ક્ષેત્રની અસર નીચે વર્ણપટની રેખાઓ બેવડાઈ કે ત્રેવડાઈ જવાની ઘટના. તેના અભ્યાસ માટેની પ્રાયોગિક ગોઠવણી આાકૃતિ 1માં દર્શાવી છે, જેમાં પ્રકાશસ્રોત S, માત્ર એક જ તરંગલંબાઈ λ0 અને આવૃત્તિ 0ના પ્રકાશનું ઉત્સર્જન કરે છે : આ સંજોગોમાં આકૃતિ 1માં રાખેલા વર્ણપટમાપક-(spectrometer)માં ચુંબકીય ક્ષેત્ર Hની…

વધુ વાંચો >

તારસંચાર

તારસંચાર (telegraphy) : બે અથવા વધુ ભૂમિમથકો વચ્ચે સંદેશા કે માહિતીનું આદાનપ્રદાન કરવાની એક એવી પદ્ધતિ કે જેમાં વિદ્યુતીય આવેગો (impulses) રૂપે સંકેતો  (signals) મોકલવામાં અને મેળવવામાં આવે છે. ‘‘Telegraphy’’ શબ્દનો અર્થ ‘‘far-off writing’’ થાય છે. દૂરસંચાર (telecommunications) તરીકે ઓળખાતી વ્યાપક પદ્ધતિઓ પૈકીની આ એક સરળ પદ્ધતિ છે. 1838માં સેમ્યુઅલ…

વધુ વાંચો >

દિશાનિર્ધારણ

દિશાનિર્ધારણ (direction-finding) હવાઈ કે દરિયાઈ જહાજ તેની મુસાફરી દરમિયાન તેના માર્ગમાં કયે સ્થળે આવેલું છે તેમ જ આગળ કઈ દિશામાં જઈ રહ્યું છે તે નિશ્ચિત કરતી એક સંરચના. દિશાનિર્ધારણ ત્રણ જુદી જુદી રીતે થઈ શકે છે. (1) દિગ્ધર્મી ઍન્ટેના, (2) ઉપગ્રહ અને (3) રડાર વડે. કાર કે બસના કિસ્સામાં દિશાનિર્ધારણ…

વધુ વાંચો >

દૂરમાપન

દૂરમાપન (telemetry) : કોઈ એક સ્થળ A આગળ આવેલા તંત્ર (system) પર ચાલતા વૈચારિક પ્રયોગ અથવા તો કુદરતી પ્રક્રિયાના વિવિધ તબક્કે, તંત્ર તાપમાન, દબાણ, પ્રવેગ વગેરે ભૌતિક રાશિઓનાં ચોક્કસ મૂલ્ય, દૂરના અન્ય સ્થળ B આગળ આવેલા નિરીક્ષણમથક (monitoring station) સુધી પહોંચાડવાની યોજના. A અને B વચ્ચેનું અંતર અમુક કિસ્સામાં 200…

વધુ વાંચો >

દૂરવાણી

દૂરવાણી દૂરવાણી (telephony) : દૂરનાં બે સ્થળો વચ્ચે સંદેશાવ્યવહાર સ્થાપવા માટેના વ્યાપક-દૂરસંચાર(telecommunication)ની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી શાખા. આ પદ્ધતિમાં ટેલિફોન જેવા સાદા ઉપકરણનો ઉપયોગ કરીને, કોઈ પણ દેશની વ્યક્તિ, ગમે તે દેશની બીજી વ્યક્તિ સાથે સીધી જ વાતચીત કરી શકે છે. ટેલિફોનની શોધ, સ્કૉટલૅન્ડમાં જન્મેલા પરંતુ અમેરિકામાં સ્થાયી થયેલા, બોસ્ટન…

વધુ વાંચો >