સુ. ર. ઓઝા

એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ

એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ (SI – Systeme Internationale d’ Unites) : તોલમાપ માટેની વિશ્વમાન્ય પદ્ધતિ. તોલમાપ માટે કાળક્રમે વિકાસ પામેલ પદ્ધતિ (ફૂટ, પાઉન્ડ વગેરેને આવરી લેતી) લાંબા સમયથી વપરાશમાં હતી. 1790માં ફ્રાંસમાં મૅટ્રિક પદ્ધતિ અસ્તિત્વમાં આવી અને તોલમાપ માટેની એક સુયોજિત તાર્કિક પદ્ધતિનો જન્મ થયો. મૅટ્રિક પદ્ધતિમાં નિયમિત સુધારાવધારા થતા આવ્યા…

વધુ વાંચો >

ઔદ્યોગિક ઇજનેરી

ઔદ્યોગિક ઇજનેરી માનવશક્તિ, નાણું, સાધનો, માલસામાન અને યંત્રોની સંકલિત પ્રણાલીઓની યોજના, સુધારણા અને અમલીકરણ સાથે સંબંધિત વિશિષ્ટ ઔદ્યોગિક પ્રવૃત્તિ. વિશાળ ગ્રાહકવર્ગને પોસાતી કિંમતે મળે તે રીતે સુંદર ડિઝાઇનવાળી ઉપયોગી વસ્તુઓનું મોટા જથ્થામાં ઉત્પાદન કરવું તે આધુનિક ઉદ્યોગનું ધ્યેય અને ઘણે અંશે તેની સિદ્ધિ પણ બનેલ છે. ઔદ્યોગિક ક્રાંતિનું એ પરિણામ…

વધુ વાંચો >

કાર્યપ્રણાલી-સંશોધન

કાર્યપ્રણાલી-સંશોધન (Operational Research) : ઇજનેરી અને ઔદ્યોગિક સંચાલન જેવી જટિલ પ્રણાલીઓને ગણિતના વ્યાપક વિનિયોગ દ્વારા વર્ણવતી કાર્યપદ્ધતિ. કાર્યપ્રણાલી-સંશોધન (OR) બીજા વિશ્વયુદ્ધની ફલશ્રુતિ છે. યુદ્ધમાં ટાઇમ-બૉમ્બના ઉપયોગ માટે અને જુદી જુદી વ્યૂહરચનાઓ માટે કાર્યપ્રણાલી-સંશોધનનો ઉપયોગ થયો હતો. યુદ્ધ બાદ ઉદભવેલી આર્થિક મંદીના ઝડપી સુધારા માટે યુ.કે.માં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનાં…

વધુ વાંચો >

ક્યૂઇંગ સિદ્ધાંત

ક્યૂઇંગ સિદ્ધાંત : સંભાવનાશાસ્ત્ર(science of probability)નો એક મહત્વનો સિદ્ધાંત. પ્રતીક્ષા-કતાર(waiting queue)ના સિદ્ધાંત તરીકે પણ તે ઓળખાય છે. આ સિદ્ધાંત પ્રતીક્ષા કરતા ગ્રાહકની કતાર અને તેમને સેવા આપવાના સમય સાથે સંકળાયેલ ક્રિયાવિધિનું સૂચન કરે છે. જાહેર સેવાનાં તંત્રોમાં કોઈ પણ પ્રકારની સેવા મેળવવા માટે વ્યક્તિઓ આવે છે ત્યારે પ્રતીક્ષા-કતારમાં જોડાય છે…

વધુ વાંચો >

ક્રાંતિક પથપદ્ધતિ

ક્રાંતિક પથપદ્ધતિ (critical path method – CPM) : પરિયોજનાની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન અને નિયંત્રણ કરી તેને પરિપૂર્ણ કરવા માટેની પ્રવિધિ. આ પદ્ધતિનો ઉદય લગભગ 1955ની આસપાસ થયો, જ્યારે તેનો વિકાસ પરિયોજનાને નેટવર્ક દ્વારા દર્શાવવાથી થયો. આખી પરિયોજનાને જુદી જુદી નાની નાની અનેક પ્રવૃત્તિઓમાં વિભાજિત કરવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિઓ…

વધુ વાંચો >