સુરેશ જ. દવે

આખ્યાયિકા

આખ્યાયિકા : સંસ્કૃત ગદ્યસાહિત્યનો આત્મકથાત્મક પ્રકાર. તેમાં કથાનાયક પોતે જ પોતાનું વૃત્તાંત કહે છે. તે સત્ય ઘટના પર આધારિત હોય છે. શરૂઆતમાં મંગલશ્લોક, પછી રાજાની પ્રશંસા, કવિવંદના, પરગુણસંકીર્તન અને દુર્જનનિંદા આવી શકે. ત્યારબાદ કવિના વંશની વિસ્તૃત માહિતી ગદ્યમાં રજૂ થાય. આખ્યાયિકામાં પ્રકરણો હોય છે અને તેને ઉચ્છવાસ કહેવાય છે. તેમાં…

વધુ વાંચો >

ઉપપુરાણ

ઉપપુરાણ : મહાપુરાણોથી પૃથક્ પુરાણગ્રંથો. વ્યાસમુનિ પાસેથી અઢાર પુરાણો સાંભળ્યા પછી ઋષિમુનિઓએ જે પુરાણો રચ્યાં તે ઉપપુરાણો કહેવાયાં; જોકે મોટાભાગનાં ઉપપુરાણોનો ઉલ્લેખ ‘પુરાણ’ તરીકે થાય છે. દરેક પુરાણનું એક ઉપપુરાણ હોય છે. ઉપપુરાણો તો મહાપુરાણોના ઉપભેદ છે એવી માન્યતા પ્રચલિત છે. સૌરપુરાણમાં સર્ગ, પ્રતિસર્ગ વગેરે પાંચ લક્ષણોને ઉપપુરાણનાં લક્ષણો કહ્યાં…

વધુ વાંચો >

કથાસરિત્સાગર

કથાસરિત્સાગર (અગિયારમી સદી ઉત્તરાર્ધ) : કાશ્મીરી બ્રાહ્મણ કવિ સોમદેવનો સંસ્કૃત કથાગ્રંથ. ગુણાઢ્યે પૈશાચી ભાષામાં રચેલી બૃહત્કથાનું સોમદેવે કરેલું સંસ્કૃત રૂપાન્તર છે. કવિએ પોતે જ કહ્યું છે કે તે સંકલનકર્તા છે (सोमेन…विहित: खलु संग्रहोडयम् ।) શ્રીરામનો પુત્ર સોમદેવ કાશ્મીરનરેશ અનંતનો દરબારી કવિ હતો. અનંતનો શાસનકાળ 1042થી 1081નો મનાય છે. રાજાના મૃત્યુ…

વધુ વાંચો >