સુરેશચંદ્ર કાંટાવાળા

અવતાર અને અવતારવાદ

અવતાર અને અવતારવાદ : ઈશ્વરનું  માનવ કે માનવેતર સ્વરૂપે અવતરણ થવાની ભારતીય વિભાવના. ‘અવતાર’ શબ્દ સંસ્કૃત तृ ધાતુને अव ઉપસર્ગ લાગીને નિષ્પન્ન થયેલો છે. ઈશ્વરનું માનવ કે માનવેતર સ્વરૂપે અવતરવું, પ્રગટ થવું એવો એનો વિશિષ્ટ અર્થ થાય છે. અવતારની વિભાવના વિશે લોકપ્રિય મત એવો છે કે પોતાના દિવ્ય રૂપનો ત્યાગ…

વધુ વાંચો >

ગોપથ બ્રાહ્મણ

ગોપથ બ્રાહ્મણ : અથર્વવેદ(પૈપ્પલાદ અને શૌનક શાખા)નો એકમાત્ર ઉપલબ્ધ બ્રાહ્મણ. તેના સંકલનકાર આચાર્ય ગોપથ પૈપ્પલાદ શાખાના અને મધ્ય દેશના નિવાસી હોવાનું કેટલાક વિદ્વાનોનું માનવું છે. અથર્વ પરિશિષ્ટ (4.5) અનુસાર ગોપથ બ્રાહ્મણ 100 પ્રપાઠકોનું હતું. સાંપ્રત ઉપલબ્ધ ગોપથ બ્રાહ્મણ કેવળ 11 પ્રપાઠકોનું જ છે. આ સંક્ષિપ્ત સંકલન પાછળના સમયમાં થયેલું છે.…

વધુ વાંચો >

જૈમિનીય ઉપનિષદ બ્રાહ્મણ

જૈમિનીય ઉપનિષદ બ્રાહ્મણ : સામવેદીય જૈમિનીય શાખાનું આરણ્યક સર્દશ બ્રાહ્મણ. તે તલવકાર ઉપનિષદ-બ્રાહ્મણ તરીકે પણ જાણીતું છે. તેને તલવકાર (જૈમિનીય) શાખાનું આરણ્યક ગણવામાં આવે છે. હેન્સ ઓએર્ટલે આ ગ્રંથ, તેનું ભાષાન્તર અને ટિપ્પણ Journal of American Oriental Society, New Haven – JAOS, Vol. XVI, Part I(1894)માં પ્રસિદ્ધ કર્યાં છે, જે…

વધુ વાંચો >

જૈમિનીય બ્રાહ્મણ

જૈમિનીય બ્રાહ્મણ : સામવેદની જૈમિનીય શાખાનું બ્રાહ્મણ. આ બ્રાહ્મણ વૈદિક સાહિત્યના અગત્યના અને બૃહત્કાય ગ્રંથો (દા. ત., શતપથ બ્રાહ્મણ) પૈકી એક વિખ્યાત બ્રાહ્મણ ગ્રંથ છે; તે ‘તલવકાર બ્રાહ્મણ’ તરીકે પણ જાણીતું છે. સામગોના ગૂંચવણભર્યા આયોજનને સમજવા માટે ગ્રંથ ઘણો ઉપયોગી છે. બ્રાહ્મણના સંકલનકાર આચાર્ય જૈમિનિ અને તલવકાર ઋષિ છે. આ…

વધુ વાંચો >

તૈત્તિરીય બ્રાહ્મણ

તૈત્તિરીય બ્રાહ્મણ : સંસ્કૃત સાહિત્યમાં કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય શાખાનો બ્રાહ્મણ ગ્રંથ. ત્રણ કાંડોના બ્રાહ્મણ ગ્રંથમાં 10 અધ્યાયોનો આરણ્યક ભાગ પણ જોડવામાં આવ્યો છે. પહેલા કાંડમાં 8 પ્રપાઠકો અને 78 અનુવાકો, બીજા કાંડમાં 8 પ્રપાઠકો અને 96 અનુવાકો અને ત્રીજા કાંડમાં 12 પ્રપાઠકો અને 134 અનુવાકો રહેલા છે. આરણ્યક ભાગના 10…

વધુ વાંચો >

દેવતાધ્યાય બ્રાહ્મણ

દેવતાધ્યાય બ્રાહ્મણ : સામવેદનો બ્રાહ્મણગ્રંથ. તેનું કદ નાનું છે. તે દૈવતબ્રાહ્મણ તરીકે પણ જાણીતો છે. આ બ્રાહ્મણની ભાષ્યભૂમિકા-(1:7)માં સામવેદના આઠ બ્રાહ્મણગ્રંથોનો ઉલ્લેખ કરતાં સાયણાચાર્ય આ બ્રાહ્મણગ્રંથનો તેમાં ઉલ્લેખ કરે છે. આ ગ્રંથ ચાર ખંડમાં વિભાજિત છે. પ્રત્યેક ખંડનું કંડિકામાં ઉપવિભાજન થયેલું છે. ઉપર જણાવ્યું તેમ આ બ્રાહ્મણગ્રંથ ઉપર ‘વેદાર્થ-પ્રકાશ’ નામક…

વધુ વાંચો >