સાલ્વિયાતી જુસેપે

સાલ્વિયાતી જુસેપે

સાલ્વિયાતી, જુસેપે (Salviati, Giuseppe) (જ. આશરે 1520થી 1525, તુસ્કની, ઇટાલી; અ. આશરે 1575) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. મૂળ નામ જુસેપે પૉર્તા. 1535માં રોમ જઈ તેમણે ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર ફ્રાન્ચેસ્કો સાલ્વિયાતી પાસે કલા-અભ્યાસ કર્યો અને ગુરુની ‘સાલ્વિયાતી’ અટક અપનાવી લીધી. 1539માં ગુરુ ફ્રાન્ચેસ્કો સાથે જુસેપે વેનિસ ગયા અને ચિત્ર ‘રેઇઝિન્ગ ઑવ્ લાઝારુસ’ ચીતર્યું.…

વધુ વાંચો >