સમાજશાસ્ત્ર

અગ્નિસંસ્કાર

અગ્નિસંસ્કાર : જુઓ, અંત્યેષ્ટિ.

વધુ વાંચો >

અગ્રવર્ગ

અગ્રવર્ગ (Elite) લઘુમતીમાં હોવા છતાં બહુમતીના અંકુશથી પર હોય અને બહુમતી પાસે પોતાના નિર્ણયોનું પાલન કરાવે તે વર્ગ. આ અંગેના અભ્યાસની શરૂઆત લાસવેલના ‘Influentials’થી થઈ. 1950ના દસકામાં ઍટલાંટા, શિકાગો, ન્યૂયૉર્ક, ન્યૂહેવન વગેરે સ્થળોના અભ્યાસોમાં આ સિદ્ધાંત વિશેષ રૂપે ઊપસી આવ્યો. અગ્રવર્ગનો સિદ્ધાંત માનવજાતની કુદરતી અસમાનતાના પ્રશિષ્ટ સિદ્ધાંત પર આધાર રાખે…

વધુ વાંચો >

અનસૂયાબહેન સારાભાઈ

અનસૂયાબહેન સારાભાઈ (જ. 11 નવેમ્બર 1885, અમદાવાદ; અ. 11 સપ્ટેમ્બર 1972, અમદાવાદ) : મજૂર પ્રવૃત્તિનાં અગ્રણી, પ્રથમ સ્ત્રી-કામદાર નેતા તથા અમદાવાદ મજૂર મહાજન સંઘનાં સ્થાપક. પિતાનું નામ સારાભાઈ અને માતાનું નામ ગોદાવરીબહેન. અમદાવાદના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિના કુટુંબમાં જન્મ. તેમણે મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી ગૃહસ્થજીવનમાં પ્રવેશ કર્યો.…

વધુ વાંચો >

અનામત પ્રથા

અનામત પ્રથા : કેટલાંક નિયત સામાજિક જૂથોના ઝડપી ઉત્કર્ષ અને વિકાસ માટે વિવિધ શૈક્ષણિક, રાજકીય, વ્યાવસાયિક, સામાજિક વગેરે ક્ષેત્રોમાં અમુક જગ્યાઓ અનામત રાખવાની નીતિ. ભારતના બંધારણમાં આ નીતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં આ સામાજિક જૂથો ‘નકારાત્મક ભેદભાવ’(negative discrimiation)નો ભોગ બન્યાં હતાં, તેને પરિણામે તેઓમાં પછાતપણું આવ્યું. તે દૂર કરવા…

વધુ વાંચો >

અનુકરણ (સામાજિક મનોવિજ્ઞાન)

અનુકરણ (સામાજિક મનોવિજ્ઞાન) (imitation) : એક એવી પ્રક્રિયા કે જેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિને અમુક વર્તન કરતી જોઈને તેના જેવું જ વર્તન કરવાનો પ્રયત્ન કરે. માતાના પોતાની સાથેના વર્તન જેવું જ વર્તન પોતાની ઢીંગલી સાથે કરવા પ્રયત્ન કરતું બાળક તેમજ માબાપ જેવું બોલે તેવું જ બોલવાનો પ્રયત્ન કરીને ભાષાનો પ્રયોગ…

વધુ વાંચો >

અનુકૂલન (સમાજશાસ્ત્ર)

અનુકૂલન (સમાજશાસ્ત્ર) (adaptation) : જે પ્રક્રિયા દ્વારા એક સજીવ દેહ, સમાજ, સમૂહ કે સંસ્કૃતિની અંદર આવતાં પરિવર્તનો તેમના જૈવ અસ્તિત્વને ટકાવી રાખવામાં સહાયક બને છે, તેને સમાજશાસ્ત્રમાં અનુકૂલન (adaptation) કહેવામાં આવે છે. અનુકૂલનની ત્રણ કક્ષા પાડવામાં આવી છે : (1) ભૌતિક (physical), (2) જૈવિક (biological), (3) સામાજિક. અનુકૂલનની પ્રક્રિયાને યથાર્થ…

વધુ વાંચો >

અનુરૂપતા સામાજિક

અનુરૂપતા, સામાજિક (social conformity) : સામાજિક ધારાધોરણોને માન આપીને વર્તવું તે. સમાજના સભ્ય તરીકે આપણે સૌ એકબીજાં સાથે આંતરક્રિયા કરતાં હોઈએ છીએ. આ આંતરક્રિયાને લીધે સમાજમાં વર્તનનાં ચોક્કસ ધારાધોરણો વિકસ્યાં હોય છે. આ ધારાધોરણોને માન આપીને વ્યક્તિ વર્તે તેને અનુરૂપતા કહેવામાં આવે છે. અનુરૂપતાને કારણે વ્યક્તિ અને જૂથ વચ્ચે સામંજસ્ય…

વધુ વાંચો >

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ : ભારતના બંધારણમાં નિર્દિષ્ટ આદિમ ને પછાત વર્ગો માટે પ્રયોજાયેલી સંજ્ઞા. જનજાતિ અથવા આદિવાસી શબ્દ કોઈ એક પ્રદેશમાં રહેતા અને પોતાની જાતને રાજકીય રીતે સ્વાયત્ત ગણાવતા સુગ્રથિત સામાજિક એકમ માટે વપરાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં આદિજાતિને પોતાની સ્વતંત્ર બોલી અને સ્વતંત્ર સંસ્કૃતિનાં લક્ષણો પણ હોય…

વધુ વાંચો >

અનૌરસતા અને અનૌરસ સંતાન

અનૌરસતા અને અનૌરસ સંતાન : લગ્નેતર સંબંધ દ્વારા સ્ત્રી-પુરુષના દેહસંબંધથી જન્મતાં સંતાન. બધા જ સમાજ/સમુદાયોમાં માન્ય ધોરણો કે કાયદા પ્રમાણે પુરુષ અને સ્ત્રી લગ્ન બાદ સંતાનોને જન્મ આપે તે સંતાનો જ ઔરસતા કે કાયદેસરતા ધરાવે છે. પુરુષ-સ્ત્રીનાં આ સિવાયનાં ગેરકાયદેસર મનાતા દેહસંબંધ દ્વારા પેદા થતાં સંતાનને સમાજ માન્યતા અને કાયદેસરતા…

વધુ વાંચો >

અપંગ

અપંગ : શારીરિક અથવા માનસિક ખોડ-ખામી ધરાવનાર વ્યક્તિ. આવી વ્યક્તિઓ પોતાની શારીરિક અથવા માનસિક અથવા બંને પ્રકારની ખોડ-ખામી કે અશક્તિઓને કારણે પોતાના દરજ્જા પ્રમાણેની ભૂમિકા યોગ્ય રીતે ભજવી શકવા અસમર્થ હોય છે. સમાજમાં આવાં અપંગોની નોંધપાત્ર સંખ્યા વિશિષ્ટ સામાજિક પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે, જેનો સામાજિક સમસ્યા તરીકે અભ્યાસ કરવામાં આવે…

વધુ વાંચો >