સંમોહનવિદ્યા
મેસ્મર, ફ્રાન્ઝ ઍન્ટૉન
મેસ્મર, ફ્રાન્ઝ ઍન્ટૉન (જ. 23 મે 1734, ઇઝનાન્ગઅમ બોડેન્સી, ઑસ્ટ્રિયા; અ. 5 માર્ચ 1815, મેસબર્ગ, ઑસ્ટ્રિયા) : ચિકિત્સાપદ્ધતિમાં સંમોહનવિદ્યા(mesmerism)નો ઉપયોગ કરનારા ચિકિત્સક, આ પદ્ધતિના આદ્યપ્રણેતા. વૈદકીય શાસ્ત્રમાં મનશ્ચિકિત્સાના ભાગ રૂપે સંમોહનપદ્ધતિનો ઉપચાર કરવામાં આવે છે. ચિકિત્સાનો આ પ્રકાર માનસિક રોગ સાથે સંકળાયેલા વ્યાધિઓની સારવારમાં મહત્વનો ભાગ ભજવે છે. આ સારવારપદ્ધતિના…
વધુ વાંચો >સંમોહન (hypnotism)
સંમોહન (hypnotism) : એક મનશ્ચિકિત્સા-પ્રક્રિયા. જગતમાં બનતી કેટલીક ઘટનાઓ રહસ્યમય લાગતી હોય છે; પરંતુ જ્યારે બનતી ઘટનાઓ વિશે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કાર્ય-કારણની સ્પષ્ટતા કરવામાં આવે છે ત્યારે તે વિશિષ્ટ ઘટના રહસ્યમય રહેતી નથી. તે એક વૈજ્ઞાનિક તથ્ય બની જાય છે. જગતમાં ચમત્કાર જેવી કોઈ બાબત જ નથી, ફક્ત તેના કાર્ય-કારણ…
વધુ વાંચો >સ્વ-સંમોહન (selfhypnosis)
સ્વ-સંમોહન (selfhypnosis) : એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા. જ્યારે વ્યક્તિ પોતાની જાત પર સંમોહનની પ્રક્રિયા કરે ત્યારે તેને સ્વ-સંમોહન કહેવાય. આ પ્રક્રિયા દરમિયાન ધ્યાન (meditation) જેવી પરિસ્થિતિ ઉદભવે છે. ખરેખર તો ધ્યાન (meditation) એ જ એક પ્રકારનું સ્વ-સંમોહન છે. આ માટે મહાવરાની જરૂર હોય છે. નિષ્ણાત સંમોહનકર્તા પાસેથી કેવા પ્રકારનાં સૂચનો પોતાની…
વધુ વાંચો >