શ્વભ્ર
શ્વભ્ર
શ્વભ્ર : ઉત્તર ગુજરાતમાં આવેલ સાબરકાંઠાના પ્રદેશનું પ્રાચીન નામ. ક્ષત્રપોના સમયમાં કચ્છ, સુરાષ્ટ્ર અને આનર્ત ઉપરાંત શ્વભ્ર-(સાબરકાંઠા)નો પ્રદેશ પણ અલગ ગણાતો હતો. કાર્દમક મહાક્ષત્રપ રુદ્રદામાના સમયના ઈ. સ. 150ના જૂનાગઢ શૈલ-લેખમાં રુદ્રદામાની સત્તા નીચેના પ્રદેશોની યાદીમાં શ્વભ્રનો સમાવેશ કર્યો છે. પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણ-સૂત્રપાઠના પરિશિષ્ટ રૂપે સ્વીકારવામાં આવેલા ‘ગણપાઠ’માં દેશવાચક નામોમાં…
વધુ વાંચો >