શ્લાઇડેન મૅથિયાસ જેકૉબ

શ્લાઇડેન, મૅથિયાસ જેકૉબ

શ્લાઇડેન, મૅથિયાસ જેકૉબ (જ. 5 એપ્રિલ 1804, હૅમબર્ગ; અ. 23 જૂન 1881, ફ્રૅન્ક્ફર્ટમ મેઇન) : વનસ્પતિવિજ્ઞાની. તેઓ ‘કોષવાદ’(cell theory)ના સહસ્થાપક (જર્મન દેહધર્મવિજ્ઞાની, થિયૉડૉર સ્વાન સાથે) હતા. તેમણે હિડલબર્ગમાં 1824-27 દરમિયાન શિક્ષણ લીધું અને હૅમબર્ગમાં કાયદાશાસ્ત્રી તરીકેના વ્યવસાયનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં જ તેમને વનસ્પતિવિજ્ઞાનમાં અભિરુચિ ઉત્પન્ન થઈ અને પૂર્ણ સમય માટે તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિમાં જોડાયા. તેઓ સમકાલીન વનસ્પતિ-વિજ્ઞાનીઓના વર્ગીકરણ વિશેના વિચારો સાથે સંમત નહોતા.…

વધુ વાંચો >