શ્રીપ્રકાશ ત્રિવેદી

અતિસાર

અતિસાર (diarrhoea) : વારંવાર થતા પાતળા ઝાડા. દિવસમાં ત્રણથી વધુ, અથવા સામાન્ય ટેવથી વધુ થતા પાતળા ઝાડાને અતિસાર કહે છે. તે રોગ નથી, પણ ઘણા રોગોનું એક લક્ષણ છે. અચાનક શરૂ થઈ, થોડા કલાકો કે દિવસો ચાલતા ઝાડાને ઉગ્ર (acute) અતિસાર કહે છે. સતત કે ફરીફરીને થતા, અઠવાડિયા કે મહિનાઓ…

વધુ વાંચો >

અપસ્માર (આયુર્વિજ્ઞાન)

અપસ્માર (આયુર્વિજ્ઞાન) (epilepsy) : વારંવાર આવતી ખેંચ અથવા આંચકી (convulsions). આ રોગને ફેફરું પણ કહે છે. અપસ્માર મગજની બીમારી છે. વાઈ અથવા હિસ્ટીરિયા (hysterical neurosis) નામના માનસિક રોગ અને અપસ્માર અલગ અલગ બીમારીઓ છે. ચેતાતંત્રમાં માહિતીની આપલે વીજ-આવેગો(electronic impulse)થી થાય છે. કોઈ કારણસર ચેતાતંત્રનું આ વીજકાર્ય ખામીભર્યું થાય ત્યારે કેન્દ્રીય…

વધુ વાંચો >

અમીબાજન્ય રોગ

અમીબાજન્ય રોગ (amoebiasis) : અમીબા (amoeba, અરૂપી) નામના એકકોષી (unicellular) પરજીવીથી થતો રોગ. તે મોટા આંતરડા અને યકૃતને નુકસાન કરે છે. તેના ઉગ્ર સ્વરૂપને મરડો કહે છે. અમીબાની પ્રાણીશાસ્ત્રીય ઓળખ સારણી 1માં આપી છે. સારણી 1 : અમીબાની પ્રાણીશાસ્ત્રીય ઓળખ  જૂથ  નામકરણ  વૈજ્ઞાનિક સંઘ (phyllum) પ્રોટોઝોઆ (protozoa) ફોન સીબોલ્ડ (1845)…

વધુ વાંચો >

આંચકી

આંચકી (convulsions) : લયબદ્ધ આંચકા સાથે સ્નાયુઓનું ખેંચાવું તે. તેને ખેંચ પણ કહે છે. સ્નાયુઓની ખેંચ ઉપરાંત/અથવા વિષમ સંવેદનાઓ (abnormal sensations) કે વર્તન(behaviour)માં વિષમતા પણ થઈ શકે છે. મગજનું બહિ:સ્તર અથવા બાહ્યક (cortex) વિષમ વીજ-આવેગો(electric impulses)થી ઉત્તેજિત થાય છે અને તેનું સામાન્ય કાર્ય તે વીજ-આવેગોના પૂર્ણ અંકુશમાં આવી જાય છે;…

વધુ વાંચો >

દંશ (ડંખ)

દંશ (ડંખ) : સાપ, વીંછી, જંતુઓ વગેરેના ડંખવાથી થતો વિકાર. ઘર બહારની પ્રવૃત્તિઓ જેમ વધે તેમ ડંખ લાગવાની સંભાવના વધે  છે. મોટા ભાગના ડંખ મારતા સજીવો સંધિપાદ (arthropod) જૂથના હોય છે. ડંખ બે પ્રકારના છે : (1) કરડવાથી થતો ડંખ (bite) અને (2) વીંધીને કરાતો ડંખ (sting). સજીવો દ્વારા ડંખથી…

વધુ વાંચો >

ધમનીકાઠિન્ય, મેદજન્ય

ધમનીકાઠિન્ય, મેદજન્ય (atherosclerosis) : મધ્યમ કે મોટા કદની સ્નાયુઓવાળી અને સ્થિતિસ્થાપક ધમનીઓમાં થતો ચરબીવાળા જાડા અને કઠણ વિસ્તારવાળો વિકાર. તે ધમનીને બંધ કરી દઈને હૃદય-રોગનો હુમલો કે લકવો કરે છે. તેને કારણે વિકસિત દેશોમાં તે મૃત્યુનું પ્રથમ કારણ ગણાય છે. કોઈ પણ કદની ધમની જ્યારે કોઈ પણ વિકારને કારણે જાડી…

વધુ વાંચો >

નિષ્પંદ નાડીરોગ (pulseless disease)

નિષ્પંદ નાડીરોગ (pulseless disease) : હૃદય અને રુધિરાભિસરણતંત્ર લગભગ પૂરતું કાર્ય કરી શકતું હોય છતાં નાડીના ધબકારા ન અનુભવાય તેવો વિકાર. મહાધમની (aorta) અને તેની માથા તથા બંને હાથમાં જતી મુખ્ય શાખાઓનું પોલાણ ઘટેલું હોય ત્યારે ગળામાંની શીર્ષલક્ષી (carotid) ધમની તથા કાંડા આગળની અગ્રભુજાકીય (radial) ધમનીના ધબકારા મંદ હોય છે…

વધુ વાંચો >

પરિહૃદ્-કલા (pericardium)

પરિહૃદ્–કલા (pericardium) : હૃદયનું આચ્છાદન બનાવતું તંતુમય (fibrous) આવરણ. તેના વડે બનતા પોલાણને પરિહૃદ્ગુહા (pericardial cavity) કહે છે, જેમાં હૃદય હોય છે. પરિહૃદ્ગુહામાં પ્રવાહી ઝમે છે. તેને પરિહૃદ્-તરલ (પ્રવાહી) કહે છે. તેનું દબાણ કર્ણકમાંના દબાણ કરતાં ઓછું રહે છે. જો તે વધે તો લોહીના પરિભ્રમણમાં ઘણો ઘટાડો થાય છે. પરિહૃદ્-કલાના…

વધુ વાંચો >

પુનશ્ચેતનક્રિયા (resuscitation)

પુનશ્ચેતનક્રિયા (resuscitation) : હૃદય કે શ્વસનક્રિયા અચાનક અટકી પડે ત્યારે તેને ફરીથી શરૂ કરવાની સારવાર. હૃદયના ધબકારા અચાનક બંધ થઈ જાય તેને હૃદય-સ્તંભન (cardiac arrest) કહે છે. તેનું મુખ્ય કારણ હૃદયના ધબકારા બંધ થઈ જવા તે છે. તેને હૃદય-નિ:સ્પંદતા (cardiac standstill) પણ કહે છે. ક્યારેક હૃદયના સ્નાયુતંતુઓ અલગ અલગ સંકોચાય…

વધુ વાંચો >

પ્રૉસ્ટાગ્લૅન્ડિનો (આયુર્વિજ્ઞાન)

પ્રૉસ્ટાગ્લૅન્ડિનો (આયુર્વિજ્ઞાન) : કોષપટલો (cell membranes) દ્વારા ઉત્પન્ન કરતા સ્થાનિક અંત:સ્રાવો (hormones) જેવું કાર્ય કરતાં દ્રવ્યોનો સમૂહ. તે સ્થાનિક કોષો અને પેશી પર અસર કરે એવાં તે જ સ્થળે ઝરેલાં રસાયણો હોવાથી તેમને અધિસ્રાવો (locally acting hormones) જેવા ગણવામાં આવે  છે. તેઓ નસોને પહોળી કરે છે, આંતરડાંના અને ગર્ભાશયના સ્નાયુતંતુઓનું…

વધુ વાંચો >