શૈલેષ દત્ત

કાકડા

કાકડા (tonsils) : ગળામાં બંને બાજુએ આવેલી લસિકાભપેશી(lymphoid tissue)નો પિંડ. તેને ગલતુંડિકા પણ કહે છે. નાકની પાછળ અને ગળાની પાછલી દીવાલ પર આવેલી લસિકાભપેશીના પિંડને નાસાતુંડિકા, નાસાગ્રસની કાકડા કે કંઠનાસિકાકીય કાકડા (adenoids) કહે છે. જીભના પાછલા ભાગમાં આવેલી લસિકાભપેશીને જિહવાકીય (lingual) કાકડા કહે છે. કાકડા નાનપણમાં મોટા હોય છે અને…

વધુ વાંચો >

કાકડા-ઉચ્છેદન

કાકડા-ઉચ્છેદન (tonsillectomy) : શસ્ત્રક્રિયા વડે કાકડા કાઢી નાખવા તે. તેની જરૂરિયાત વિશેના મુદ્દાઓમાં વિવિધ વિચારો દર્શાવાયેલા છે. કેટલીક પરિસ્થિતિઓમાં તે જરૂરી ગણાય છે (સારણી 1). સામાન્ય રીતે જ્યારે કાકડાનો ઉગ્ર અથવા ટૂંક સમયનો સક્રિય ચેપ લાગ્યો હોય ત્યારે કાકડાના ઉચ્છેદનની શસ્ત્રક્રિયા કરાતી નથી. તેવી જ રીતે બાળલકવા(poliomyelitis)ના વાવર વખતે પણ…

વધુ વાંચો >

કાકડા, નાસાગ્રસની

કાકડા, નાસાગ્રસની (adenoids) : નાકની પાછળના ગળાની ઉપરના ભાગની પાછલી દીવાલ પર આવેલો કાકડો. તેને કંઠનાસાકીય કાકડો અથવા નાસિકાતુંડિકા પણ કહે છે. તે લસિકાભપેશીનો બનેલો છે અને નાનાં બાળકોમાં મોટો હોય છે. તેનું કદ 6-7 વર્ષની વય પછી ઘટે છે અને 15 વર્ષે સાવ ઘટી જાય છે. ક્યારેક મોટો નાસાગ્રસની…

વધુ વાંચો >