શુચેન ઠાકોર

પેટ્રોરસાયણો (petrochemicals)

પેટ્રોરસાયણો (petrochemicals) : ખનિજ-તેલ (petroleum) અથવા કુદરતી વાયુ(natural gas)માંથી સીધા અથવા આડકતરી રીતે મેળવાતા રાસાયણિક પદાર્થો. આમાં પૅરેફિન, ઑલિફિન, નૅપ્થીન અને ઍરોમૅટિક હાઇડ્રોકાર્બનો અને તેમનાં વ્યુત્પન્નો સહિત લગભગ 175 જેટલા પદાર્થોનો સમાવેશ થાય છે. પેટ્રોરસાયણો પૈકીના કેટલાક પદાર્થો કાચા માલ તરીકે પ્લાસ્ટિક, કૃત્રિમ રેસાઓ, સાંશ્લેષિક રબર, પ્રક્ષાલકો, ઔષધો, ખાતરો, જંતુનાશકો…

વધુ વાંચો >

પ્રવાહી-ઘન પ્રણાલી

પ્રવાહી-ઘન પ્રણાલી : જુદા જુદા તાપમાને અને દબાણે એકબીજા સાથે સમતોલનમાં રહેલી ઘન અને પ્રવાહી પ્રાવસ્થાનું બનેલું તંત્ર. ઘન અને પ્રવાહીના મિશ્રણને ગાળણ (filtration) દ્વારા આસાનીથી છૂટું પાડી શકાય છે. ગાળણમાં ગાળણ-માધ્યમ ઘન કણોને તેમાંથી પસાર થતાં રોકે છે. ગાળણનો દર વધારવા માટે માધ્યમની બંને બાજુઓમાં દબાણનો તફાવત ઉત્પન્ન કરવામાં…

વધુ વાંચો >

પ્રવાહી-વાયુ પ્રણાલી

પ્રવાહી-વાયુ પ્રણાલી : એકબીજા સાથે સમતોલનમાં રહેલ પ્રવાહી અને વાયુની પ્રાવસ્થાનું બનેલું તંત્ર. વાયુ-પ્રવાહી પ્રણાલીઓનો અભ્યાસ નિસ્યંદન (distillation), અવશોષણ (absorption), અવલેપન (stripping), આર્દ્રીકરણ (humidification), વિઆર્દ્રીકરણ (dehumidification) વગેરેના અભ્યાસમાં અત્યંત ઉપયોગી છે. એકરૂપ પ્રવાહી મિશ્રણમાંથી જુદા જુદા ઘટકોને નિસ્યંદન દ્વારા છૂટા પાડી શકાય છે. વિવિધ રાસાયણિક ઉદ્યોગો જેવા કે પેટ્રોલિયમ રિફાઇનરી,…

વધુ વાંચો >