શશિકાન્ત વિશ્વનાથ જાની
અગ્નિ એશિયા
અગ્નિ એશિયા એશિયાના અગ્નિ ખૂણે આવેલો ભૌગોલિક વિસ્તાર. ‘અગ્નિ એશિયા’ શબ્દ દ્વિતીય વિશ્વયુદ્ધના સમયથી પ્રચલિત થયો છે. ભારતની પૂર્વે, ચીનની દક્ષિણે અને ઑસ્ટ્રેલિયાની ઉત્તરે ફેલાયેલો જે વિશાળ ભૌગોલિક પ્રદેશ છે તેના ઉપર દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને કબજો કરી લીધેલો. જાપાનના કબજામાંથી તે પ્રદેશને મુક્ત કરવા માટે ઈ. સ. 1943માં કૅનેડાના…
વધુ વાંચો >આઝાદ હિંદ ફોજ
આઝાદ હિંદ ફોજ : ભારતની આઝાદી મેળવવા બ્રિટિશ સૈન્ય સામે લડવા માટે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રચાયેલી ભારતીય સેના. તેની સ્થાપના અસ્થાયી રીતે 17 ફેબ્રુઆરી, 1942માં રાસબિહારી બોઝ અને કૅપ્ટન મોહનસિંગ દ્વારા કરવામાં આવ્યા પછી તેની વિધિસર સ્થાપના 5 જુલાઈ, 1943ના રોજ કરવામાં આવી હતી. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન અગ્નિ એશિયાના…
વધુ વાંચો >આરઝી હકૂમત
આરઝી હકૂમત : જૂનાગઢની સમાંતર સરકાર (1947). સૌરાષ્ટ્રનાં 222 રજવાડાંઓમાં જૂનાગઢ સૌથી મોટું રાજ્ય હતું. તેની 82 % વસ્તી હિંદુ હતી. તેની ચારે બાજુ ભારત સાથે જોડાયેલાં દેશી રજવાડાં હતાં અને મોટા ભાગનાં દેશી રાજ્યોએ ભારત સાથે જોડાવાના કરાર કર્યા હતા; છતાં જૂનાગઢના નવાબ મહોબતખાન ત્રીજા (1911-1947)એ 15 ઑગસ્ટ, 1947…
વધુ વાંચો >ઇન્ડોચાઇના (હિંદી ચીન)
ઇન્ડોચાઇના (હિંદી ચીન) : અગ્નિએશિયામાં આવેલો દ્વીપકલ્પીય પ્રદેશ. ભૌગોલિક માહિતી : આ પ્રદેશ આશરે 8o 0´ ઉ. અ.થી 23o 0´ઉ. અ. અને 101o 0´ પૂ. રે.થી 109o 0´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ પ્રદેશની પૂર્વે દક્ષિણ ચીનનો સમુદ્ર, ઈશાને અને ઉત્તરે ચીન, વાયવ્યે મ્યાનમાર, પશ્ચિમે અને નૈર્ઋત્ય દિશાએ થાઇલૅન્ડ…
વધુ વાંચો >ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયા મલયેશિયાની દક્ષિણમાં આવેલો દુનિયાનો મોટો ટાપુસમૂહ. ઇન્ડોનેશિયા Indos – એટલે Indian (હિંદી) અને Nesos એટલે Island (ટાપુનો) શબ્દ, બે ગ્રીક શબ્દોનો બનેલો છે. ઇન્ડોનેશિયાને ‘હિંદેશિયા’ પણ કહેવામાં આવે છે. આ પ્રદેશ સત્તરમી સદીમાં ડચ ઈસ્ટ ઇન્ડિઝ અથવા નેધરલૅન્ડ ઈસ્ટ ઇન્ડિઝ તરીકે પણ જાણીતો હતો. દુનિયાની ત્રીજી સૌથી મોટી લોકશાહી…
વધુ વાંચો >એમેરિગો, વેસપુસ્સી
એમેરિગો, વેસપુસ્સી (જ. 18 માર્ચ 1454, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 22 ફેબ્રુઆરી 1512, સેવિલ સ્પેન) : અમેરિકા શોધનાર ઇટાલિયન સાહસવીર. આ સાહસવીર 1478-80 દરમિયાન પૅરિસમાંના ફલોરેન્સના એલચીપદે રહેલા તેના કાકાના સેક્રેટરી તરીકે કામ કર્યા પછી સ્પેનના સેવિલ શહેરમાં મેદિચી નામની પ્રખ્યાત વેપારી પેઢીનો પ્રતિનિધિ રહ્યો હતો. કોલંબસે જે પ્રદેશ શોધ્યો હતો…
વધુ વાંચો >ગાંધી, શામળદાસ લક્ષ્મીદાસ
ગાંધી, શામળદાસ લક્ષ્મીદાસ (જ. 1897, રાજકોટ; અ. 8 જૂન 1953, મુંબઈ) : જૂનાગઢની આરઝી હકૂમતના સરનશીન અને પત્રકાર. ગાંધીજીના મોટા ભાઈ લક્ષ્મીદાસ ઉર્ફે કાળિદાસ ગાંધીના મોટા પુત્ર. માતાનું નામ નંદકુંવરબા અને પત્નીનું નામ વિજયાબહેન. તેમને કિશોર અને હેમંત નામના બે પુત્રો અને પુષ્પા તથા મંજરી નામની બે પુત્રીઓ હતી. કિશોર…
વધુ વાંચો >ગુજરાત સભા
ગુજરાત સભા : ગુજરાતની તમામ રાજદ્વારી પ્રવૃત્તિ ચલાવવા માટે 1884માં અમદાવાદમાં સ્થાપવામાં આવેલી સંસ્થા. અમદાવાદના જાણીતા વકીલો ગોવિંદરાવ આપાજી પાટીલ, શિવાભાઈ મોતીભાઈ પટેલ અને ડૉ. જોસેફ બેન્જામિન વરસો સુધી તેના મંત્રીઓ હતા. આ સભા લોકોની મુશ્કેલીઓ વિશે સરકારને અરજીઓ કરી ફરિયાદ કરવાનું કામ કરતી. આ સંસ્થાની સ્થાપનામાં અમદાવાદના ઉદ્યોગપતિઓ, વેપારીઓ,…
વધુ વાંચો >ગોવા-મુક્તિસંગ્રામ
ગોવા-મુક્તિસંગ્રામ : ગોવામાંના પોર્ટુગીઝ શાસનને હઠાવી તેને સંપૂર્ણ સ્વતંત્ર બનાવવા ખેલાયેલો મુક્તિસંગ્રામ. ગોવામાંથી પોર્ટુગીઝ સત્તાને હઠાવવા માટે ચાલેલું યુદ્ધ છેક સત્તરમી સદીથી આરંભાયું હતું. સૌપ્રથમ ઈ. સ. 1654માં કાસ્ત્રુ નામના ખ્રિસ્તી ધર્મગુરુએ હિંદુઓની મદદથી ગોવામાંથી પોર્ટુગીઝોને હાંકી કાઢવાની યોજના કરી હતી; પરંતુ તેમાં તેને નિષ્ફળતા મળી હતી. પછીથી 1787માં કૌતુ…
વધુ વાંચો >ચીન
ચીન ભારતની ઉત્તરે આવેલો પ્રાચીન સંસ્કૃતિ અને સુદીર્ઘ ઇતિહાસ ધરાવતો દેશ. ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને સીમા : ચીનનો વિસ્તાર ઉત્તર ગોળાર્ધમાં 18° ઉ. અ.થી 53° ઉ. અક્ષાંશ વચ્ચે આવેલો છે. આ રીતે તેનો દક્ષિણ તરફનો ભાગ ઉષ્ણ કટિબંધની આબોહવાવાળો અને મધ્ય તથા ઉત્તર તરફનો ભાગ સમશીતોષ્ણ કટિબંધની આબોહવાવાળો છે. 74°…
વધુ વાંચો >