વ્રિજવિહારી દી. દવે

કરસન્ટાઇટ

કરસન્ટાઇટ : ભૂમધ્યકૃત પ્રકારનો ખડક (hypabyssal rock). મૅગ્માની સ્વભેદનક્રિયાથી ઉત્પન્ન થતો ઘેરા રંગવાળો બેઝિક અગ્નિકૃત ખડક. તેની કણરચના અંત:કૃત અને બહિર્ભૂત ખડકોમાં જોવા મળતી કણરચનાની વચ્ચેની હોય છે. તેથી નરી આંખે તેના બંધારણમાં રહેલાં ખનિજો પારખી શકાતાં નથી, માત્ર સૂક્ષ્મદર્શક વડે તેનું ખનિજ-બંધારણ જોઈ-જાણી શકાય છે. આ ખડકના બંધારણમાં પ્લેજિયોક્લેઝ…

વધુ વાંચો >

લોનાર સરોવર (Lonar Lake)

લોનાર સરોવર (Lonar Lake) : મહારાષ્ટ્ર રાજ્યના બુલદાણા જિલ્લામાં દક્ષિણ ભાગમાં આવેલું ખારા પાણીનું સરોવર. બેસાલ્ટ ખડકબંધારણવાળા દખ્ખણના પઠાર પ્રદેશમાં ઉદભવેલા ગર્તમાં આ સરોવર તૈયાર થયેલું છે. તે જ્વાળાકુંડ (crater) અથવા ઉલ્કાપાત ગર્ત હોવાનું કહેવાય છે. પંકથરથી બનેલી તેની ઈશાન બાજુને બાદ કરતાં તે લગભગ ગોળ આકારવાળું છે. આ સરોવર…

વધુ વાંચો >

વિષમદૈશિક (અસાવર્તિક) ખનિજો (Anisotropic minerals)

વિષમદૈશિક (અસાવર્તિક) ખનિજો (Anisotropic minerals) : પ્રકાશીય ગુણધર્મધારક ખનિજસમૂહ. પ્રકાશીય ગુણધર્મોના સંદર્ભમાં ખનિજોના બે સમૂહ પાડેલા છે : (i) સમદૈશિક અને (ii) વિષમદૈશિક અથવા સાવર્તિક અને અસાવર્તિક ખનિજો. સમદૈશિક ખનિજો (isotropic minerals) : ક્યૂબિક સ્ફટિક પ્રણાલીનાં ખનિજોનો આ સમૂહમાં સમાવેશ થાય છે. સમદૈશિક ખનિજોમાં પ્રકાશનાં કિરણો બધી જ દિશામાં એકસરખી…

વધુ વાંચો >

સહસ્ફટિકીભવન (Eutectic)

સહસ્ફટિકીભવન (Eutectic) : બે અમિશ્રિત ઘટકોથી બનેલા દ્વિઅંગી મૅગ્માના સ્ફટિકીકરણમાં બે ઘટકોની એકસાથે તૈયાર થવાની પ્રક્રિયા. દ્વિઅંગી મૅગ્માના સ્ફટિકીકરણની આ પ્રકારની પ્રક્રિયા તાપમાન-બંધારણના આલેખની મદદથી સમજાવી શકાય. પરંતુ અહીં મહત્ત્વની બાબત એ છે કે જ્યારે મૅગ્મા બે ઘટકોનો બનેલો હોય ત્યારે તેમાં દરેક ઘટકના અમુક ચોક્કસ ગુણધર્મોમાં ફેરફાર થાય છે.…

વધુ વાંચો >

સંવહન-પ્રવાહો (Convection Currents)

સંવહન-પ્રવાહો (Convection Currents) : ભૂમધ્યાવરણના બંધારણમાં રહેલાં દ્રવ્યોની ગતિશીલતા. ભૂપૃષ્ઠમાં ઉદ્ભવતાં અને જોવા મળતાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો માટે ખંડીય પ્રવહન-ભૂતકતી સંચલન, સમુદ્રતળ-વિસ્તરણ તેમજ સંવહન-પ્રવાહો જેવી ઘટનાઓ કારણભૂત હોવાની એક આધુનિક વિચારધારા પ્રવર્તે છે. આ ત્રણેય ઘટનાઓનું સંકલન ‘નૂતન ભૂસંચલન સિદ્ધાંત’માં કરવામાં આવ્યું છે. 1920ના દાયકા દરમિયાન આર્થર હોમ્સે સૂચવ્યું કે…

વધુ વાંચો >