વી. જે. જાની
ઇજનેરી
ઇજનેરી કુદરતી સ્રોતો(resources)નું માનવજાતિના ઉપયોગ માટે ઇષ્ટતમ રૂપાંતરણ કરવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કરતી વ્યાવસાયિક કળા. ઇજનેરી વ્યવસાય યંત્રો, પ્રયુક્તિઓ (devices) અને સંરચનાઓ-(structures)ની અભિકલ્પના (design) અને નિર્માણ સાથે સંકળાયેલો છે. વૈજ્ઞાનિક પ્રકૃતિનાં રહસ્યો ઉકેલવાનું વલણ ધરાવે છે, જ્યારે ઇજનેરનું કાર્ય તે જ્ઞાનનો વિનિયોગ કરવાનું હોય છે. વિજ્ઞાની પ્રાયોગિક રીતે ચકાસેલ ભૌતિક…
વધુ વાંચો >ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (આઇ. ટી. આઇ.)
ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (આઇ. ટી. આઇ.) : ભારતમાં ઉદ્યોગો માટે કારીગરો તૈયાર કરતી સંસ્થા. ઉદ્યોગો માટે તાલીમ પામેલા અર્ધકુશળ અને કુશળ કારીગરો પૂરતી સંખ્યામાં સતત મળી રહે, ઔદ્યોગિક ઉત્પાદનની ગુણવત્તા જળવાઈ રહે, શિક્ષિત યુવાનોને રોજગારી મળી રહે અને સ્વરોજગાર માટે તેઓ તૈયાર થાય તે હેતુથી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ સરકાર દ્વારા…
વધુ વાંચો >ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયર્સ (ઇન્ડિયા)
ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયર્સ (ઇન્ડિયા) : સ્થાપના : 1919. ઇજનેરી વિદ્યાની જુદી જુદી શાખાઓ અને ઉદ્યોગોમાં માર્ગદર્શન આપતી તેમજ શૈક્ષણિક કાર્ય કરતી ભારતીય સંસ્થા. સર ટૉમસ હોલૅન્ડના અહેવાલના આધારે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. સર ટૉમસ હોલૅન્ડે કૉલકાતા અને મુંબઈના નામાંકિત ઇજનેરોની 3-1-1919ના રોજ એક સભા બોલાવી. ‘ઇન્ડિયન સોસાયટી ઑવ્…
વધુ વાંચો >કારીગર તાલીમ યોજના
કારીગર તાલીમ યોજના : વિવિધ ઉદ્યોગો અને સેવાક્ષેત્રોની ઉત્પાદન અને સેવાની લગતી બાબતોમાં ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો અને વધારો થાય તે માટેની તાલીમ યોજના. તેના મુખ્ય ઉદ્દેશો છે – (1) જરૂરી કૌશલ્યો ધરાવતું માનવબળ ઉપલબ્ધ બનાવવું, (2) જુદા જુદા ક્ષેત્રે વિકસતી જતી ટેકનૉલોજીથી ઉમેદવારોને સતત સજ્જ કરતા રહેવું, તથા (3)…
વધુ વાંચો >