વિરૂપાક્ષનું મંદિર – પટ્ટાડક્કલ

વિરૂપાક્ષનું મંદિર, પટ્ટાડક્કલ

વિરૂપાક્ષનું મંદિર, પટ્ટાડક્કલ : કર્ણાટકમાં આવેલું ચાલુક્ય-શૈલીનું મંદિર. આ મંદિર કાંચીપુરમના કૈલાસનાથના મંદિરને મળતું આવે છે. ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય બીજાએ પલ્લવો પર વિજય મેળવ્યો તે ભવ્ય પ્રસંગની યાદમાં તેની બે રાણીઓએ આ મંદિર લગભગ ઈ. સ. 740ની આસપાસ બંધાવ્યું હતું. આ મંદિરનું મૂળ નામ લોકેશ્વર હતું. ગર્ભગૃહને ફરતો પ્રદક્ષિણાપથ છે.…

વધુ વાંચો >