વિપિન શાહ

અનુકરણ (સામાજિક મનોવિજ્ઞાન)

અનુકરણ (સામાજિક મનોવિજ્ઞાન) (imitation) : એક એવી પ્રક્રિયા કે જેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિને અમુક વર્તન કરતી જોઈને તેના જેવું જ વર્તન કરવાનો પ્રયત્ન કરે. માતાના પોતાની સાથેના વર્તન જેવું જ વર્તન પોતાની ઢીંગલી સાથે કરવા પ્રયત્ન કરતું બાળક તેમજ માબાપ જેવું બોલે તેવું જ બોલવાનો પ્રયત્ન કરીને ભાષાનો પ્રયોગ…

વધુ વાંચો >

અનુકૂલન (સમાજશાસ્ત્ર)

અનુકૂલન (સમાજશાસ્ત્ર) (adaptation) : જે પ્રક્રિયા દ્વારા એક સજીવ દેહ, સમાજ, સમૂહ કે સંસ્કૃતિની અંદર આવતાં પરિવર્તનો તેમના જૈવ અસ્તિત્વને ટકાવી રાખવામાં સહાયક બને છે, તેને સમાજશાસ્ત્રમાં અનુકૂલન (adaptation) કહેવામાં આવે છે. અનુકૂલનની ત્રણ કક્ષા પાડવામાં આવી છે : (1) ભૌતિક (physical), (2) જૈવિક (biological), (3) સામાજિક. અનુકૂલનની પ્રક્રિયાને યથાર્થ…

વધુ વાંચો >

અળગાપણું

અળગાપણું (alienation) : સમાજ સાથેના સંબંધ પરત્વે વ્યક્તિનો અલગતા કે વિરક્તતાનો ભાવ. વિશ્વમાં માનવીના સ્થાન વિશેની દાર્શનિક ચર્ચાઓમાં ‘અળગાપણા’નો વિચાર ઘણી જગ્યાએ કરવામાં આવ્યો છે, પરંતુ સમાજવિજ્ઞાનોમાં તેનો મૂળ સ્રોત કાર્લ માર્કસના સામાજિક સિદ્ધાંતમાં પડેલો છે. માર્કસનું કહેવું એમ છે કે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે અન્ય વ્યક્તિઓના સહકારમાં રહીને પોતાની…

વધુ વાંચો >